Ramnath Goenka Awards : પત્રકારત્વના ક્ષેત્રમાં દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ રામનાથ ગોએન્કા એક્સેલન્સ ઈન જર્નાલિઝમ એવોર્ડની જાહેરાત થઇ ગઇ છે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા છે. આ એવોર્ડ કાર્યક્રમનું આયોજન નવી દિલ્હીના સરદાર પટેલ માર્ગ પર આઇટીસી મૌર્ય હોટલના કમલ મહેલ ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે. પત્રકારત્વના વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી, સમાચાર, રિપોર્ટિંગ, રિસર્ચ અને કવરેજ કરનારા પત્રકારોને આ એવોર્ડ આપવામાં આવ્યા છે.
ઇન્ડિયન એક્સપ્રેસના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વિવેક ગોએન્કાએ કહ્યું કે હું ગર્વ સાથે કહી શકું છું આ દિવસ એક્સપ્રેસ ગ્રુપ માટે ઘણ ખાસ છે. રામનાથ ગોએન્કાનું વ્યક્તિત્વ આપણને પ્રેરણા આપતું રહ્યું છે, પત્રકારત્વની દિશા પણ નક્કી કરે છે.
કોને-કોને એવોર્ડ મળ્યા
કેટેગરી પ્રિન્ટ હિન્દી
કીર્તિ દુબે, બીબીસી હિન્દી
આનંદ ચૌધરી, ઇન્ડિયા ટુડે
કેગેટરી પ્રાદેશિક ભાષા
શબિથા એમ.કે, મથ્રૂભૂમિ ડેલી
આનંદ મધુસુધન સોવડી, કન્નડ પ્રભા ડેલી
કેટેગરી અનકવરિંગ ઇનવિસિબલ ઇન્ડિયા
મોનિકા ઝા, FiftyTwo.in
રૂપસા ચક્રવર્તી, ધ ઈન્ડિયન એક્સપ્રેસ
કેટેગરી પર્યાવરણ અને વિજ્ઞાન
જયશ્રી નંદી, હિન્દુસ્તાન ટાઇમ્સ
આયુષ તિવારી અને બસંત કુમાર, ન્યૂઝલોન્ડ્રી
કેટેગરી બિઝનેસ અને ઇકોનોમિક પત્રકારત્વ
આદિત્ય કાલરા અને સ્ટીવ સ્ટેકલો, રોયટર્સ
ત્વેશ મિશ્રા, ધ ઈકોનોમિક ટાઈમ્સ
કેટેગરી ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ
દેવેશ કુમાર અરુણ ગોંડેગો ડેન, લોકસત્તા
જોયા હુસૈન અને હીરા રિઝવાન, ટીઆરટી વર્લ્ડ
કેટેગરી રિપોર્ટિંગ ઓન ગર્વમેન્ટ એન્ડ પોલિટિક્સ
રિતિકા ચોપડા, ધ ઇન્ડિયન એક્સપ્રેસ
પ્રજવ્વલ બિષ્ટ, ધ ન્યૂઝ મિનિટ
કેટેગરી સ્પોર્ટ્સ પત્રકારત્વ
મહેન્દ્ર સિંહ મનરાલ અને મિહિર વસાવડા, ધ ઈન્ડિયન એક્સપ્રેસ
એન્ડ્રીયુ અમસન, ધ ઈન્ડિયન એક્સપ્રેસ
કેટેગરી ફોટો જર્નાલિઝમ
ગુરિન્દર ઓસન, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા
અભિનવ સાહા, ધ ઈન્ડિયન એક્સપ્રેસ
કેટેગરી ફોરન કોરસપોડેંટ કવરિંગ ઇન્ડિયા
જોઆના સ્લેટર અને નિહા મસીહ, વોશિંગ્ટન પોસ્ટ
કેટેગરી ફિચર રાઇટિંગ
વંદના મેનન, ધ પ્રિન્ટ
રાજ ચેંગપ્પા, ઇન્ડિયા ટુડે
કેટેગરી સિવિક પત્રકારત્વ
વિનોદ કુમાર મેનન, મિડ ડે
અઝીફા ફાતિમા, બાલકૃષ્ણ ગણેશન અને પ્રજવ્વલ ભટ્ટ, ધ ન્યૂ મિનિટ
કેટેગરી બુક્સ નોન ફિક્શન
વિજય ગોખલે, ધ લોંગ ગેમ
રાહુલ રામગુનદમ, ધ લાઇફ એન્ડ ટાઇમ્સ ઓફ જોર્જ ફર્નાડિસ
બ્રોડકાસ્ટ કેટેગરી – એનવાયરમેન્ટ એન્ડ ટેકનોલોજી રિપોર્ટિંગ
પ્રિંસેસ ગિરી રાશિર, ઇસ્ટ મોજો, ટીમ – ડાઉન ટૂ અર્થ
કેટેગરી બ્રોડકાસ્ટ હિન્દી
જુગલ પુરોહિત, બીબીસી હિન્દી
હર્દેશ જોશી, ન્યૂઝલોન્ડ્રી
કેટેગરી બ્રોડકાસ્ટ – રિપોર્ટિંગ ઓન પોલિટિક્સ એન્ડ ગર્વમેન્ટ
ટીમ બ્રુટ ઇન્ડિયા
અભિષેક ભલ્લા, ઇન્ડિયા ટૂડે.કોમ
કેટેગરી બ્રોડકાસ્ટ – રિજનલ લેંગ્વેજ
સોફિયા બિંદ, મીડિયા વન ટીવી
તેજસ વૈધ, બીબીસી ન્યૂઝ ગુજરાતી
કેટેગરી બ્રોડકાસ્ટ – અનકવરિંગ ઇન્ડિયા ઇનવિઝિબલ
વિષ્ણુકાંત તિવારી – ધ ક્વિંટ
વિકાસ ત્રિવેદી, બીબીસી ન્યૂઝ, હિન્દી
કેટેગરી બ્રોડકાસ્ટ ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ
મેઘનંદ બોસ, ધ ક્વિંટ
સૌરભ શુક્લા, એનડીટીવી
13 કેટેગરીમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ પત્રકારોને સન્માનિત કરાયા
આ કાર્યક્રમમાં 2021 અને 2022માં રિપોર્ટિંગ કરવામાં આવેલી ન્યૂઝ સ્ટોરી માટે પત્રકારોને આ પુરસ્કારો આપવામાં આવ્યા છે. આ તે સમયગાળો હતો જ્યારે દેશ કોરોના મહામારીમાંથી રિકવર થઇ રહ્યું હતું. રામનાથ ગોએન્કા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલા આ એવોર્ડમાં ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ, સ્પોર્ટ્સ, પોલિટિક્સ અને ગવર્નન્સ, પુસ્તક, ફીચર રાઇટિંગ અને પ્રાદેશિક ભાષાઓ સહિત 13 કેટેગરીમાં પ્રિન્ટ, ડિજિટલ અને બ્રોડકાસ્ટ એમ બંને પ્રકારના ઉત્કૃષ્ટ યોગદાન માટે સર્વશ્રેષ્ઠ પત્રકારત્વને આ સમ્માન આપવામાં આવ્યું છે.