/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/03/girl-student-fake-kidnapping-rajasthan-kota.jpg)
રાજસ્થાનના કોટામાં વિદ્યાર્થીનીએ નકલી અપહરણનું ષડયંત્ર રચ્યું (પ્રતિકાત્મક તસવીર)
Crime Story : રાજસ્થાનના કોટામાં એક વિદ્યાર્થીનીએ પોતાના જ અપહરણનું નકલી ષડયંત્ર રચ્યું. 21 વર્ષની યુવતીએ તેના વિદેશ પ્રવાસ માટે 30 લાખ રૂપિયા એકઠા કરવા માટે પોતાના જ અપહરણની નકલી કહાની રચી. પોલીસે બુધવારે આ જાણકારી આપી. પોલીસે દાવો કર્યો છે કે, વિદ્યાર્થિની તેના એક મિત્ર સાથે વિદેશ જવા માંગતી હતી, તેથી તેણે પોતાનું અપહરણ થયુ હોવાનું કાવતરું ઘડ્યું અને તેના પરિવાર પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણીની માંગ કરી.
ઉલ્લેખનીય છે કે, મધ્યપ્રદેશના એક વ્યક્તિએ પોલીસને ફરિયાદ કરી હતી કે, તેને તેની પુત્રીના ફોટા મળ્યા છે, જેમાં તેના હાથ-પગ બાંધેલા છે અને તેની પાસેથી 30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે.
માતા-પિતા પાસેથી 30 લાખની ખંડણી માંગવામાં આવી
કાવ્યાના માતા-પિતા મધ્ય પ્રદેશના શિવપુરીમાં રહે છે અને તેમને તાજેતરમાં 30 લાખ રૂપિયાની ખંડણી અને તેમની પુત્રીના હાથ-પગ બાંધેલી તસવીર મળી ત્યારે તેઓ ચોંકી ગયા હતા. 18 માર્ચે કાવ્યાના પિતા રઘુવીર ધાકડે કોટા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમની પુત્રીનું અપહરણ કરવામાં આવ્યું છે.
કોટાના પોલીસ અધિક્ષક અમૃતા દુહાને કહ્યું કે, પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, કાવ્યા છેલ્લીવાર મંગળવારે સાંજે ઈન્દોરમાં જોવા મળી હતી. તેમના જણાવ્યા અનુસાર તપાસમાં જાણવા મળ્યું કે, કોટામાં તેની માતા દ્વારા હોસ્ટેલમાં તેને મુક્યા બાદ કાવ્યા ઈન્દોર ગઈ હતી અને ત્યાં તેના બે પુરુષ મિત્રો સાથે રહેતી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર કાવ્યાનો એક મિત્ર તપાસમાં સહકાર આપી રહ્યો છે અને તેણે પોલીસને જણાવ્યું કે, કાવ્યા અને અન્ય એક મિત્ર વિદેશ જવા માંગતા હતા પરંતુ, તેમની પાસે પૂરતા પૈસા ન હોવાથી તેઓએ ખંડણી માટે અપહરણ કર્યું હતું. એવું માનવામાં આવે છે કે કાવ્યા અને અન્ય મિત્ર સાથે જ છે.
મામલો સીએમ સુધી પહોંચ્યો હતો
વિદ્યાર્થીના પિતાની ફરિયાદ બાદ કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા સાથે આ મુદ્દે વાત કરી હતી. સિંધિયાએ પીડિત પરિવારને આશ્વાસન આપ્યું હતું કે, વિદ્યાર્થીનીને ટૂંક સમયમાં અપહરણકારોના ચુંગાલમાંથી છોડાવવામાં આવશે.
આ પણ વાંચો - પ્રદીપ શર્મા : 25 વર્ષમાં 112 એન્કાઉન્ટર, અંડરવર્લ્ડ સાથેના સંબંધોના આરોપો, ચૂંટણી લડી… અને હવે આજીવન કેદ થઈ
કાવ્યા નામની આ છોકરીને તેની માતાએ અહીં હોસ્ટેલમાં રહેવા અને કોચિંગ ક્લાસ લેવા માટે છોડી દીધી હતી પરંતુ, ગયા વર્ષે તે માત્ર ત્રણ દિવસ અહીં રહી હતી. તે હજુ પણ મળી નથી. કોટા પોલીસના જણાવ્યા અનુસાર, છોકરી તેના માતા-પિતાને વિશ્વાસ અપાવવા માટે તસવીરો અને સંદેશા મોકલી રહી હતી કે, તે હજુ પણ કોટામાં જ છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us