Rahul Gandhi US Visit: રાહુલ ગાંધી 3 દિવસ અમેરિકા જશે, પીએમ મોદી પણ 23 સપ્ટેમ્બર મુલાકાતે જશે

Rahul Gandhi US Visit: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસની તમામ તૈયારીઓ ઓવરસીઝ કોંગ્રેસના વરિષ્ઠ નેતા સામ પિત્રોડાએ કરી છે.

Written by Ajay Saroya
September 01, 2024 07:35 IST
Rahul Gandhi US Visit: રાહુલ ગાંધી 3 દિવસ અમેરિકા જશે, પીએમ મોદી પણ 23 સપ્ટેમ્બર મુલાકાતે જશે
Rahul Gandhi: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી. (Photo: @rahulgandhi / PMO)

Rahul Gandhi US Visit: લોકસભામાં વિપક્ષના નેતા અને અમેઠીથી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી 8 થી 10 સપ્ટેમ્બર વચ્ચે અમેરિકાની મુલાકાતે જશે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ તેમની મુલાકાત અંગે માહિતી આપી છે. સામ પિત્રોડાનું કહેવું છે કે જ્યારથી રાહુલ ગાંધી વિપક્ષના નેતા બન્યા છે ત્યારથી તેમને 32 દેશોમાંથી ભારતીય ડાયસ્પોરા, રાજનેતાઓ, શિક્ષણવિદો, બિઝનેસમેન વગેરે તરફથી રિક્વેસ્ટ મળી છે અને તે બધા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે વાત કરવા માંગે છે અને તેમના વિચારો વિશે જાણવા માંગે છે. નોંધનીય છે કે પીએમ મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકાના ન્યૂયોર્કની પણ મુલાકાત લેશે.

હકીકતમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસ વિશે કહ્યું હતું કે, રાહુલ ગાંધી 8 સપ્ટેમ્બરે ડલ્લાસમાં હશે. આ ઉપરાંત રાહુલ ગાંધી 9 અને 10 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન ડીસીમાં અલગ અલગ કાર્યક્રમોમાં ભાગ લેશે. સામ પિત્રોડાએ કહ્યું છે કે તેઓ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ અને ભારતીય સમુદાયના વિદ્યાર્થીઓને મળશે અને આ માટે એક મોટી ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રાહુલ ગાંધી અનેક ટેકનોક્રેટ્સને પણ મળવાના છે.

Hathrash accident Rahul Gandhi to visit hathras
રાહુલ ગાંધી ફાઈલ તસવીર – photo – X

રાહુલ ગાંધી સફળતાપૂર્વક અમેરિકાની મુલાકાત લે તેવી આશા (Rahul Gandhi US Visit)

સામ પિત્રોડાએ રાહુલ ગાંધીના અમેરિકા પ્રવાસને લઈને એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં તેમણે કહ્યું કે, અલગ-અલગ લોકો સાથે ઘણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. સામ પિત્રોડાનું કહેવું છે કે અમને લાગ્યું છે કે જે રાજ્યોમાં કોંગ્રેસ સત્તામાં છે ત્યાં પણ લોકોને વધારે રસ છે. સામ પિત્રોડાનું કહેવું છે કે તેમને આશા છે કે રાહુલ ગાંધીની અમેરિકા યાત્રા રાહુલ અને કોંગ્રેસ બંને માટે સફળ રહેશે.

પીએમ મોદી પણ સપ્ટેમ્બરમાં અમેરિકા જશે (PM Modi US Visit)

રાહુલ ગાંધી નો અમેરિકા પ્રવાસ એટલા માટે પણ મહત્વનો બની રહેવાનો છે કારણ કે રાહુલ ગાંધીની આ યાત્રા 10 સપ્ટેમ્બરે પૂરી થશે, જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 23 સપ્ટેમ્બરે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ભારતીયોને સંબોધિત કરવાના છે. આ ઉપરાંત પીએમ મોદી અમેરિકાના આ પ્રવાસમાં સંયુક્ત રાષ્ટ્ર સંમેલન કાર્યક્રમમાં સામેલ થઈને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને પણ સંબોધિત કરશે.

PM narendra Modi instructions Lateral entry banned
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફાઈલ તસવીર – photo – Jansatta

ન્યૂયોર્કમાં પીએમ મોદીના કાર્યક્રમ વિશે જણાવવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં 24 હજારથી વધુ પ્રવાસી ભારતીયોએ તેમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમની સંખ્યા હજુ વધી શકે છે.

આ પણ વાંચો | મોદી સરકારે RSS વડા મોહન ભાગવતની સુરક્ષા કેમ વધારી?

આવી સ્થિતિમાં, વડા પ્રધાન અને દેશના મુખ્ય વિપક્ષી નેતાની એક જ મહિનામાં અમેરિકાની મુલાકાત રાજદ્વારી અને રાજકીય દ્રષ્ટિએ ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ