પીએમ મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી. પીએમે ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન પાઠવ્યા

PM Narendra Modi : પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી. પીએમે ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન પાઠવ્યા

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
donald trump with pm modi | donald trump | pm modi

Donald Trump With PM Modi: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Express File Photo)

PM Narendra Modi : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી હતી. બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ વડાપ્રધાન મોદીએ પ્રથમ વખત ટ્રમ્પ સાથે ટેલિફોનિક વાતચીત કરી છે.

Advertisment

પીએમ મોદીએ પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ વિશે માહિતી આપી હતી. વાતચીત દરમિયાન, બંને નેતાઓએ બે સૌથી મોટા લોકશાહી દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર ચર્ચા કરી હતી અને વૈશ્વિક શાંતિ અને સ્થિરતા માટે સાથે મળીને કામ કરવાની તેમની સહિયારી પ્રતિબદ્ધતા પર ભાર મૂક્યો હતો.

પીએમ મોદીએ શું કહ્યું

પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું કે મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વાતચીત કરવાથી ખુશી થઈ. તેમના ઐતિહાસિક બીજા કાર્યકાળ માટે તેમને અભિનંદન પાઠવ્યા. અમે પારસ્પરિક લાભદાયક અને ભરોસાપાત્ર ભાગીદારી માટે કટિબદ્ધ છીએ. આપણે આપણા લોકોના કલ્યાણ અને વૈશ્વિક શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે મળીને કામ કરીશું.

આ પણ વાંચો - અમેરિકા કેમ એરપોર્ટ પરથી ભારતીયોને પરત મોકલી રહ્યું છે? જાણો ડોનાલ્ડ ટ્રમ્પનો નવો આદેશ

Advertisment
https://twitter.com/narendramodi/status/1883882348439089490

20 જાન્યુઆરીએ અમેરિકન સરકારના આમંત્રણ પર ટ્રમ્પના શપથ ગ્રહણ સમારોહમાં વિદેશ મંત્રી એસ જયશંકરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તે ટ્રમ્પ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પત્ર લઈ ગયા હતા. રાષ્ટ્રપતિ બન્યા પછી પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ડોનાલ્ડ ટ્રમ્પને અભિનંદન પાઠવ્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા india દેશ PM Narendra Modi