/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/07/Police.jpg)
પ્રતિકાત્મક તસવીર (Express File Photo) Photograph: (Express File Photo)
Punjab Terror Plot Foiled : પંજાબ પોલીસે શનિવારે જણાવ્યું હતું કે તેણે વિદેશમાં સ્થિત આતંકવાદી ગેંગનો પર્દાફાશ કર્યો છે અને બે લોકોની ધરપકડ કરી છે અને આરડીએક્સથી ભરેલા અત્યાધુનિક વિસ્ફોટક ઉપકરણ (આઈઈડી) જપ્ત કર્યા છે. આ સાથે જ પોલીસે આતંકી ષડયંત્રને નિષ્ફળ બનાવવાનો દાવો કર્યો છે.
વિદેશી આતંકી ગેંગનો પર્દાફાશ
પોલીસ મહાનિદેશક ગૌરવ યાદવે 'એક્સ' પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એસએએસ નગર પોલીસના સ્ટેટ સ્પેશિયલ ઓપરેશન સેલ (એસએસઓસી) એ ગુપ્તચર માહિતીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું અને વિદેશી આતંકવાદી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. ઓપરેશન દરમિયાન, ડ્યુઅલ ડિટોનેશન મિકેનિઝમ (રિમોટ અને ટાઈમર) સાથે સજ્જ લગભગ 2.5 કિલો વજનનો સંપૂર્ણ રીતે તૈયાર આરડીએક્સ ભરેલું આઇઇડી, ગ્લોક પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો.
ડીજીપીએ જણાવ્યું હતું કે વિદેશી એજન્ટોની સૂચના પર કામ કરી રહેલા બે આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે ટાર્ગેટ અંગે વધુ સૂચના માટે, તેઓએ એસબીએસ નગર બાયપાસ નજીક આઈઈડી છુપાવ્યો હતો. વિસ્ફોટક પદાર્થ અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસની તપાસ ચાલુ છે.
ગુરદાસપુરમાં બે પોલીસ કર્મચારીની ગોળી મારીને હત્યા
ઉલ્લેખનીય છે કે, પંજાબમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ઘણીવાર સામે આવે છે. નોંધનિય છે કે, ગયા મહિને ગુરદાસપુરમાં એક ચેકપોસ્ટ પરથી બે પોલીસ કર્મચારીના મૃતદેહ મળી આવ્યા હતા. તેને ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાના એક દિવસ બાદ પાકિસ્તાનમાં રહેતા ગેંગસ્ટર શહઝાદ ભટ્ટીએ સોશિયલ મીડિયા પર એક કથિત વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં એક અજાણ્યો શૂટર એક પોલીસકર્મી પર નજીકથી ગોળીબાર કરતો જોવા મળી રહ્યો છે.
આ અસમર્થિત વીડિયો તહરીક-એ-તાલિબાન હિન્દુસ્તાન દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો, જેણે રવિવારની હત્યાની જવાબદારી લીધી હતી. પોલીસે આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. તે જ સમયે, એક આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે.
આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું હતું કે- વાતાવરણ બગાડનારાઓને અમે છોડીશું નહીં. પાકિસ્તાને હત્યારાઓને સ્પોન્સર કર્યા હતા. પરંતુ તે માત્ર પંજાબ પર હુમલો નહોતો, તે દેશ પર હુમલો હતો. પંજાબ ભારતનું પ્રવેશદ્વાર છે. પંજાબ પોલીસ અને બીએસએફના બહાદુર જવાનો ભારત પરના દરેક હુમલાને રોકવા માટે મજબૂતીથી ઉભા છે.
/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us