ખેડૂતો માટે ખુશીના સમાચાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 21મો હપ્તો આ તારીખે મળશે

PM KISAN Samman Nidhi 21st instalment : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21માં હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરને બુધવારના રોજ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો 21મો હપ્તો રિલીઝ કરશે

Written by Ashish Goyal
Updated : November 18, 2025 18:16 IST
ખેડૂતો માટે ખુશીના સમાચાર, પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો 21મો હપ્તો આ તારીખે મળશે
PM Kisan Yojana Installment : પીએમ કિસાન યોજના હેઠળ સરકાર ખેડૂતોને 6000 રૂપિયાની વાર્ષિક સહાય આપે છે. (Photo: @pmkisanofficial)

PM KISAN Samman Nidhi 21st instalment : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 21માં હપ્તાની રાહ જોઇ રહેલા ખેડૂતોની આતુરતાનો અંત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 19 નવેમ્બરને બુધવારના રોજ તામિલનાડુના કોઇમ્બતુર ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના”નો 21મો હપ્તો રિલીઝ કરશે. આ કાર્યક્રમના માધ્યમથી વડાપ્રધાન દેશના ખેડૂતો સાથે સંવાદ કરીને વિશેષ સંબોધન કરશે. જે અનુસંધાને ગાંધીનગર ખાતે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કૃષિ રાજ્ય મંત્રી રમેશ કટારાની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાશે.

ગુજરાતના આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને સહાય

આ સંદર્ભે વિગતો આપતા કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે પીએમ કિસાન યોજનાના 21માં હપ્તા પેટે સમગ્ર દેશના 9 કરોડથી વધુ ખેડૂતોને 18,000 કરોડ રુપિયાથી વધુની સહાય વિતરણ કરવામાં આવશે. જે પૈકી ગુજરાતના આશરે 49.31 લાખથી વધુ ખેડૂત પરિવારોને 986 કરોડ રુપિયાથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં જમા કરવામાં આવશે.

આ સમારોહમાં મુખ્યમંત્રીના હસ્તે પીએમ કિસાન સમ્માન નિધિ યોજનાના લાભાર્થીઓ ઉપરાંત વિવિધ કૃષિ અને બાગાયત યોજનાના લાભાર્થી ખેડૂતોને પણ સહાય-મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવશે.

આ પણ વાંચો – વંદે ભારત સ્લીપર ટ્રેન 180 કિમીની ઝડપે દોડી, ટ્રાયલ રન પૂર્ણ, જાણો હવે આગળ શું?

રાજ્ય કક્ષાના કાર્યક્રમ ઉપરાંત દરેક ICAR, કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટીઓ, રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રો ખાતે પણ આ કાર્યક્રમનું આયોજન કરીને વડાપ્રધાનના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમોમાં વિવિધ પદાધિકારી-અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહેશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ-કિસાન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ભારતના કુલ 11 કરોડથી વધુ ખેડૂત પરિવારોને 20 હપ્તાના માધ્યમથી કુલ 3,91,000 કરોડ રુપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. જે અન્વયે ગુજરાતના લાભાર્થી ખેડૂત પરિવારોને પણ 20 હપ્તાના માધ્યમથી અત્યાર સુધીમાં કુલ 21,086 કરોડ રુપિયાથી વધુની સહાય સીધી તેમના બેન્ક ખાતામાં ચૂકવવામાં આવી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ