Prayagraj Mahakumbh Fire News: મહાકુંભમાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે, અનેક ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે મહાકુંભના સેક્ટર 22માં આ ઘટના બની છે, કોઇ જાનહાનિના સમાચાર નથી. કહેવામાં આવી રહ્યું છે કે લોકો સમયસર બહાર આવી ગયા હતા અને તેના કારણે મોટો અકસ્માત ટળ્યો હતો.
આ વખતે મહાકુંભમાં આગ કેવી રીતે લાગી?
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે મહાકુંભનું સેક્ટર 22 ઝુસીના છતનાગ ઘાટ અને નાગેશ્વર ઘાટની વચ્ચે આવે છે. અહીં આવેલા ટેન્ટમાં અચાનક આગ લાગી હતી અને લોકો તેનાથી એલર્ટ થઈને બહાર આવ્યા હતા. શ્રદ્ધાળુઓએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને ફાયર બ્રિગેડે ઘટના સ્થળે જ આગ બુઝાવવાનું શરૂ કરી દીધું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે 15 પંડાલને બળી ગયા છે.
આ પહેલા ગીતા પ્રેસના પંડાલોમાં લાગી હતી આગ
આ પહેલા 19 જાન્યુઆરીએ મહાકુંભમાં પણ આવી જ આગ લાગી હતી, જ્યારે આ ઘટના ગીતા પ્રેસના પંડાલોમાં બની હતી. આગ એટલી ભયાનક હતી કે એક સિલિન્ડરમાં બ્લાસ્ટ પણ થયો હતો. તે આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા હતા અને ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઇ હતી. એ અકસ્માત બાદ અનેક તકેદારી રાખવામાં આવી છે, પરંતુ ફરી આવી ઘટના બની છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
આ પણ વાંચો – મહાકુંભ મેળામાં નાસભાગ થતા 30 મોત, મૃતકોમાં ગુજરાતી શ્રદ્ધાળુ સામેલ
મહાકુંભમાં નાસભાગ મચી હતી
મૌની અમાવસ્યાના દિવસે મહાકુંભમાં ભાગદોડ મચી ગઈ છે, તે અકસ્માતમાં 30 શ્રદ્ધાળુઓના મોત થયા છે, ઘણા ઘાયલ પણ થયા છે. એવું માનવામાં આવે છે કે સંગમ નોઝમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થવાના કારણે ભાગદોડ જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યાં જમીન પર સૂતેલા શ્રદ્ધાળુઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ અકસ્માતમાં જેટલા પણ યાત્રાળુઓના મોત થયા છે, તેમને સરકાર દ્વારા 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે.