PM Narendra Modi On Vande Mataram Debate : રાષ્ટ્રગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ અંગે 8 ડિેસમ્બર, 2025ના રોજ દેશની સંસદમાં એક મહત્વપૂર્ણ ચર્ચા થઈ હતી. આ ચર્ચાની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરી હતી. ઇતિહાસના ઘણા પ્રસંગોનો ઉલ્લેખ કરતા, તેમણે 1906માં એક ક્રાંતિકારી ઘટનાનો ઉલ્લેખ કર્યો, જ્યાં એવું માનવામાં આવે છે કે વંદે માતરમનો ધ્વજ લઇ હજારો લોકો બ્રિટિશ શાસન વિરુદ્ધ એક્ઠાં થયા હતા. આ એક એવું આંદોલન હતું જેમાં હિન્દુઓ તેમજ મુસ્લિમોએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
આ તે સમય હતો જ્યારે સમગ્ર દેશમાં વંદે માતરમનો નારો ગુંજી રહ્યો હતો. અંગ્રેજ સરકાર આ સૂત્રને બિલકુલ સહન કરી શકી ન હતી. તેમને લાગ્યું કે આ સૂત્ર જનતાને બળવો કરવા માટે પ્રેરિત કરી રહ્યું છે. આ સૂત્ર સામે ઘણા શહેરો અને રાજ્યોમાં પોલીસ કાર્યવાહી શરૂ થઈ ગઈ હતી. લોકોને પકડવામાં આવતા હતા, અત્યાચાર ગુજારવામાં આવતા હતા.
આવી જ એક ઘટના 20 મે 1906ના રોજ બારીસાલમાં બની હતી, જે હાલમાં બાંગ્લાદેશમાં સ્થિત છે. હકીકતમાં, ત્યાં વંદે માતરમના સમર્થનમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં 10 હજારથી વધુ લોકો જોડાયા હતા. આ આંદોલનની સૌથી સુંદર વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ બંને ખભે થી ખભા મિલાવીને એકતાનો મોટો સંદેશ આપ્યો હતો.
વંદે માતરમના વધતા પ્રભાવ અને લોકોની એકતા જોઈને અંગ્રેજ સરકાર ગભરાઈ ગઈ હતી. આ પછી તેણે ઘણા કડક પગલા લીધા. તે સમયે પૂર્વ બંગાળ પ્રાંતની સરકારે શાળાઓ અને કોલેજોમાં વંદે માતરમ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો હતો. ઘણી શૈક્ષણિક સંસ્થાઓને માન્યતા રદ કરવાની ધમકી પણ આપવામાં આવી હતી. સાથે જ આવી કોઈ પણ રાજકીય ચળવળમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
બારીસાલ સમ્મેલનને એટલા માટે મહત્ત્વનું માનવામાં આવે છે, કારણ કે બ્રિટિશ સરકારે આ શાંતિપૂર્ણ પ્રદર્શનને પોલીસ લાઠીચાર્જ કરવા વિખેરી નાખ્યું હતું. આ સંમ્મેલન પછી, સ્વદેશી આંદોલનને નવી ગતિ મળી અને વ્યાપક જનસમર્થન મળ્યું હતું.
સંસદ શિયાળું સત્રમાં ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવા પર ચર્ચા થઇ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં આ ચર્ચાની શરૂઆત કરી હતી. પીએમ મોદીએ ‘વંદે માતરમ’ની ગૌરવ યાત્રાને યાદ કરી. તેમણે કહ્યું કે અંગ્રેજોના ષડયંત્ર વિરુદ્ધ ‘વંદે માતરમ્’ ગાવામાં આવ્યું હતું. વધુ વાંચવા અહીં ક્લિક કરો





