રાજસ્થાન પ્રવાસ પ્લાન : વેકેશન માં ફરવા જવું છે, તો ગુજરાત થી નજીકના આ સ્થળો પ્રવાસને યાદગાર બનાવી દેશે

વેકેશન કે રજામાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો જોઈલો રાજસ્થાનના ટોપ 10 બેસ્ટ પ્રવાસન સ્થળ. જ્યાં મહેલ, પહાડ, હિલ સ્ટેશન, તળાવ, રણ અને જંગલ જેવી તમામ જગ્યાનો આનંદ લઈ પ્રવાસ યાદગાર બનાવી શકો છો.

Written by Kiran Mehta
Updated : April 18, 2024 16:05 IST
રાજસ્થાન પ્રવાસ પ્લાન : વેકેશન માં ફરવા જવું છે, તો ગુજરાત થી નજીકના આ સ્થળો પ્રવાસને યાદગાર બનાવી દેશે
રાજસ્થાન બેસ્ટ પ્રવાસન સ્થળ

Rajasthan Top 10 Tourism Places : રાજસ્થાન એટલે રાજાઓની ભૂમિ, રાજસ્થાનમાં અનેક મહેલ, પહાડ, હિલ સ્ટેશન, તળાવ, રણ અને જંગલ પણ છે. ગુજરાતીઓને બે વસ્તુ સૌથી વધુ ગમે એક ફરવાનું અને એક જમવાનું. આ માટે જ ગુજરાતનું પાડોશી રાજ્ય રાજસ્થાન ફરવા જવા માટે ગરમીમાં પણ હોટ ફેવરેટ રહેજ છે, સાથે અહીંની વાનગીઓ જોઈ મોંઢામાં પાણી આવી જાય.

આ રાજ્ય માત્ર ગુજરાત તથા દેશવાસીઓ જ નહી પરંતુ વિદેશી પ્રવાસીઓને પણ આકર્ષવામાં સફળ રહ્યું છે. જેમાં જયપુરના શાનદાર મહેલ, ઉદેપુરના તળાવ, મંદિરો, જેસલમેર રણ, માઉન્ટ આબુ જેવું હિલસ્ટેશન, રાજસ્થાનનું લોકનૃત્ય. તમને જણાવી દઈએ કે, ટુંક સમયમાં સ્કૂલોમાં પરીક્ષા પૂર્ણ થતા જ ગુજરાતીઓ ફરવા જવાનો પ્લાન બનાવશે, જો તમે પણ રાજસ્થાન ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો, અમે તમને રાજસ્થાનના શાનદાર ફરવાના સ્થળ, સહિતની માહિતી આપવા જઈ રહ્યા છીએ.

જયપુર

જયપુરને વિશ્વભરમાં પિંક સીટીના નામે પણ ઓળખવામાં આવે છે. રાજસ્થાનનો રાજધાની આ વિસ્તાર તની સૌદર્યતાથી બધાનું મન મોહી લે છે. જયપુર સીટીની દરેક બિલ્ડીંગને ગુલાબી રંગથી રંગવામાં આવી છે, જેથી તેને પિંક સીટી કહે છે. અહીં તમે સીટી પેલેસ, અંબર કિલ્લો, બિડલા મંદિર હવા મહેલ, આમેર કિલ્લો, જંતર મંતર, નાહર ગઢ કિલ્લો, સિટી પેલેસ, ચોકી ધાની, આલ્બર્ટ હોલ મ્યુઝિયમ અને બિરલા મંદિર વગેરે જોવાનો લાહ્વો લઈ શકો છો, આટલુ જ નહી અહીંના સૌથી પ્રસિદ્ધ બાપુ બજારમાં જઈ શોપિંગનો પણ આનંદ લઈ શકો છો, જ્યાં રાજસ્થાનની પરંપરાગત વસ્તુઓ – રંગબેરંગી જયપુરી દુપટ્ટા, રાજસ્થાની ઘરેણાં વગેરે અવનવી વેરાયટી મળે છે.

jaipur
જયપુર હવા મહેલ (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

જયપુર રેલવે લાઈન સાથે સંકળાયેલું છે. એટલે કે જયપુર રેલવે જંક્શન છે. આ સિવાય તમે હવાઈ મુસાફરી કરી આવવા માંગો છો તો, નજીકમાં સાંગાનેર હવાઈ મથક (12 કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી રાજસ્થાન જયપુર આવી શકો છો.

ઉદેપુર

ઉદેપુર શહેરને ઝિલો (તળાવ) નું શહેર કહેવાય છે. અહીં સુદર તળાવો લોકોનું આકર્ષનું કેન્દ્ર છે. આ સિવાય આ શહેર પહાડોથી ઘેરાયલુ છે, જેથી તેને રાજસ્થાનનું કાશ્મીર પણ કહેવામાં આવે છે. અહીં જયસમંદ ઝીલ એશિયાની સૌથી મોટી કુદરતી ઝીલ (તળાવ) કહેવામાં આવે છે. આ સિવાય તમે ઉદેપુરમાં પિછોલા તળાવ, ફતેહ સાગર તળાવ, સિટી પેલેસ, જગ મંદિર, ઉદય સાગર તળાવ, જગદીશ મંદિર, મોનસૂન પેલેસ, સ્વરૂપ સાગર, કુંભલગઢ કિલ્લો, સજ્જનગઢ કિલ્લો, વિન્ટેજ કાર મ્યુઝિયમ, એક્લિંગજી મંદિર, દૂધ તલાઈ મ્યુઝિકલ ગાર્ડન સહિતની મજા માણી શકો છો.

Udaipur
ઉદેપુર લેક પેલેસ (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

ઉદેપુર પણ રેલવે લાઈન સાથે સંકળાયેલું શહેર છે. એટલે કે ઉદેપુર રેલવે જંક્શન છે. આ સિવાય તમે હવાઈ મુસાફરી કરી આવવા માંગો છો તો, નજીકમાં મહારાણા પ્રતાપ હવાઈ મથક (20 કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી રાજસ્થાન ઉદેપુર આવી શકો છો.

જેસલમેર

જેસલમેર શહેરે વિશ્વભરમાં ગોલ્ડન સિટી તરીકે પણ પ્રસિદ્ધી મેળવી છે. અહીં રણમાં સૂર્યના કિરણો પડતા જ વાતાવરણ ગોલ્ડન-ગોલ્ડન બની જાય છે. પાકિસ્તાન બોર્ડર નજીક આવેલું આ શહેર ખુબ ચર્ચિત પ્રવાસન સ્થળ છે. જેસલમેરમાં પણ અનેક ઐતિહાસિક સ્થળ છે, જે ગોલ્ડન પીળા રંગના ચૂના પથ્થરથી બનેલા છે. અહીં તમે રણમાં ઊંટ પર સવારી, રણમાં કેમ્પમાં રહેવાનો આનંદ, રાજસ્થાની નૃત્ય, જેસલમેર કિલ્લો, જૈન મંદિર, ગદીસર તળાવ, બડા બાગ, તનોટા માતા મંદિર સહિતના સ્થળોએ ફરી પ્રવાસને યાદગાર બનાવી શકો છો.

jaisalmer
જેસલમેર શહેર (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

જેસલમેર પણ રેલવે લાઈન સાથે સંકળાયેલું શહેર છે. એટલે કે જેસલમેર રેલવે જંક્શન છે. પરંતુ અહીંથી હવાઈ અડ્ડો દુર છે. જો તમે હવાઈ મુસાફરી કરી આવવા માંગો છો તો, નજીકનું હવાઈ મથક જોધપુર (285 કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી રાજસ્થાન જેસલમેર આવી શકો છો.

માઉન્ટ આબુ

રાજસ્થાનનું હિલ સ્ટેશન એટલે માઉન્ટ આબુ. ગુજરાતની બોર્ડર નજીક આવેલુ આ સ્થળ ગુજરાતીઓ માટે સૌથી પ્રથમ પ્રવાસનનું સ્થળ છે. અહીંનો પહાડી વિસ્તાર, ઠંડુ વાતાવરણ, બોટિંગની મજા, સનસેટ, વગેરે જોવાનો એક અનેરો જ આનંદ છે, જે તમારા તન-મનમાં રોમાંસ ભરી દે છે. માઉન્ટ આબુમાં ફરવા અને જોવા માટેના અનેક શાનદાર સ્થળો છે, જેમાં નકી લેક, દેલવારાના દેરા, પીસ પાર્ક, આબુ વન્યજીવ અભ્યારણ્ય, ગુરૂ શિખર ટ્રેકિંગ, બ્રહ્માકુમારી મેડિ ટેશન, લવર્સ રોક, સનસેટ પોઈન્ટ, રઘુનાથ મંદિર, અનાદરા પોઈન્ટ, અચલેશ્વર મહાદેવ મંદિર, અચલગઢ કિલ્લો, વશિષ્ઠ આશ્રમ, જમદગ્નિ આશ્રમ સહિતના સ્થળો મનમોહક છે.

mount abu
માઉન્ટ આબુ – (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

માઉન્ટ આબુ જવા માટે નજીકનું રેલવે સ્ટેશન આબુ રોડ જંક્શન (27 કિમી) છે. અહીનું નજીકનું હવાઈ મથક ઉદેપુર હવાઈ મથક (176 કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી પણ માઉન્ટ આબુ આવી શકો છો.

રણથંભોર

રાજસ્થાનનું રણથંભોર અભ્યારણ્ય ભારતના શ્રેષ્ઠ ટાઈગર રિઝર્વમાં સામેલ છે. અરવલ્લીની તળેટીઓમાં આવેલ આ જંગલમાં વાઘ સહિત અનેક પશુ, પક્ષીઓનું નિવાસ સ્થાન છે. રજાઓનો આનંદ લેવા અને વન્ય પ્રાણી દર્શન માટે તમે અહીં આવી શકો છો. આ જંગલ 392 કિમી એરિયામાં ફેલાયેલું છે. અહીં સફારી કરી વાઘ જોવાનો અને પ્રાણીઓના ફોટા લેવાનો તથા કુદરતી સૌંદર્યની મજા લઈ શકો છો. આ સિવાય તમે રણથંભોર કિલ્લો, જોગી મહેલ, સુરવાર ઝીલ, ત્રિનેત્ર ગણેશ મંદિર, કાચિદા ઘાટી પણ જઈ શકો છો.

ranthambhore
રણ થંભોર વાઘ અભ્યારણ્ય – (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

રણ થંભોર જવા નજીકમાં હાવાઈ મથક સાંગાનેર હવાઈ અડ્ડો (182 કિમી) છે. આ સિવાય નજીકનું રેલવે સ્ટેશન સવાઈ માધોપુર જંક્શન (13 કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી પણ રણ થંભોર પહોંચી શકો છો.

ચિત્તોડગઢ

રાજસ્થાનનું ચિત્તોડગઢ એક પ્રાચિન અને ઐતિહાસિક પ્રવાસન સ્થળ છે. ચિત્તોડગઢની સ્થાપના ઈ.સ 734 માં મૌર્ય વંશ કાળમાં થઈ હતી. આ પવિત્ર ભૂમિ મહારાણા પ્રતાપ, મીરા બાઈ સહિત ખ્યાતનામ વયક્તિઓની જન્મ ભૂમી રહી છે. ચિત્તોડગઢ બેરાચ નદી નજીક વસેલુ શહેર છે. અહીં શાનદાર વિરાસત કિલ્લા અને તની કહાની, દંતકથાઓથી ભરપુર શહેર છે. અહીં તમે ચિત્તોડગઢ કિલ્લો, રાણા કુંભાનો મહેલ, ફેહ પ્રકાશ મહેલ, રાણી પદ્મિની મહેલ, કુંભસ્વામિની મંદિર, કિર્તી સ્તંભ, વિજય સ્તંભ, કાળકામાતાનું મંદર સહિતના સ્થલો પર જઈ પ્રવાસને યાદગાર બનાવી શકો છો. આ સિવાય તમે ગ્રામિણો પાસેથી દંતકથા, લોકકથા, સહિત રાજસ્થાની વ્યંજનોનો આનંદ લઈ શકો છો.

chittorgarh
ચિત્તોરગઢ મહેલ – (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

ચિત્તોડગઢ પહોંચવા માટે નજીકમાં હવાઈ મથક ઉદેપુર (120 કિમી) છે. ચિત્તોડગઢ રેલવે સાથે સંકળાયેલું શહેર છે, અહીં ચિત્તોડગઢ રેલવે જંક્શન છે. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી પણ ચિત્તોડગઢ પહોંચી શકો છો.

જોધપુર

જોધપુર શહેરને ગેટ વે ટૂ થાર તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીંનો ઐતિહાસિક મેહરનગઢ કિલ્લો વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહી તમે ઈતિહાસ અને સંસ્કૃતિનો આનંદ લઈ શકો છો. અહીં વાસ્તુકલાનુ એટલુ અદભૂત જીણવટભર્યુ કાર્ય જોવા મળશે જેને જોઈ મોંઢામાં આંગળી નાખી જશો. જેમ જયપુરમાં પિન્ક કલરના ઘરો જોવા મળે છે, તેમ અહીં બ્લૂ કલરના ઘરો તમને જોવા મળશે, આને બ્લૂ સીટી તરીકે પણ લોકો ઓળખે છે. અહીં તમે મેહરાનગઢ કિલ્લો, ઉમેદ ભવન પેલેસ, મંડોર ગાર્ડન્સ, જસવંત થાડા, કલ્યાણ તળાવ અને બગીચા, ઘંટા ઘર, સરદાર સમંદ તળાવ અને મસુરિયા હિલ્સ જોવા જઈ શકો છો.

jodhpur
જોધપુર – મેહરનગઢ કિલ્લો – (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

જોધપુર હાવાઈ મથક અને રેલવે લાઈન સાથે જોડાયેલુ શહેર છે. એટલે 10 મનીટમાં તમારા ફરવાના સ્થળ પર પહોંચી શકો છો. આ સિવાય તમે રાજસ્થાનની બોર્ડર સાથે જોડાયેલા હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાત રાજ્યથી બાય રોડ બસ કે વાહન લઈ સરળતાથી પહોંચ શકો છો.

પુષ્કર

રાજસ્થાનનું આ શહેર સૌથી પ્રાચિન શહેરમાંનું એક છે. પુષ્કરને મંદિરોની નગરી પણ કહેવામાં આવે છે. એટલું જ નહી પાંચ પવિત્ર ધામોમાંનું એક પુષ્કર છે. અહીં તમે નવેમ્બરમાં આવો તો ઊંટોનો મેળો પણ જોઈ શકો છો. અહી શિલ્પ કૌશલ વસ્તુઓ માટેનું સસ્તુ બજાર છે. અહીંની સંસ્કૃતિ અને પવિત્રતા લોકોનું આકર્ણનું કેન્દ્ર છે. અહીં તમે પવિત્ર પુષ્કર ઝિલ, બ્રહ્માજીનું મંદિર, મીરાબાઈ મંદિર જઈ અક્તિ વિભોર થઈ શકો છો. કહેવાય છે કે પુષ્કર તળાવમાં સ્નાન કરવાથી પાપ મુક્ત બની જવાય છે.

pushkar
પુષ્કર – બ્રહ્માજી મંદિર – (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવાય

પુષ્કર જવા માટે નજીકનું હવાઈ મથક સાંગાનેર હવાઈ અડ્ડો (155 કિમી) છે. તો નજીકનું રેલવે સ્ટેશન અજમેર જંક્શન (14 કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાનની બોર્ડર સાથે જોડાયેલા હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી બાય રોડ બસ કે વાહન લઈ સરળતાથી પહોંચી શકો છો.

કુંભલગઢ

કુંભલગઢ ફરવા જવા માટેનું શાનદાર ડેસ્ટિનેશન છે. ગુજરાતથી નજીક હોવાથી ગુજરાતીઓનો અહીં પણ ખુબ ઘસારો જોવા મળે છે. કુંભલગઢનો ઈતિહાસ મહારાણા પ્રતાપ અને મૌર્ય અશોક સમ્રાટ રાજા સાથે જોડાયેલો છે. અહીં કુંભલગઢ કિલ્લો આકર્ષનું કેન્દ્ર છે. આ સિવાય તમે અહી મમ્માદેવ મંદિર, બાદલ મહેલ, નીલકંઠ મહાદેવ મંદિર, વેદી મંદિર, વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરી, પરશુરામ મંદિર, મુચ્છલ મહાવીર મંદિર પણ જઈ શકો છો.

kumbhalgarh
કુંભલગઢ (ફોટો સોર્સ – વિકીપીડિયા)

કેવી રીતે જવાય

કુંભલગઢ અમદાવાદથી 310 કિમી તો ઉદેપુર થી 83 કિમી અંતરે આવેલું છે. અહીં નજીકનું હવાઈ મથક અને રેલવે મથક ઉદેપુર તથા ફાલના (83કિમી) છે. આ સિવાય તમે રાજસ્થાનની બોર્ડર સાથે જોડાયેલા હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાત રાજ્યથી બાય રોડ બસ કે વાહન લઈ સરળતાથી પહોંચી શકો છો.

અજમેર

રાજસ્થાનનું અજમેર પણ અરવલ્લીની પહાડીઓથી ઘેરાયેલુ હોવાથી સુંદર શહેરોમાં સ્થાન પામેલુ છે. અજમેર શહેર મુસ્લીમ પવિત્ર ધાર્મિક સ્થળ મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહ શરીફના કારણે પણ વિશ્વભરમાં જાણીતુ છે. અહીં દેશભરમાંથી મુસ્લીમ સમાજના લોકો શ્રદ્ધાથી આવે છે. અહીં તમે દરગાહ શરીફની સાથે અના સાગર ઝિલ, નાગ પથ્થર પર્વતમાલા પણ જોઈ શકો છો.

Ajmer
અજમેર શરિફ દરગાહ (ફોટો – રાજસ્થાન ટુરિઝમ)

કેવી રીતે જવું

અજમેર જવા મમાટે નજીકનું હવાઈ મથક સાંગાનેર 140 કિમી) છે, તો અજમેર રેલવે લાઈન સાથે જોડાયેલુ શહેર છે, અજમેર જંક્શન. આ સિવાય તમે રાજસ્થાન બોર્ડર સાથે સંકળાયેલ બાય રોડ હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ તથા ગુજરાતથી પણ અજમેર પહોંચી શકો છો.

બિકાનેર

રાજસ્થાનનું બિકાનેર શહેર પ્રવાસીઓને સ્વર્ગ સમાન લાગે છે. અહીંની સંસ્કૃતિ, વાસ્તુકલા પ્રસિદ્ધ છે. પ્રવાસીઓ અહીં ઊંટો પર સવારી કરી ટિમ્બાઓમાંથી પસાર થાય છે જે એક અનોખો અનુભવ છે. આ શહેરને ઊંટોનો દેશ પણ કહેવામાં આવે છે. અહીં ઊંટોનો તહેવાર થાય છે, જે જોવા દેશ-વિદેશથી લોકો આવે છે. બિકાનેરના જોવા લાયક સ્થળોમાં જૂનાગઢ કિલ્લો, લાલગઢ પેલેસ, કરણી માતા મંદિર, લક્ષ્મી નિવાસ પેલેસ, લક્ષ્મી નાથ મંદિર, બિકાનેર ઊંટ મહોત્સવ તો ચાડવા કલાકૃતિઓ અને હસ્તશિલ્પ ખરીદવાનો લાહ્વો લઈ શકો છો.

Bikaner

કેવી રીતે જવાય

બિકાનેર જવા માટે જો તમે હવાઈ મુસાફરીથી આવવા માંગો છો તો તમને નજીકનું એરપોર્ટ જોધપુર (248 કિમી) મળશે. જો તમે ટ્રેનથી આવો છો તો, નજીકનું રેલવે સ્ટેશન બિકાર જંકશન જ છે. અને જો તમે બાય રોડ આવવા માંગો છો તો રાજસ્થાન રાજ્યની બોર્ડરના તમામ શહેરથી તમે બાય રોડ બસ અથવા પ્રાઈવેટ વ્હીકલ લઈ આવી શકો છો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ