ayodhya ram mandir first anniversary : અયોધ્યામાં રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મહોત્સવ 11થી 13 જાન્યુઆરી સુધી ચાલશે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ મહોત્સવમાં સામેલ થયા હતા. હિન્દુ પંચાંગ અનુસાર 2024માં 22 જાન્યુઆરી પૌષ મહિનાના શુક્લ પક્ષની બારસ હતી. 2025માં આ તિથિ 11 જાન્યુઆરી છે. જેથી તિથિ પ્રમાણે પ્રથમ વર્ષગાંઠ છે.
આવામાં હિન્દુ કેલેન્ડર અનુસાર આજે રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે મંદિર ટ્રસ્ટે ખાસ વ્યવસ્થા કરી છે. અંગદ ટીલા સ્થળ પર એક વિશાળ તંબુ બનાવવામાં આવ્યો છે, જેમાં 5000થી વધુ શ્રદ્ધાળુઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમ ત્રણ દિવસ ચાલશે.
આ પણ વાંચો – 3 માળ, 26 વિભાગો અને 200 વર્ષનો સંઘર્ષ… રામ મંદિર પછી અયોધ્યામાં રામ કથા મ્યુઝિયમ બનશે
ઈ
ઈ
110 VIP સમારંભમાં હાજર રહેશે
મંડપ અને યજ્ઞશાળામાં શાસ્ત્રીય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે. આ ઉપરાંત રામ કથા પ્રવચનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે જણાવ્યું હતું કે જે લોકો કોઈ કારણસર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજર રહી શક્યા ન હતા તેમને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે આ મહોત્સવમાં 110 વીઆઇપી હાજરી આપી રહ્યાં છે અને દરેકને આમંત્રણો પણ મોકલવામાં આવ્યાં છે.
રામ મંદિરમાં કાર્યક્રમ બાદ રામ કથા શરૂ થશે. આ પછી રામચરિતમાનસ અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર પ્રવચનો કરવામાં આવશે. દરરોજ સવારે પ્રસાદ વિતરણ કરવામાં આવશે અને યજ્ઞશાળામાં ત્રણ દિવસ યજ્ઞ પણ થશે.