રામજીલાલ સુમનના સમર્થનમાં અખિલેશ યાદવ, મોદી સરકારના મંત્રીએ કહ્યું – સપા સાંસદ પર એનએસએ હેઠળ કાર્યવાહી થાય

Rana Sanga Row: સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો સપા સાંસદ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમના નિવાસસ્થાન તરફ કૂચ કરવામાં આવશે

Written by Ashish Goyal
April 12, 2025 18:29 IST
રામજીલાલ સુમનના સમર્થનમાં અખિલેશ યાદવ, મોદી સરકારના મંત્રીએ કહ્યું – સપા સાંસદ પર એનએસએ હેઠળ કાર્યવાહી થાય
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ અખિલેશ યાદવ (તસવીર - સોશિયલ મીડિયા)

Rana Sanga Row: સમાજવાદી પાર્ટીના રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમને રાજ્યસભામાં રાણા સાંગા પર વિવાદિત નિવેદન આપ્યું હતું. રાણા સાંગા જયંતિ નિમિત્તે આયોજિત આ જાહેર સભા એતમાદપુર વિસ્તારના ગઢી રામી ગામમાં યોજાઇ હતી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના આગ્રામાં કરણી સેનાની પ્રસ્તાવિત ‘સ્વાભિમાન રેલી’ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. કરણી સેનાએ ચેતવણી આપી છે કે જો સપા સાંસદ સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમના નિવાસસ્થાન તરફ કૂચ કાઢવામાં આવશે.

કરણી સેનાની રેલીમાં જોડાવા માટે શુક્રવાર રાતથી જ વિવિધ જિલ્લાઓ અને શહેરોમાંથી લોકો આવવા લાગ્યા હતા. કરણી સેનાની રેલીમાં જોડાવા માટે કેન્દ્રીય મંત્રી એસપી સિંહ બઘેલ પણ આગ્રા પહોંચ્યા છે.

અખિલેશ યાદવની જાહેરાત

આ દરમિયાન સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે તેઓ 19 એપ્રિલે આગ્રા જશે. તેમણે કહ્યું કે તેઓ રામજીલાલ સુમનના ઘરે જશે અને તેમને અને તેમના પરિવારને મળશે. સમાજવાદી પાર્ટી ખુલ્લેઆમ પોતાના સાંસદના સમર્થનમાં ઉભી રહી છે.

મોદી સરકારના મંત્રીનું મોટું નિવેદન

આ દરમિયાન મોદી સરકારના મંત્રી અને આગ્રાથી સાંસદ એસપી સિંહ બઘેલે કરણી સેનાના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે કે હું કરણી સેનાને નમન કરું છું. આ ઉપરાંત એસપી સિંહ બઘેલે રામજીલાલ સુમન પર એનએસએ હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અખિલેશ યાદવે કહ્યું કે જો અમારી સાથે આવો વ્યવહાર કરી શકાય તો કલ્પના કરો કે આપણા બહુજન સમુદાયના લોકો સાથે કેવો વ્યવહાર થતો હશે. અખિલેશ યાદવે કહ્યું કે આપણું અનામત છીનવાઈ રહ્યું છે, અમને આગળ વધવાની તક નથી આપવામાં આવી રહી અને બાબા સાહેબે પણ જીવનભર આ ભેદભાવ જોયો હતો.

આ પણ વાંચો – તમિલનાડુ માટે ભાજપનો ફ્યૂચર પ્લાન, અમિત શાહે AIADMK સાથે ગઠબંધન કરવાની જાહેરાત કરી

રામજીલાલ સુમનના સમર્થનમાં અખિલેશ યાદવે કહ્યું કે પીડીએમાં સામેલ થઈને અમે 90 ટકા જનસંખ્યાને સાથે લઈ જવાનું કામ કરીશું. તેમણે કહ્યું હતું કે કરણી સેનાના લોકો રામજીલાલ સુમનનું કોઇ પણ રીતે અપમાન નહીં કરી શકે. અખિલેશે કહ્યું કે જો સરકારે હજી પણ છૂટો દોર આપ્યો છે, તો તેના માટે સરકાર જવાબદાર છે.

અખિલેશ યાદવે કહ્યું કે હિટલર પણ પોતાના કાર્યકર્તાઓને યુનિફોર્મ પહેરાવતો હતો અને વિરોધીઓ સાથે મારઝૂડ કરતો હતો. જે પણ સેના દેખાય છે, તે ભાજપના લોકો છે. આ કોઈ સેના નથી પરંતુ ભાજપના માણસો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ