/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/04/Power-outrage.jpg)
સોમવારે સ્પેન અને પોર્ટુગલના ઘણા શહેરોની લાઇટ અચાનક બંધ થઇ ગઇ હતી (ફાઇલ ફોટો)
power outage in spain and portugal : યુરોપના બે દેશોમાં અચાનક વીજળી ગુલ થઇ ગઇ હતી. જેના કારણે ત્યાંનું બધું કામ ઠપ પડી ગયું હતું. સોમવારે સ્પેન અને પોર્ટુગલના ઘણા શહેરોની લાઇટ અચાનક બંધ થઇ ગઇ હતી. જેને કારણે ત્યાં મેટ્રો નેટવર્ક, ફોન લાઇન, ટ્રાફિક લાઇટ અને એટીએમ મશીન પ્રભાવિત થયા હતા. બંને દેશોમાં વીજળી કાપ ભાગ્યે જ જોવા મળે છે. સ્પેનિશ જનરેટર રેડ ઇલેક્ટ્રીકાએ જણાવ્યું હતું કે તેની અસર ઇબેરિયન પેનિન્સુલા પર પડી છે અને આ ઘટનાનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
સ્પેન અને પોર્ટુગલની કુલ વસ્તી 5 કરોડથી વધુ છે. તે તરત સ્પષ્ટ થઈ શક્યું નથી કે કેટલા લોકોને અસર થઈ છે. સ્પેનની જાહેર ટીવી ચેનલ આરટીવીઇએ જણાવ્યું હતું કે સ્થાનિક સમય પ્રમાણે બપોર પછી જ દેશના અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઇ હતી. જેના કારણે તેના ન્યૂઝરૂમ, મેડ્રિડમાં સ્પેનની સંસદ અને દેશભરના સબવે સ્ટેશનો અંધારામાં ડૂબી ગયા હતા.
સ્પેનમાં વીજળીના વપરાશમાં અચાનક ઘટાડો
સ્પેનની ઇલેક્ટ્રિસિટી નેટવર્કની વેબસાઇટ પર દેશભરમાં માંગ દર્શાવતો ગ્રાફ બપોરે 12:15 વાગ્યાની આસપાસ 27,500 મેગાવોટથી ઘટીને 15,000 મેગાવોટની નજીક આવી ગયો હતો. થોડા કલાકો પછી સ્પેનના વીજ નેટવર્ક ઓપરેટરે જણાવ્યું હતું કે તે દ્વીપકલ્પના ઉત્તર અને દક્ષિણમાં વીજ પુરવઠો પુન:સ્થાપિત કરી રહ્યું છે, જે દેશભરમાં ધીમે ધીમે વીજ પુરવઠો પુન:સ્થાપિત કરવામાં મદદ કરશે.
આ પણ વાંચો - ઇરાનની પોર્ટ સિટીમાં ભીષણ બ્લાસ્ટ, 4 ના મોત, 500થી વધુ ઇજાગ્રસ્ત
લગભગ 10.6 મિલિયન લોકોની વસતી ધરાવતા દેશ પોર્ટુગલમાં રાજધાની લિસ્બન અને તેની આસપાસના વિસ્તારોમાં તેમજ દેશના ઉત્તરીય અને દક્ષિણ ભાગોમાં કાપ મૂકવામાં આવ્યો હતો. પોર્ટુગીઝ સરકારે કહ્યું કે આ ઘટના દેશની બહારની સમસ્યાઓથી ઉભી થઈ છે.
પોર્ટુગલમાં શું થયું?
પોર્ટુગીઝ અખબાર એક્સપ્રેસોના જણાવ્યા અનુસાર સ્પેનના કેબિનેટ મંત્રી લીતાઓ અમરોએ કહ્યું હતું કે એવું લાગે છે કે તે સ્પેનમાં વિતરણ નેટવર્કની સમસ્યા હતી. પોર્ટુગીઝ ડિસ્ટ્રિબ્યુટર ઇ-રેડ્સે જણાવ્યું હતું કે આ આઉટેજ યુરોપિયન પાવર સિસ્ટમમાં સમસ્યાના કારણે થયો હતો. એક્સપ્રેસોના જણાવ્યા અનુસાર કંપનીએ કહ્યું હતું કે નેટવર્કને સ્થિર કરવા માટે તેણે કેટલાક વિસ્તારોમાં વીજળી કાપ મૂકવો પડ્યો હતો. ઇ-રેડ્સે કહ્યું કે ફ્રાન્સના કેટલાક ભાગો પણ પ્રભાવિત થયા છે.
રિપોર્ટ મુજબ લિસ્બનની ઘણી મેટ્રોને ખાલી કરાવવામાં આવી હતી. પોર્ટુગલમાં કોર્ટોનું કાપ પણ ઠપ થઇ ગયું હતું. એટીએમ અને ઇલેક્ટ્રોનિક ચુકવણી પ્રણાલીને અસર થઈ હતી. લિસ્બનમાં ટ્રાફિક લાઇટોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તેમજ મોબાઇલ ફોન નેટવર્ક પર કોલ કરવાનું શક્ય ન હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us