બ્રિટનમાં શીખ મહિલા સાથે દુષ્કર્મ અને મારપીટ, હુમલાખોરે કહ્યું – પોતાના દેશમાં પાછા જાવ

Rape in UK : વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના વંશીય હુમલો છે. આ ઘટનાથી શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે

Written by Ashish Goyal
Updated : September 13, 2025 18:37 IST
બ્રિટનમાં શીખ મહિલા સાથે દુષ્કર્મ અને મારપીટ, હુમલાખોરે કહ્યું – પોતાના દેશમાં પાછા જાવ
પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે (ફાઇલ ફોટો)

Rape in UK : ઇંગ્લેન્ડના ઓલ્ડબરી વિસ્તારમાં થોડા દિવસો પહેલા બ્રિટિશ મૂળની એક શીખ મહિલા પર બળાત્કાર અને હુમલો કરવામાં આવ્યો હતો. મહિલાની ઉંમર લગભગ 20 વર્ષની આસપાસ છે. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના વંશીય હુમલો છે. આ ઘટનાથી શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો છે અને તેઓએ આ ઘટનાની સખત નિંદા કરી છે.

પોલીસે આરોપીઓને શોધવા માટે તેમની માહિતી સામાન્ય લોકોમાં શેર કરી છે. આ ઘટનામાં સામેલ એક આરોપીની ઉંમર લગભગ 30 વર્ષ છે. પોલીસે જણાવ્યું હતું કે તેનું માથું મુંડન કરાવેલું હતું અને તેણે કાળા ટ્રેકસૂટ અને કાળા મોજા પહેર્યા હતા. બીજા આરોપી વિશે વધુ માહિતી મળી નથી.

પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે

પોલીસ ઘટના સ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહી છે અને લોકોને આ કેસમાં પોલીસને સહકાર આપવા અપીલ કરી છે. પોલીસ આરોપીઓની શોધખોળ કરી રહી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો અને માર માર્યો હતો. આ સિવાય નસ્લવાદી ગાળો પણ આપી હતી. હુમલાખોરોએ એમ પણ કહ્યું હતું કે તું આ દેશની નથી, અહીંથી નીકળી જાઓ અને તમારા દેશમાં પાછા જાઓ. આ કારણે પોલીસે આ ગુનાને વંશીય રીતે ગંભીર ગુનાની શ્રેણીમાં રાખ્યો છે.

સરકાર અને નેતાઓ પર સવાલો ઉઠાવ્યા

શીખ ફેડરેશને કહ્યું છે કે પીડિત મહિલા પર બળાત્કારની ઘટના 9 સપ્ટેમ્બરના રોજ સવારે 8:30 વાગ્યે એક પાર્કમાં બની હતી. શીખ ફેડરેશને આ મામલે સરકાર અને નેતાઓ પર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે લઘુમતીઓની સુરક્ષા માટે કડક પગલા ભરવા જોઈએ. ઘણી સંસ્થાઓએ તેને નસ્લવાદ, સ્ત્રી વિરોધી અને હિંસાનો કેસ ગણાવ્યો છે. યુકેમાં દક્ષિણ એશિયન સમુદાયો, ખાસ કરીને શીખ ટેક્સી ડ્રાઇવરો પર હુમલાના ઘણા અહેવાલો આવ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ