સ્મૃતિ ઈરાનીથી અનુરાગ ઠાકુર સુધી, મોદી સરકાર 2.0ના 20 દિગ્ગજ ચહેરા, જે આ કેબિનેટમાં જોવા નહીં મળે!

Narendra Modi Swearing-in Ceremony: ભાજપના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી હતી. પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે

Written by Ashish Goyal
June 09, 2024 16:14 IST
સ્મૃતિ ઈરાનીથી અનુરાગ ઠાકુર સુધી, મોદી સરકાર 2.0ના 20 દિગ્ગજ ચહેરા, જે આ કેબિનેટમાં જોવા નહીં મળે!
ભાજપના નેચા સ્મૃતિ ઇરાની અને અનુરાગ ઠાકુર (તસવીર - સોશિયલ મીડિયા)

Prime Minister Narendra Oath Taking Ceremony : નરેન્દ્ર મોદી ત્રીજી વખત પીએમ પદના શપથ ગ્રહણ રવિવારે કરશે. મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જે સાંસદોને ફોન આવી ચૂક્યો છે તેઓ ખુશી ખુશીથી શપથ ગ્રહણની તૈયારી કરી રહ્યા છે. પરંતુ જે દિગ્ગજ સાંસદોએ ફોન નથી આવ્યા તેમને લઇને અસમંજસની સ્થિતિ છે.

ભાજપના 20 દિગ્ગજોના નામ સામે આવ્યા છે, જેમને મોદી સરકાર 2.0માં ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીઓ મળી હતી. પરંતુ આ વખતે તેમના નામ યાદીમાંથી ગાયબ છે. અત્યાર સુધી ન તો તેમને કોઈ ફોન આવ્યો છે કે ન તો તેઓ પીએમ આવાસ પર યોજાયેલી બેઠકમાં સામેલ થયા છે. જોકે કેટલાક એવા નામ પણ છે જે ચૂંટણી જીત્યા નથી.

આ 20 નેતાઓને નહીં મળે કેબિનેટમાં સ્થાન

  • સ્મૃતિ ઈરાની
  • અનુરાગ ઠાકુર
  • રાજીવ ચંદ્રશેખર
  • અર્જુન મુંડા
  • નારાયણ રાણે
  • નિશિથ પ્રમાણિક
  • અજય મિશ્રા ટેની
  • અજય ભટ્ટ
  • સાધ્વી નિરંજન જ્યોતિ
  • મીનાક્ષી લેખી
  • રાજકુમાર રંજન સિંહ
  • જનરલ વી.કે.સિંહ
  • આર.કે.સિંહ
  • સુભાષ સરકાર
  • જ્હોન બારલા
  • ભારતી પંવાર
  • અશ્વિની ચૌબે
  • રાવસાહેબ દાનવે
  • કપિલ પાટીલ
  • ભાગવત કરાડ

આ પણ વાંચો – મોદી કેબિનેટ 2024: નરેન્દ્ર મોદી 3.0 સરકારમાં કેબિનેટ મંત્રીઓની ફાઈનલ યાદી!

એવો મત છે કે ગૃહ, નાણા, સંરક્ષણ અને વિદેશ જેવા હેવીવેઇટ પોર્ટફોલિયો ઉપરાંત શિક્ષણ અને સંસ્કૃતિ, મજબૂત વૈચારિક રંગ ધરાવતા બે મંત્રાલયો ભાજપ પાસે રહેશે. જ્યારે તેના સાથી પક્ષોને પાંચથી આઠ કેબિનેટ બર્થ મળી શકે છે.

અમિત શાહ અને રાજનાથ સિંહ જેવા નેતાઓને પાર્ટીમાં નવા કેબિનેટમાં નિશ્ચિતતા તરીકે જોવામાં આવે છે, શિવરાજ સિંહ ચૌહાણ , બસવરાજ બોમ્માઈ , મનોહર લાલ ખટ્ટર અને સર્બાનંદ સોનોવાલ જેવા લોકસભાની ચૂંટણીમાં જીત મેળવનારા ભૂતપૂર્વ મુખ્યમંત્રીઓ સરકારમાં જોડાવાના પ્રબળ દાવેદાર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ