Ayodhya Ramlala Surya Tilak | અયોધ્યા રામલલ્લા સૂર્ય તિલક વિજ્ઞાન : આજે સમગ્ર દેશમાં રામનવમીનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે અયોધ્યામાં પણ અદભુત નજારો જોવા મળ્યો હતો. અયોધ્યામાં રામનવમીના દિવસે બપોરે 12 વાગ્યાથી રામ લલ્લાનું સૂર્ય તિલક થયું હતું. પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. બપોરે 12 વાગ્યે અભિજીત મુહૂર્તમાં 3 મિનિટ માટે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું. સૂર્ય તિલક માટે એક ખાસ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તો જોઈએ તેની પાછળનું સાયન્સ.
રામનવમીના દિવસે બપોરના સમયે રામલલ્લાના માથા પર સૂર્યના કિરણો પડ્યા હતા અને કાચ અને લેન્સ સાથે જોડાયેલી વ્યવસ્થાને કારણે રામલલાનુ સૂર્ય તિલક શક્ય બન્યું હતું.
રામ નવમી તહેવાર – રામલલ્લા સૂર્ય તિલક
સીએસઆઈઆર-સીબીઆરઆઈ રૂરકી વૈજ્ઞાનિક ડૉક્ટર એસ કે પાણિગ્રહીએ જણાવ્યું કે, સૂર્ય તિલકનો મૂળ હેતુ રામ નવમીના દિવસે રામની મૂર્તિ પર જ તિલક લગાવવાનો છે. તેમણે કહ્યું કે, આ એક પ્રક્રિયા દ્વારા સૂર્યનો પ્રકાશ તેમના માથા સુધી લાવવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું કે, દર વર્ષે રામનવમી પર સૂર્યની સ્થિતિ આકાશ પર બદલાય છે.
અયોધ્યા, રામ મંદિર, રામલલ્લા સૂર્ય તિલક દર્શન – વીડિયો
રામ મંદિર સૂર્ય તિલક ની પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન
મંદિરના ત્રીજા માળે પહેલા કાચ પર સૂર્યનું કિરણ પડ્યું. અહીંથી કિરણ ફરીને પિત્તળની પાઈપમાં ગયું. પિત્તળની પાઇપ બીજા ગ્લાસને ટકરાઈ અને ફરીથી 90 ડિગ્રી પર પરાવર્તિત થઈ. આ પછી પિત્તળની પાઇપમાંથી પસાર થઇને આ લાઇટ ત્રણ અલગ અલગ લેન્સમાંથી પસાર થઇ હતી અને ત્યાર બાદ આ લાઇટ લાંબી પાઇપના ગર્ભગૃહના છેડે રહેલા કાચ સાથે અથડાઇ હતી. ગર્ભગૃહમાં કાચને ટકરાયા બાદ રોશનીએ રામલલાના મગજ પર સીધું 75 મિમીનું ગોળાકાર તિલક લગાવ્યું હતું.
આ પણ વાંચો – Ram Navami 2024, રામનવમી : રામલલાના માથા પર કરાયું સૂર્ય તિલક, ભક્તોએ લગાવ્યો જયશ્રી રામનો જય ઘોષ
બેંગલુરુની એક કંપનીએ આઠ મેટલ્સનું મિશ્રણ કરીને 20 પાઈપ દ્વારા આ સિસ્ટમ બનાવી છે. કંપનીએ 1.20 કરોડ રૂપિયાની આ સિસ્ટમ મંદિરને દાનમાં આપી છે. 65 ફૂટ લાંબી આ સિસ્ટમમાં આઠ ધાતુની 20 પાઈપો લગાવવામાં આવી છે. દરેક પાઇપની લંબાઇ લગભગ 1 મીટર છે. આ પાઈપોને પહેલા મંદિરની ઈમારતની છત સાથે જોડીને સૂર્ય પ્રકાશને મંદિરની અંદર લાવવામાં આવે છે. રામલલાના કપાળ પર ગરમ કિરણો ન પડે તે માટે ફિલ્ટર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.