શું છે ડિપ્લોમેટિક પાસપોર્ટ અને તેની કેટલી હોય છે તાકાત? જેનો ઉપયોગ કરી જર્મની ભાગી ગયો પ્રજ્વલ રેવન્ના?

Prajwal Revanna Case: જેડીએસના પૂર્વ નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાના હાલમાં ઘણા અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. આ કેસ સામે આવ્યા બાદ તે બેંગલુરુથી જર્મની ચાલ્યો ગયો છે. જેના કારણે સવાલો ઉભા થયા છે કે તે આખરે કેવી રીતે દેશ છોડીને ચાલ્યો ગયો.

Prajwal Revanna Case: જેડીએસના પૂર્વ નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાના હાલમાં ઘણા અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. આ કેસ સામે આવ્યા બાદ તે બેંગલુરુથી જર્મની ચાલ્યો ગયો છે. જેના કારણે સવાલો ઉભા થયા છે કે તે આખરે કેવી રીતે દેશ છોડીને ચાલ્યો ગયો.

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
prajwal revanna, Prajwal Revanna Case

જેડીએસના પૂર્વ નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્ના પર ગંભીર આરોપ લાગ્યા છે. (Express Archives)

Prajwal Revanna Case: જેડીએસના પૂર્વ નેતા અને સાંસદ પ્રજ્વલ રેવન્ના લોકસભા ચૂંટણી માટે એનડીએના ઉમેદવાર છે અને હાલમાં જ તેમના અશ્લીલ વીડિયો સામે આવ્યા છે. જેના કારણે કર્ણાટકના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. તેના પર અનેક મહિલાઓની જાતીય સતામણી કરવાનો આરોપ છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ કેસ સામે આવ્યા બાદ તે બેંગલુરુથી જર્મની ચાલ્યો ગયો છે. જેના કારણે સવાલો ઉભા થયા છે કે તે આખરે કેવી રીતે દેશ છોડીને ચાલ્યો ગયો.

Advertisment

વિદેશ મંત્રાલયે માહિતી આપી છે કે પ્રજ્વલ રેવાન્નાએ જર્મની જવા માટે ભારતના ડિપ્લોમેટિક પાસપોર્ટનો ઉપયોગ કર્યો હતો. હવે સવાલ એ ઊભો થાય છે કે આ પાસપોર્ટ શું છે અને તેની પાસે કેટલી તાકાત છે કે આટલા ગંભીર આરોપોથી ઘેરાયેલા હોવા છતાં પ્રજ્વલ રેવન્ના આસાનીથી ભારત છોડીને જર્મની ચાલ્યા ગયા.

ડિપ્લોમેટિક પાસપોર્ટ શું છે?

ભારતનો ડિપ્લોમેટિક પાસપોર્ટ બ્રાઉન કલરનો હોય છે, જ્યારે કોમન પાસપોર્ટ બ્લૂ રંગના હોય છે. પુખ્ત વયના લોકો માટેના સામાન્ય પાસપોર્ટની માન્યતા 10 વર્ષની હોય છે, જ્યારે ડિપ્લોમેટિક પાસપોર્ટ સામાન્ય રીતે 5 વર્ષ માટે માન્ય હોય છે. તેની વેલિડિટી પીરિયડ ઓછી કે વધારે હોઈ શકે છે. તેમાં 28 પાના હોય છે અને સામાન્ય ભાષામાં તેને 'ટાઇપ ડી' પાસપોર્ટ પણ કહેવામાં આવે છે.

આ પણ વાંચો - મેં પહેલા જ કહ્યું હતુ કે શહેજાદે વાયનાડમાં હારના ડરથી પોતાના માટે બીજી સીટ શોધી રહ્યા છે : પીએમ મોદી

Advertisment

5 પ્રકારના પાસપોર્ટ હોય છે

વિદેશ મંત્રાલયના કોન્સ્યુલર, પાસપોર્ટ અને વિઝા ડિવિઝન સામાન્ય રીતે 5 કેટેગરીમાં આવતા લોકોને ડિપ્લોમેટિક પાસપોર્ટ આપે છે.

  • પ્રથમ – રાજદ્વારી દરજ્જો ધરાવતા લોકો
  • બીજો – સત્તાવાર કામ માટે વિદેશ જઇ પહેલા ભારત સરકાર દ્વારા નિયુક્ત વ્યક્તિ
  • ત્રીજો – ભારતીય વિદેશ સેવા (આઈએફએસ)ના શાખા એ અને બી ના અધિકારીઓ
  • ચોથો – વિદેશ મંત્રાલય અને આઈએફએસ અધિકારીઓના સંબંધીઓ અને નજીકના પરિવારો
  • પાંચમો – સરકાર તરફથી આધિકારિક મુસાફરી કરનાર વ્યક્તિઓ

સાંસદોને પણ મળે છે રાજદ્વારી પાસપોર્ટ

ભારતીય સાંસદોને પણ ડિપ્લોમેટિક પાસપોર્ટ મળે છે, જેમને સરકાર તરફથી સત્તાવાર યાત્રા કરવા માટે અધિકૃત હોય છે. તેમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોનો પણ સમાવેશ થાય છે, જેઓ સરકારનું પ્રતિનિધિત્વ કરવા માટે અવારનવાર વિદેશ પ્રવાસ કરે છે. આ પાસપોર્ટની વેલિડિટી સાંસદના કાર્યકાળ સમાન હોય છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સંસદમાંથી ગેરલાયક ઠેરવ્યા હતા ત્યારે તેમણે પોતાનો રાજદ્વારી પાસપોર્ટ સરેન્ડર કરી દીધો હતો.

ડિપ્લોમેટિક વિઝામાં શું છૂટ છે?

રાજદ્વારી પાસપોર્ટ ધરાવતા ભારતીયોને વિદેશમાં ઘણી છૂટ મળે છે. જેમાં યજમાન દેશમાં ધરપકડ, અટકાયત અને કેટલીક કાનૂની કાર્યવાહીમાંથી છૂટનો પણ સમાવેશ થાય છે. આ લોકોને વિદેશમાં ભારતીય દૂતાવાસ, કોન્સ્યુલેટ અને ડિપ્લોમેટિક મિશન સુધી પહોંચ મળી જાય છે.

જો કોઈની પાસે ડિપ્લોમેટિક પાસપોર્ટ હોય તો મોટાભાગના દેશોમાં તેમને વિઝાની જરૂર પડતી નથી. જો વિઝા જરૂરી હોય તો પણ તેની પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે અને તેના વિઝા સરળતાથી પાસ થઈ જાય છે.

india કર્ણાટક દેશ