PM Narendra Modi Speaks to Shubhanshu Shukla : અંતરિક્ષમાં ગયેલા શુભાંશુ શુક્લા સાથે પીએમ મોદીએ ખાસ વાતચીત કરી છે, તેમની એક તસવીર પણ સામે આવી છે. તસવીરમાં પીએમ મોદીના ચહેરા પર સ્માઈલ છે અને શુભાંશુ સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. પીએમઓએ આ વાતચીત વિશે માહિતી આપી છે. પીએમ મોદીએ વાતચીત દરમિયાન શુભાંશુની પ્રશંસા તો કરી જ છે, સાથે જ ગગનયાન મિશનનો પહેલો અધ્યાય પણ ગણાવ્યો છે.
શુભાંશુએ જણાવ્યું – શું-શું ખાવાની ચીજો લઇને ગયા
પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન શુભાંશુ શુક્લાએ કહ્યુ કે હું અહીં એકદમ ઠીક છુ, ઘણુ સારુ લાગે છે, એક નવો અનુભવ છે. તેમણે એ વાત પર પણ જોર આપ્યું કે અહીં ઘણા પડકારો છે, પીએમ મોદી સાથે વાતચીત દરમિયાન તેમણે પોતાના પગ બાંધવા પડ્યા હતા. શુભાંશુએ એ પણ માહિતી આપી હતી કે તે પોતાની સાથે ગાજરનો હવાલ, મગની દાળનો હલવો અને કેરીનો રસ પણ લઇને ગયા છે. તેઓ બધાને ભારતની સંસ્કૃતિનો અનુભવ કરાવવા માંગે છે.
પીએમ મોદીનો ખાસ સંદેશ
પીએમ મોદીએ શુભાંશુને એક ખાસ સંદેશ પણ આપ્યો અને કહ્યું કે આજે હું વિશ્વાસ સાથે કહી શકું છું કે ભારતના ગગનયાન મિશનની સફળતાનો આ પ્રથમ અધ્યાય છે. તમારી ઐતિહાસિક યાત્રા માત્ર અંતરિક્ષ સુધી જ મર્યાદિત નથી, પરંતુ તે વિકસિત ભારતની આપણી યાત્રાને એક ઝડપી ગતિ અને નવી તાકાત આપશે. ભારત હવે દુનિયા માટે અંતરિક્ષની નવી સંભાવનાઓના દ્વાર ખોલવા જઈ રહ્યું છે. હવે ભારત માત્ર ઉડાન ભરશે નહીં, ભવિષ્યમાં નવી ઉડાનો માટે મંચ તૈયાર કરશે.
આ પણ વાંચો – VIDEO: ‘નમસ્કાર ફ્રોમ સ્પેસ’, સ્પેસમાંથી શુભાંશુ શુક્લાનો પ્રથમ વીડિયો મેસેજ, જાણો શું-શું કહ્યું
પીએમ મોદીની યુવાનોને અપીલ
વડાપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે શુભાંશુ, ચંદ્રયાનની સફળતા બાદ દેશના બાળકો અને યુવાનોમાં વિજ્ઞાન પ્રત્યે એક નવો રસ જાગ્યો છે, અવકાશને એક્સપ્લોર કરવાનો જુસ્સો વધ્યો છે. હવે તમારી આ ઐતિહાસિક મુલાકાત એ સંકલ્પને વધુ મજબૂત કરી રહી છે. આજે બાળકો ફક્ત આકાશ તરફ જોતા નથી, તેઓ વિચારે છે કે તેઓ ત્યાં પહોંચી શકે છે. આ વિચારસરણી, આ અનુભૂતિ જ આપણા ભવિષ્યના અવકાશ અભિયાનોનો ખરો પાયો છે.
શુભાંશુનો વાયરલ વીડિયો
જણાવી દઈએ કે પહેલા એ નક્કી હતું કે પીએમ મોદી સ્પેસ સ્ટેશનમાં શુભાંશુ શુક્લા સાથે વાત કરવાના છે. આ જ કડીમાં શનિવારે આ તસવીર સામે આવી છે. આ પહેલા શુભાંશુના કેટલાક વીડિયો મેસેજ જરૂર સામે આવ્યા છે જ્યાં તે સ્પેસ સ્ટેશન પહોંચીને ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યો હતો. તેમના તરફથી સતત કહેવામાં આવી રહ્યું છે કે આ તેમની એકમાત્ર સિદ્ધિ નથી પરંતુ સમગ્ર દેશ માટે ગર્વની ક્ષણ છે.
શું છે એક્ઝિયોમ-4 મિશન?
એરફોર્સના ગ્રુપ કેપ્ટન અને અવકાશયાત્રી શુભાંશુ શુક્લા એક્ઝિયોમ-4 મિશન પર ગયા છે. તેઓ 14 દિવસ સુધી સ્પેસ સ્ટેશનમાં રહેવાના છે. આ મિશનની વાત કરીએ તો આ આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનનું ચોથું ખાનગી માનવ અંતરિક્ષયાન મિશન છે, તેને અંતરિક્ષના વ્યાપારિકરણની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હવે જણાવવામાં આવી રહ્યું છે કે આ મિશન દ્વારા તમામ અવકાશયાત્રીઓ માઈક્રોગ્રેવિટીમાં 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરવા જઈ રહ્યા છે.
શુભાંશુએ સ્પેસ સ્ટેશન પહોંચીને કહી હતી આવી વાત
ગ્રુપ કેપ્ટન શુભાંશું શુક્લાએ સ્પેસએક્સ લાઇવ સ્ટ્રીમ દરમિયાન કહ્યું કે બધાને નમસ્કાર ફ્રોમ સ્પેસ. ગઈકાલથી મને કહેવામાં આવ્યું છે કે હું ઘણો ઊંઘી રહ્યો છું, જે એક સારો સંકેત છે. હું સારી રીતે તેનાથી ટેવાઈ રહ્યો છું, હુ નજારાનો આનંદ માણી રહ્યો છું, સમગ્ર અનુભવનો આનંદ લઇ રહ્યો છું. હું એક બાળકની જેમ શીખી રહ્યો છું. અવકાશમાં કેવી રીતે ચાલવું અને કેવી રીતે ખાવું. ભૂલો કરવી એ સારી વાત છે, પરંતુ બીજા કોઈને પણ આવું કરતા જોવાનું વધુ સારું છે.