PM Narendra Modi With Cow Video : વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પ્રાણીઓ સાથે પણ વિશેષ લગાવ છે. પીએમ મોદી પોતાના સરકારી આવાસમાં ગૌ સેવા પણ કરે છે. પીએમ હાઉસમાં ઘણી ગાયો પણ રહે છે. તેમાંથી એક ગાયે વાછરડાને જન્મ આપ્યો છે. આ વાછરડા સાથેનો વીડિયો વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.
પીએમ મોદીનો આ વીડિયો જોત-જોતામાં વાયરલ થઇ ગયો છે અને લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરવા લાગ્યા છે. વીડિયોમાં વડાપ્રધાન વાછરડા સાથે એવી રીતે રમી રહ્યા છે જેમ એક માતા પોતાના બાળક સાથે રમે છે.
પ્રધાનમંત્રીએ નવા મહેમાનનું નામ દીપજ્યોતિ રાખ્યું
વાયરલ વીડિયોમાં પીએમ મોદીએ કહ્યું કે તેમણે આ વાછરડાનું નામ ‘દીપજ્યોતિ’ રાખ્યું છે. પીએમે મોદીએ જણાવ્યું કે આ વાછરડાના માથા પર જ્યોતિનું ચિહ્ન છે તેથી જ તેમણે તેનું નામ દીપજ્યોતિ રાખ્યું છે. વીડિયોમાં પીએમ મોદી તે વાછરડાને પંપાળી રહ્યા છે. તેના ગળામાં માળા છે અને પીએમ મોદી એક શાલ વાછરડાને ઓઢાડી રહ્યા છે.
આ ગાયોની વિશેષતા
પીએમ મોદીનો મકરસંક્રાંતિના અવસર પર ગાયને ઘાસચારો ખવડાવતો એક વીડિયો પણ સામે આવ્યો હતો. પ્રધાનમંત્રી આવાસ પર ઘણી ગાયોનો ઉછેર કરવામાં આવ્યો છે. ઘણીવાર તેમની સાથે પીએમ મોદી સમય પસાર કરતા જોવા મળે છે. તે સામાન્ય ગાયોથી થોડી અલગ દેખાય છે. આ ગાયો પુંગનુર નસ્લની છે અને આંધ્ર પ્રદેશ સાથે સંબંધ રાખે છે. તેમની લંબાઈ માત્ર અઢીથી ત્રણ ફૂટ જ હોય છે.
આ વિશ્વની સૌથી નાની ગાય છે. હવે આ ગાયો લુપ્ત થવાની શક્યતા છે. કદાચ આ કારણે જ પીએમ મોદી આ ગાયોને પોતાના નિવાસ સ્થાને લાવ્યા હતા જેથી સામાન્ય લોકો પણ ગાયના સંરક્ષણને લઇને જાગૃત થઇ શકે.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ વીડિયો ઘણો વાયરલ થઇ રહ્યો છે અને લોકો પીએમની પ્રશંસા કરી રહ્યા છે. વાયરલ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે એક જ દિલ હૈ મોદી જી, કેટલી વખત જીતશો. અન્ય એક યુઝરે આ વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું કે આજનો સૌથી સુંદર વીડિયો, ગૌમાતાના આશીર્વાદ સદાય બન્યા રહે, એમ જ કોઇ નરેન્દ્ર મોદી બની જતા નથી.
આ પણ વાંચો – યોગી આદિત્યનાથે કહ્યું – જ્ઞાનવાપી જ સાક્ષાત વિશ્વનાથ છે, દુર્ભાગ્યવશ લોકો તેને મસ્જિદ કહી રહ્યા છે
એક યુઝરે લખ્યું છે કે વડાપ્રધાન નિવાસ પર ગૌમાતા, આ દેશ વિજ્ઞાનમાંથી ભારતીય સંસ્કૃતિમાં બદલાઈ ગયો છે મોદી જી, સનાતન વિરોધીઓની ઇર્ષા મોદીજી ઓછી નહીં થવા દે. ગઈકાલના દર્દમાંથી હજુ વિપક્ષો બહાર આવ્યા નથી આજે બીજું આપી દીધું.