Ratan Tata Death Anniversary: રતન ટાટાની આજે પ્રથમ પુણ્યતિથિ; તેમના ઘરની કિંમત કેટલી છે? હાલ ત્યાં કોણ રહે છે?

રતન ટાટાની પ્રથમ પુણ્યતિથિ : રતન ટાટાનું અવસાન 9 ઓક્ટોબર, 2024ના રોજ મુંબઇમાં થયું હતું. તેઓ મુંબઇમાં ત્રણ માળના મહેલ જેવા આલિશાન ઘરમાં રહેતા હતા, જેની કિંમત કરોડો રૂપિયા છે.

Written by Ajay Saroya
October 09, 2025 10:40 IST
Ratan Tata Death Anniversary: રતન ટાટાની આજે પ્રથમ પુણ્યતિથિ; તેમના ઘરની કિંમત કેટલી છે? હાલ ત્યાં કોણ રહે છે?
Ratan Tata Death Anniversary : રતન ટાટા ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ છે, જેનું 9 ઓક્ટોબર, 2024ના રોજ અવસાન થયું હતું. (Photo: @apexiate)

Ratan Tata Death Anniversary: રતન ટાટા ભારતના એક રિયલ હીરો હતા. રતન ટાટા ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ, પરોપકારી અને દીર્ઘદ્રષ્ટા હતા. આજે રતન ટાટાની પ્રથમ પુણ્યતિથિ છે. 9 ઓક્ટોબર, 2024ના રોજ રતન ટાટાનું મુંબઇમાં નિધન થયું હતું. રતન ટાટાનું જીવન બધા માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શન બની રહ્યું છે. તેઓ સાદું જીવન અને ઉચ્ચ વિચારણી વાળું જીવન જીવવામાં માનતા હતા. રતન ટાટા મહેલ જેવા એક આલિશાન ઘરમાં રહેતા હતા, જેની કિંમત કરોડો રૂપિયા છે. ચાલો જાણીયે રતન ટાટાના બંગલાનું નામ શું અને કેટલી કિંમત છે.

રતન ટાટા પદ્મભૂષણ અને પદ્મવિભૂષણ થી સમ્માનિત

રતન ટાટા વર્ષ 1990 થી 2012 સુધી તાતા ગ્રૂપ અને તાતા સન્સના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી અને ત્યારબાદ ઓક્ટોબર 2016 થી ફેબ્રુઆરી 2017 સુધી વચગાળાના અધ્યક્ષ તરીકે સેવા આપી હતી. ભારત સરકારે વર્ષ 2000માં તેમને પદ્મભૂષણ અને 2008માં પદ્મવિભૂષણ પુરસ્કારથી સમ્માનિત કર્યા હતા.

રતન ટાટાના બંગલાનું નામ શું છે?

રતન ટાટાનું ઘર, રિટાયરમેન્ટ હોમ નામ પ્રખ્યાત છે, જે મુંબઇના કોલાબામાં આવેલું છે. તેમનું ઘર બે નામથી પ્રખ્યાત છે – બખ્તાવર અને કેબિન્સ. આ ઘર વ્હાઇટ થીમથી તૈયાર કરવામાં આવ્યું છે, તે સંપૂર્ણપણે સફેદ દેખાય છે.

રતન ટાટાના ઘરની કિંમત કેટલી છે?

રતન ટાટાનો બંગલો 13350 સ્કેવર ફુટમાં ફેલાયેલો છે, જેની કિંમત લગભગ 150 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. મીડિયા રિપોર્ટ મુજબ રતન ટાટાનુ 3 માળનું આલિશાન ઘર એક વિન્ટેજ હોમ જેવું દેખાય છે, જેમાં રતન ટાટાનો બેડરૂમ પણ સાદગીપૂર્ણ છે.

બંગલામાં 15 કાર પાર્ક કરવાની સુવિધા

રતન ટાટાના ઘરમાં એક મોટું કાર પાર્કિંગ છે, જ્યાં એક સાથે 15 કાર પાર્ક કરી શકાય છે. આ ઘરમાં જીમ, પ્લેરૂમ, લાઇબ્રેરી અને ટોપ ઉપર એક લક્ઝરી પુલ છે. રતન ટાટાના ઘરના દરેક માળની છત ખાસ ડિઝાઇનથી સુશોભિત છે. ઘરમાં ઘણી કલાત્મક કૃતિઓ છે, જે સુંદર અને પ્રેરણાદાયી છે.

પૂજા રૂમ અને બગીચો

રતન ટાટાના ઘરમાં એક રૂમ છે અને તે છે પૂજા ઘર. આ પૂજા રૂમમાં ભગવાન કૃષ્ણની મૂર્તિ સહિત અન્ય દેવી દેવતાઓની તસવીરો છે. પૂજા રૂમમાં આછો પ્રકાશ હોય છે, જ્યા દૈનિક પૂજા થાય છે. આ ઘરની અંદર એક સુંદર બગીચો પણ છે, જ્યાં રતન ટાટા તેમના પાલતુ શ્વાન સાથે આરામદાયક સમય વિતાવતા હતા.

રતન ટાટાના ઘરમાં હાલ કોણ રહે છે?

મીડિયા રિપોર્ટ્સ મુજબ હાલ રતન ટાટાના ઘરમાં કોઇ રહેતું નથી. અલબત્ત, નોએલ ટાટા આ ઘરમાં રહેવા આવે તેવી ચર્ચાઓ થઇ રહી છે

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ