PMFBY: ખેડૂત માટે ખુશખબર! પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં આ 2 નુકસાન પણ કવર થશે, કૃષિ મંત્રીની જાહેરાત

PMFBY: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મોટો ફેરફાર કર્યા છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, વીમા પાક યોજના હેઠળ સરકાર વન્ય પ્રાણીઓ અને પાણી ભરાવાના કારણે પાકની ભરપાઈ પણ કરશે.

Written by Ajay Saroya
Updated : November 21, 2025 12:37 IST
PMFBY: ખેડૂત માટે ખુશખબર! પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં આ 2 નુકસાન પણ કવર થશે, કૃષિ મંત્રીની જાહેરાત
Pradhan Mantri Fasal Bima Yojana : પ્રધાનમંત્રી પાક વીમા યોજના. (Photo: @pmfby)

PMFBY: દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં મોટો ફેરફાર કર્યો છે. કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું કે પીએમએફબીવાયની નવી પ્રક્રિયા હેઠળ સરકાર જંગલી પ્રાણીઓ અને પાણી ભરાવાના કારણે થયેલા નુકસાનની ભરપાઈ પણ કરશે.

PMFBY: પ્રધાનમંત્રી પાક વીમામાં હવે આ નુકસાનનો સમાવેશ થાય છે

કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખેડૂતોને અભિનંદન આપતા કહ્યું કે, હું તમને આનંદ સાથે જણાવી રહ્યો છું કે આ બંને નુકસાનને પાક પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનામાં પણ આવરી લેવામાં આવ્યા છે. જો વન્ય પ્રાણીઓ પાકને નુકસાન પહોંચાડે છે તો નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવશે અને જો પાણી ભરાવાના કારણે પાકને નુકસાન થશે તો નુકસાનની ભરપાઈ પણ કરવામાં આવશે.

નુકસાનની જાણ 3 દિવસની અંદર કરવી પડશે

સુધારેલી જોગવાઈઓ અનુસાર, વન્ય પ્રાણીઓ દ્વારા પાકના નુકસાનને જોખમ શ્રેણીના પાંચમા ‘એડ-ઓન કવર’ તરીકે માન્યતા આપવામાં આવી છે. પાકના નુકસાનની જાણ 72 કલાકની અંદર એટલે કે 3 દિવસની અંદર કરવાની રહેશે. ખેડૂતે પાક વીમા એપ્લિકેશન પર જીઓ ટેગ કરેલા ફોટા સાથે તેની જાણ કરવાની રહેશે.

જંગલી પ્રાણીઓથી પાકને નોંધપાત્ર નુકસાન

જંગલી ડુક્કર, નીલગાઈ વગેરે જેવા જંગલી પ્રાણીઓના હુમલાને કારણે ભારત લાંબા સમયથી પાક નુકસાનનો સામનો કરી રહ્યું છે. આવા નુકસાનને હજી સુધી પાક વીમા યોજના દ્વારા આવરી લેવામાં આવ્યા ન હતા. જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું હતું.

બીજી તરફ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ડાંગરના ખેડૂતોને વધુ વરસાદ અને પાણી ભરાવાના કારણે ભારે નુકસાન થઈ રહ્યું છે. 2018માં સ્થાનિક આપત્તિ કેટેગરીમાંથી આ જોખમને દૂર કરવાથી ખેડૂતો માટે એક વિશાળ સંરક્ષણ અંતર ઊભું થયું હતું. આ નિર્ણયથી જે ખેડૂતોને સ્થાનિક સ્તરે પાકનું નુકસાન થાય છે તેમને હવે આ વીમા યોજના હેઠળ સમયબદ્ધ અને ટેકનોલોજી આધારિત દાવાની પતાવટનો લાભ મળશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ