Prayagraj: પ્રયાગરાજમાં મૌની અમાસ પર અવિમુક્તેશ્વરનંદના શિષ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, શંકરાચાર્યનો સ્નાન કરવા ઇનકાર

Prayagraj Mauni Amavasya : મૌની અમાસ નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીના જુલુસને પોલીસે સંગમ ઘાટ પર જતા અટકાવ્યો હતો, જેના કારણે તણાવ વધ્યો હતો.

Prayagraj Mauni Amavasya : મૌની અમાસ નિમિત્તે પ્રયાગરાજમાં ભક્તોની ભીડ એકઠી થઈ ગઈ છે. આ દરમિયાન શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીના જુલુસને પોલીસે સંગમ ઘાટ પર જતા અટકાવ્યો હતો, જેના કારણે તણાવ વધ્યો હતો.

author-image
Ajay Saroya
New Update
avimukteshwaranand | Avimukteshwaranand Saraswati

Avimukteshwaranand Saraswati : શંકરાચાર્ય અભિમુક્તેશ્વરનંદ સરસ્વતી. Photograph: (Social Media)

Prayagraj News: આજે મૌની અમાસ પર એક તરફ પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં કરોડો શ્રદ્ધાળુઓ ગંગા નદીમાં સ્નાન કરવા આવ્યા છે. તો બીજી તરફ શંકરાચાર્ય અભિમુક્તેશ્વરનંદ સરસ્વતીના સમર્થકો અને યુપી પોલીસ વચ્ચે ધર્ષણ થયું છે, જેના કારણે શંકરાચાર્યએ સંગમમાં સ્નાન કરવાનો ઇનકાર કરી દીધો છે.

Advertisment

હકીકતમાં જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીના કાફલાને પોલીસે સંગમ કિનારે જતા અટકાવ્યો હતો, જે બાદ સમગ્ર મેળા વિસ્તારમાં પરિસ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ છે. પોલીસનું કહેવું છે કે મૌની અમાસના કારણે મેળા વિસ્તારને નો વ્હીકલ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેના કારણે શંકરાચાર્યજીને પણ આગળ વધવા દેવામાં આવ્યા ન હતા. જ્યારે પોલીસે અવિમુક્તેશ્વરનંદના કાફલાને રોક્યો ત્યારે તેમના સમર્થકો અને પોલીસકર્મીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી.

પોલીસ પર સંતોની માર મારવાનો આરોપ

હાલ શંકરાચાર્યની શોભાયાત્રા અટકી ગયું છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. તે જ સમયે, શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરનંદ સરસ્વતીએ કહ્યું કે મોટા અધિકારીઓ સંતની હત્યા કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સંતની હત્યા કરવામાં આવી રહી છે, જે ખોટું છે.

Advertisment

મૌની અમાસ પર પ્રયાગરાજમાં 1 કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગામાં ડુબકી લગાવી

આજે મૌની અમાસ નિમિત્ત પ્રયાગરાજમાં સવારે 8 વાગે સુધીમાં એક કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ ગંગા નદીમાં સ્નાન કર્યું છે. હિંદુ ધર્મમાં મૌની અમાસનું બહુ મહત્વ છે. હડ થીજવતી ઠંડી અને ગાઢ ઠંડીમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે મોટી સંખ્યામાં લોકો પ્રયાગરાજ પહોંચ્યા છે. કોઇ અનિશ્ચિનિય ઘટના ન બને તે માટે સરકાર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, મહા માસમાં પ્રયાગરાજમાં માઘ મેળો યોજાય છે. 

દેશ ઉત્તર પ્રદેશ