Prashant Kishor : પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં હાર માટેના 3 કારણ જણાવ્યા, જન સુરાજ પાર્ટી 1 બેઠક પણ ન જીતી શકી

Bihar Election Result 2025: પ્રશાંત કિશોરે તેમની જન સુરાજ પાર્ટીની બિહાર વિધાનસભા ચૂંટણીમાં હાર માટે કેટલાક મોટા પરિબળોને જવાબદાર ઠેરવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લી ઘડીએ મહિલાઓના ખાતામાં પૈસા મોકલવા નિર્ણાયક હતા.

Written by Ajay Saroya
November 23, 2025 13:54 IST
Prashant Kishor : પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં હાર માટેના 3 કારણ જણાવ્યા, જન સુરાજ પાર્ટી 1 બેઠક પણ ન જીતી શકી
Prashant Kishor : પ્રશાંત કિશોર જન સુરાજ પાર્ટીના સ્થાપક અને ચૂંટણી રણનીતિકાર (ફાઇલ ફોટો)

Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ પ્રશાંત કિશોર (પીકે) એ હવે તેમની જન સુરાજ પાર્ટીના નબળા પ્રદર્શન વિશે પ્રતિક્રિયા આપી છે. તેમના તાજેતરના વીડિયો અને ઇન્ટરવ્યૂથી સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ બિહારના રાજકારણમાંથી પીછેહઠ કરવાના નથી અને જનતાના મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખશે.

આ જ એપિસોડમાં ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા પીકેએ પોતાની હારના ઘણા કારણો આપ્યા હતા. પીકે કહે છે કે ચૂંટણી પ્રક્રિયામાં ઘણું બધું છે જે સારી રીતે બંધબેસતું નથી. તેમણે કહ્યું કે ઘણા આંકડા, બૂથ પેટર્ન અને મતદાનના વલણો છે જે ક્ષેત્રમાંથી મળેલા પ્રતિસાદ સાથે મેળ ખાતા નથી.

પ્રશાંત કિશોરે તેમની હારના કારણ જણવ્યા

પ્રશાંત કિશોરે બિહાર ચૂંટણીમાં તેમની હાર માટે કેટલાક કારણોને જવાબદાર ગણાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, છેલ્લી ઘડીએ મહિલાઓના ખાતામાં પૈસા મોકલવા નિર્ણાયક હતા. પીકેએ દાવો કર્યો હતો કે મતદાન પહેલા 50,000 મહિલાઓના ખાતામાં પૈસા મોકલવામાં આવ્યા હતા, જે એનડીએની તરફેણમાં ગયા હતા.

લાલુ ફેક્ટર અને જંગલ રાજનો ડર પણ પીકેની હારનું એક કારણ લાગે છે. તેમના જણાવ્યા અનુસાર, ઘણા મતદારોના મનમાં હજી પણ ડર છે કે જંગલ રાજ પાછો આવી શકે છે. આનાથી એનડીએને પણ એક ધાર મળી. પ્રશાંત કિશોરે આરોપ લગાવ્યા હતા કે, આ ચૂંટણીમાં “ક્યાંક અદ્રશ્ય બળ કામ કરી રહ્યું છે”. તેમણે કહ્યું કે લાખો મત એવા પક્ષોને પણ ગયા છે જેમને કોઈ જાણતું પણ નથી.

પીકેએ એમ પણ કહ્યું કે ઘણા લોકો તેમને ઇવીએમ અંગે ફરિયાદ કરવાની સલાહ આપી રહ્યા છે, પરંતુ તેમની પાસે પુરાવા નથી.

પ્રશાંત કિશોરની જન સુરાજ પાર્ટીની કારમી હાર

પ્રશાંત કિશોરની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણીમાં 238 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. પરંતુ તેમને એક પણ બેઠક મળી ન હતી. બીજી તરફ એનડીએ પરત ફરી છે અને જંગી જનાદેશ સાથે 202 બેઠકો જીતી છે. તાજેતરમાં જ નીતિશ કુમારે ફરી એકવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા છે, જ્યારે ભાજપના સમ્રાટ ચૌધરીને પણ ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ