Suraj Revanna: સેક્સ સ્કેન્ડલમાં પ્રજ્વલ રેવન્નાના ભાઈ સૂરજ રેવન્નાની ધરપકડ, જેડીએસ કાર્યકર્તા સાથે યૌન શોષણનો આરોપ

Suraj Revanna Arrested: કર્ણાટક સેક્સ કાંડમાં પ્રજ્વલ રેન્નાના ભાઇ અને જેડી(એસ)ના એમએલસી સૂરજ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ પાર્ટીના 27 વર્ષીય યુવા કાર્યકર્તાનું કથિત યૌન ઉત્પીડન કરવાના આરોપ છે.

Suraj Revanna Arrested: કર્ણાટક સેક્સ કાંડમાં પ્રજ્વલ રેન્નાના ભાઇ અને જેડી(એસ)ના એમએલસી સૂરજ રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. તેની વિરુદ્ધ પાર્ટીના 27 વર્ષીય યુવા કાર્યકર્તાનું કથિત યૌન ઉત્પીડન કરવાના આરોપ છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
suraj revanna | suraj revanna care | karnataka sex scandal

Suraj Revanna: સૂરજ રેવન્ના (Photo - @iSurajRevann)

Suraj Revanna Arrested: કર્ણાટક સેક્સ કાંડમાં ફસાયેલા પ્રજ્વલ રેવન્ના ના ભાઈ અને જનતા દળ (સેક્યુલર)ના એમએલસી સૂરજ રેવન્નાની પણ હસન પોલીસે ધરપકડ કરી છે. સૂરજ પર જેડીએસ કાર્યકર્તા સાથે અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધવાનો આરોપ છે. કર્ણાટકમાં પોલીસે શનિવારે જેડી(એસ)ના એમએલસી સૂરજ રેવન્ના વિરુદ્ધ પાર્ટીના 27 વર્ષીય યુવા કાર્યકર્તાની કથિત રીતે યૌન ઉત્પીડન કરવાના આરોપમાં કેસ નોંધ્યો છે. સૂરજ રેવાન્નાના નજીકના સાથીએ કથિત પીડિત વિરુદ્ધ ગેરવર્તણુકનો કેસ દાખલ કર્યાના એક દિવસ પછી આ કેસ સામે આવ્યો છે.

Advertisment

હોલેનારસીપુરા ગ્રામીણ પોલીસે શનિવારે આ કેસમાં આઈપીસીની કલમ 377 (અકુદરતી શારીરિક સંબંધ), 342 (કેદ), 506 (શાંતિના ભંગ માટે ઇરાદાપૂર્વકનું અપમાન) અને 34 (સામાન્ય ઇરાદા) હેઠળ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો. પોલીસે આ કેસમાં સૂરજ રેવાન્ના અને શિવકુમાર બંનેને આરોપી બનાવ્યા છે. કેસ નોંધતા પહેલા પીડિતે રાજ્યના ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકને ફરિયાદ કરી હતી.

પોલીસ એફઆઈઆર અનુસાર, પીડિતા 16 જૂને સાંજે 6.15 વાગ્યાની આસપાસ હસન જિલ્લાના હોલેનારસીપુરામાં એક ફાર્મહાઉસમાં સૂરજ રેવાન્નાને મળવા ગયા હતો. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે એમએલસીએ તેના કપડાં કાઢીને તેની જાતીય સતામણી કરી હતી અને ધમકી આપી હતી કે જો તે આ અંગે કોઈની સામે મોં ખોલશે તો તેના પરિવારને જાનથી મારી નાખશે. ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે સૂરજ રેવન્નાએ તેમને નોકરી અપાવવાની અને રાજકારણમાં લાવવાની ખાતરી આપી હતી.

પોલીસ ફરિયાદમાં પીડિતે જણાવ્યું હતું કે, "મેં શિવકુમાર (સૂરજ રેવન્નાના એક સહયોગ)ને આ ઘટના વિશે જાણ કરી હતી અને તેમને કહ્યું હતું કે હું ન્યાય માટે લડીશ. બાદમાં શિવકુમારે મારું મોઢું ન ખોલવાના બદલામાં મને 2 કરોડ રૂપિયાની ઓફર કરી હતી. મારા જીવને જોખમ છે એ ડરથી હું બેંગ્લુરુ આવી ગયો. હું મારા આક્ષેપોને સમર્થન આપવા માટે પુરાવા આપવા તૈયાર છું. ’

Advertisment

તો બીજી બાજુ શિવકુમારે આરોપ લગાવ્યો હતો કે આ વ્યક્તિએ (કથિત પીડિતા) ખોટા આરોપો લગાવ્યા હતા. તેના બદલે તે ખોટી રીતે વસૂલી કરી રહ્યો છે. તેણે 5 કરોડ રૂપિયાની માંગ કરી અને બાદમાં 2 કરોડ રૂપિયામાં સમજૂતી થઇ.

શિવકુમારની ફરિયાદના આધારે, પોલીસે શુક્રવારે કથિત પીડિત સામે આઈપીસીની કલમ 384 (ખંડણી), 506 (ગુનાહિત ધાકધમકી) અને 34 (કાવતરામાં અન્ય વ્યક્તિઓની સંડોવણી) હેઠળ કેસ નોંધ્યો હતો.

સૂરજ અને પ્રજ્વલ જેડી(એસ)ના ધારાસભ્ય એચ ડી રેવન્ના અને ભવાની રેવન્નાના પુત્રો છે. એચડી રેવાન્ના અને તેની પત્ની ભવાની પર ખુદ પ્રજ્વલના કથિત જાતીય હુમલોનો ભોગ બનેલા એકનું અપહરણ કરવાનો આરોપ છે.

ગુજરાતી ન્યૂઝ ટ્રેન્ડિંગ ન્યૂઝ કર્ણાટક