રાષ્ટ્રપતિ પુતિનના સ્વાગત પછી પીએમ મોદીએ કહ્યું - ભારત રશિયાની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી

Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને રિસીવ કરવા માટે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને પુતિને દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટથી રવાના થતા એક જ કારમાં યાત્રા કરી હતી

Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને રિસીવ કરવા માટે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને પુતિને દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટથી રવાના થતા એક જ કારમાં યાત્રા કરી હતી

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
putin modi meeting

પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું (તસવીર - પીએમ મોદી ટ્વિટર)

President Vladimir Putin India Visit Updates : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું દિલ્હીના પાલમ એરપોર્ટ પર સ્વાગત કર્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી હતી. પીએમ મોદીએ પોતના સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું કે મારા મિત્ર, રાષ્ટ્રપતિ પુતિનનું ભારતમાં સ્વાગત કરતા મને ઘણો આનંદ થઇ રહ્યો છે. આજે સાંજે અને આવતીકાલે અમારી વાતચીત માટે આતુર છીએ. ભારત-રશિયાની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી છે અને જેનાથી અમારા લોકોને ઘણો ફાયદો થયો છે.

Advertisment

આ દરમિયાન વિદેશ મંત્રાલય રશિયાએ ટ્વિટ કર્યું કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન બે દિવસના રાજકીય પ્રવાસે ભારત પહોંચ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન નેતાનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

પીએમ મોદી અને પુતિન એક જ કારમાં બેસ્યા

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને રિસીવ કરવા માટે પીએમ મોદી એરપોર્ટ પહોંચ્યા હતા અને ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. પીએમ મોદી અને પુતિને દિલ્હીના પાલમ ટેકનિકલ એરપોર્ટથી રવાના થતા એક જ કારમાં યાત્રા કરી હતી. આ પછી પીએમ નરેન્દ્ર મોદી અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પીએમના સત્તાવાર નિવાસસ્થાન 7 લોક કલ્યાણ માર્ગ પહોંચ્યા હતા. જ્યાં ડિનરમાં આયોજન કરવામાં આવ્યું છે.

Advertisment

આ પણ વાંચો - મળને પણ લઇ જાય છે મોસ્કો, રશિયાના રાષ્ટ્રપતિની યાત્રા દરમિયાન કેવી રીતે કરવામાં આવે છે સુરક્ષા? જાણો

પુતિન ભારતના બે દિવસીય રાજકીય પ્રવાસ પર છે. તે 5 ડિસેમ્બરે દિલ્હીમાં પીએમ મોદી સાથે 23મી ભારત-રશિયા વાર્ષિક સમિટમાં ભાગ લેશે. પુતિનના ભારત પહોંચ્યા પહેલા રશિયાના ઘણી મંત્રી દિલ્હી પહોંચી ગયા છે. તેમાં ડિપ્ટી પ્રધાનમંત્રી ડેનિસ માંતુરોવ અને રક્ષા મંત્રી સર્ગેઇ શોઇગુ જેવા મોટા નામ સામેલ છે.

વ્લાદિમીર પુતિન india રશિયા PM Narendra Modi