પીએમ મોદીએ પોલેન્ડની ધરતીથી દુનિયાને આપ્યો મોટો સંદેશો, કહ્યું – સમસ્યાનું સમાધાન રણભૂમિમાં ના થઇ શકે

PM Narendra Modi Poland Visit : પીએમ મોદીએ કહ્યું - કોઈ પણ સંકટમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલામાં વહેલી તકે પુનઃસ્થાપના માટે ડાયલોગ અને ડિપ્લોમેસીનું સમર્થન કરીએ છીએ

Written by Ashish Goyal
August 22, 2024 17:34 IST
પીએમ મોદીએ પોલેન્ડની ધરતીથી દુનિયાને આપ્યો મોટો સંદેશો, કહ્યું – સમસ્યાનું સમાધાન રણભૂમિમાં ના થઇ શકે
PM Narendra Modi Poland Visit Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની મુલાકાતે છે (તસવીર - બીજેપી ટ્વિટર)

PM Narendra Modi Poland Visit Updates : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની મુલાકાતે છે. 45 વર્ષ પછી ભારતના કોઈ વડા પ્રધાન પોલેન્ડ પહોંચ્યા છે. આ દરમિયાન તે અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લઈ રહ્યા છે. પીએમ મોદીએ પોલેન્ડની ધરતી પરથી આખી દુનિયાને સંદેશો આપતા કહ્યું કે વિકાસના માર્ગમાં યુદ્ધ સૌથી મોટો અવરોધ છે, તેથી ભારત વાતચીત અને ચર્ચાના માર્ગે ચાલે છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ આપણા બધા માટે ઘણી ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. કોઈ પણ સંકટમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલામાં વહેલી તકે પુનઃસ્થાપના માટે ડાયલોગ અને ડિપ્લોમેસીનું સમર્થન કરીએ છીએ.

પીએમ મોદીના ભાષણની ખાસ વાતો

  • વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત અને પોલેન્ડ આંતરરાષ્ટ્રીય મંચ ઉપર પણ નજીકથી આગળ વધી રહ્યા છે. બંને દેશો સંમત છે કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા એ સમયની જરૂરિયાત છે.

  • પીએમે કહ્યું કે ભારત પોલેન્ડની કંપનીઓને મેક ઇન ઇન્ડિયામાં જોડાવા અને મેક ફોર ધ વર્લ્ડમાં જોડાવા આમંત્રણ આપીને. ભારતે ફિન્ટેક, ફાર્મા, સ્પેસ જેવા ક્ષેત્રોમાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આ ક્ષેત્રોમાં અમારો અનુભવ પોલેન્ડ સાથે શેર કરતા અમને આનંદ થશે. બંને નેતાઓની બેઠક પહેલા આ મુલાકાત સાથે જોડાયેલ એક મહત્વપૂર્ણ પાસું આઈટી ક્ષેત્ર સાથે પણ જોડાયેલું હતું.

  • પીએમ મોદીએ કહ્યું કે પોલેન્ડ અને ભારત આ વર્ષે આપણા રાજદ્વારી સંબંધોની સ્થાપનાની 70 મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છે. આ પ્રસંગે બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં પરિવર્તિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને પોલેન્ડ વચ્ચેના સંબંધો લોકશાહી અને કાયદાના શાસન જેવા સાઝા મૂલ્યો પર આધારિત છે.

આ પણ વાંચો – પીએમ મોદી યુક્રેન પ્રવાસ : કોઈ ટ્રેક નહીં, મિસાઈલ હુમલો નહીં, બખ્તરબંધ ટ્રેનથી પીએમ મોદી જશે યુક્રેન, શું છે ટ્રેનની વિશેષતા?

  • પીએમે કહ્યું કે જાન્યુઆરી 2025માં પોલેન્ડ યૂરોપિયન યૂનિયનનું પ્રમુખપદ સંભાળશે. મને વિશ્વાસ છે કે તમારો સહયોગ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના સંબંધોને મજબૂત બનાવશે. યુક્રેન અને પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ આપણા બધા માટે ઘણી ચિંતાનો વિષય છે. ભારત દ્રઢપણે માને છે કે યુદ્ધના મેદાનમાં કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવી શકાતો નથી. કોઈ પણ સંકટમાં નિર્દોષ લોકોના જીવ ગુમાવવા એ સમગ્ર માનવતા માટે સૌથી મોટો પડકાર બની ગયો છે. અમે શાંતિ અને સ્થિરતાની વહેલાસર પુનઃસ્થાપના માટે ડાયલોગ અને ડિપ્લોમેસીનું સમર્થન કરીએ છીએ.

  • પીએમ મોદીએ કહ્યું કે આજે 45 વર્ષ બાદ ભારતના કોઇ વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે આવ્યા છે. મને આ સૌભાગ્ય મારા ત્રીજા કાર્યકાળની શરૂઆતમાં મળ્યો છે. આ પ્રસંગે હું પોલેન્ડની સરકાર અને અહીંના લોકોનો વિશેષ આભાર વ્યક્ત કરું છું. 2022માં યુક્રેન સંકટ દરમિયાન ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બહાર કાઢવા માટે તમે જે ઉદારતા બતાવી હતી તે અમે ભારતવાસી ક્યારેય ભૂલી શકીશું નહીં.

હવે દરેક સમાચાર તમારા મોબાઇલમાં, લેટેસ્ટ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે સોશિયલ મીડિયામાં Facebook | Twitter | Instagram સાથે જોડાઓ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ