PM Modi: સરકાર બનતાની સાથે જ પીએમ મોદી લેશે મોટા નિર્ણયો, 100 દિવસના રોડમેપ પર આજે કરશે મહત્વની બેઠક

PM Modi Meetings Review: પીએમ નરેન્દ્ર મોદી આગામી નવી સરકારની રચના પહેલા આજે વિવિધ 7 મુદ્દાઓ પર બેઠક કરશે. 4 જૂને લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થવાની પહેલા પીએમ મોદી ઘણા મહત્વપૂર્ણ મદ્દાઓ પર મંત્રણા કરશે

Written by Ajay Saroya
June 02, 2024 12:32 IST
PM Modi: સરકાર બનતાની સાથે જ પીએમ મોદી લેશે મોટા નિર્ણયો, 100 દિવસના રોડમેપ પર આજે કરશે મહત્વની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Photo - @BJP4India)

PM Modi Meetings Review: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સરકારની રચના પહેલા આજે 7 મુદ્દાઓ પર બેઠક કરવા જઈ રહ્યા છે. તેમાં મુખ્યત્વે નવી સરકારના 100 દિવસના રોડમેપ તેમજ દેશના અનેક વિસ્તારોમાં ચાલી રહેલા હીટ વેવ અને ભયંકર તડકા, પૂર્વોત્તરમાં આવેલા વાવાઝોડા અંગે બેઠક યોજાશે.

4 જૂન લોકસભા ચૂંટણી 2024 પરિણામ જાહેર થશે

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને સમાપ્ત થયું હતું. પરિણામ 4 જૂને જાહેર કરવામાં આવશે. પરંતુ પીએમ મોદીએ આગામી સરકારની તૈયારી શરૂ કરી દીધી છે. આગામી નવી સરકારના 100 દિવસના રોડ મેપ પર ચર્ચા કરવા માટે તેઓ પીએમ મોદી સાથે બેઠક કરશે. મોદી આ બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે હાજર રહેવાના છે.

Lok Sabha Elections 2024, lok sabha election news, lok sabha election PM modi
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી – photo x – @narendramodi

આ સાથે જ પીએમ મોદી દેશના લગભગ તમામ ભાગોમાં હીટ વેવ અને ભયંકર લૂ ની સ્થિતિનો પણ તાગ મેળવશે. ગરમી અને ગરમ પવનના કારણે દરરોજ લોકોના મોત થઇ રહ્યા છે, ચૂંટણી ફરજ દરમિયાન ઘણા લોકોના મોત પણ થઇ ચૂક્યા છે. આ સાથે જ પીએમ મોદી પૂર્વોત્તર રાજ્યોમાં રેમલ ચક્રવાતની પણ સમીક્ષા કરશે. સાથે જ પ્રભાવિત રાજ્યોની સ્થિતિની પણ સમીક્ષા કરવામાં આવશે.

આ પણ વાંચો | નહેરુના ગ્રેટ રેકોર્ડ ની બરાબરી કરશે મોદી! લોકસભા ચૂંટણી 2024 એક્ઝિટ પોલની 8 મોટી વાત

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ વિશે બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસ પર પણ બેઠક કરવા જઈ રહ્યા છે. જે અંતર્ગત મોટા પાયે પર્યાવરણ દિનની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. જેની સમીક્ષા બેઠક દ્વારા કરવામાં આવશે. આ બેઠકમાં ગરમી અને લૂ તેમજ વાવાઝોડા અને પર્યાવરણ સહિત કુલ 7 મુદ્દાઓ પર ચર્ચા થવાની છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ