/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Prajwal-Revanna-Arrest.jpg)
Prajwal Revanna Arrest: પ્રજ્વલ રેવન્નાની બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. જેડી(એસ)ના સસ્પેન્ડેડ નેતા પ્રજ્વલ રેવન્ના ધરપકડ બાદ મેડિકલ તપાસ માટે ગયા હતા. (Express photo by Jithendra M)
Prajwal Revanna Case: પ્રજ્વલ રેવન્ના જાતીય સતામણીના આરોપમાં 7 દિવસની જ્યુડિશયલ કસ્ટડીમાં છે. બેંગલુરુની એક કોર્ટે શુક્રવારે જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડેડ સાંસદ પ્રજ્વલ રેવાન્નાને 7 દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઇટી) પ્રજ્વલા રેવન્ના સામે જાતીય સતામણીના આરોપોની તપાસ કરી રહી છે. જજ કે.એન. શિવકુમારે એસઆઈટી મારફતે દાખલ કરેલી અરજી પર પ્રજ્વલ રેવન્નાને 6 જૂન સુધી SITની કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે.
પ્રજ્વલ રેવન્ના સામે જાતીય સતામણીની તપાસ માટે એસઆઈટી દ્વારા રેવન્નાની પૂછપરછ કરવામાં આવશે. એસઆઈટીએ મેડિકલ ચેકઅપ બાદ રેવન્નાને કોર્ટમાં રજૂ કર્યો હતો. અદાલતે તેને 7 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે.
પ્રજ્વલ રેવન્ના સામે જાતીય સતામણીના 3 કેસ દાખલ
જર્મનીથી પરત બેંગલુરુ આવ્યા પછી તરત જ પ્રજ્વલ રેવાન્નાની ધરપકડ કરવામાં આવી હતી. રેવાન્ના પર મહિલાઓ સામે જાતીય સતામણીનો આરોપ છે. તેની સામે અત્યાર સુધીમાં ત્રણ કેસ દાખલ કરવામાં આવ્યા છે. કર્ણાટકની હસન લોકસભા બેઠકથી સાંસદ પ્રજ્વલ રેવન્ના લોકસભા ચૂંટણી માટે પોતાના મતવિસ્તારમાં વોટિંગ કર્યાના એક દિવસ બાદ 27 એપ્રિલે જર્મની ભાગી ગયો હતો.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/05/Prajwal-Revanna-obscene-video-case-after-facts.jpg)
રેવન્ના પ્રજ્વલની બેંગ્લોર એરપોર્ટ પરથી ધરપકડ
ગુરુવારે મોડી રાત્રે જ્યારે પ્રજ્વલ રેવન્ના બેંગલુરુ એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મહિલા આઇપીએસ અધિકારીઓની આગેવાનીમાં મહિલા પોલીસ કર્મચારીઓની એક ટીમ તેમની સામે જારી કરવામાં આવેલા ધરપકડ વોરંટનો અમલ કરવા માટે તેમની રાહ જોઇ રહી હતી. જર્મનીથી અહીં આવ્યા બાદ તરત જ પ્રજ્વલ રેવન્નાની એસઆઈટીએ ધરપકડ કરી હતી અને તેની પૂછપરછ કરી રહી હતી.
કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરે શુક્રવારે જણાવ્યું હતું કે મહિલાઓની જાતીય સતામણીનો સામનો કરી રહેલા પ્રજ્વલ રેવન્નાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી અને આગળની કાનૂની કાર્યવાહી ચાલુ રહેશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us