Ratan Tata Cremation Video: રતન ટાટા હવે આ દુનિયામાં નથી. પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું 9 ઓક્ટોબર 2024ની રાત્રે અવસાન થયું હતું. તેઓ 86 વર્ષના હતા. રતન ટાટાના આજે મુંબઈના વર્લી સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમના મૃત્યુ બાદ તેમના પાર્થિવ દેહને કોલાવા સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ રતન ટાટાના પાર્થિવ દેહના દર્શન સામાન્ય લોકો પણ કરી શકે તે માટે NCPA લોનમાં રાખવામાં આવ્યો હતો.
રતન ટાટાનો યુવા મિત્ર શાંતનુ નાયડુ કોણ છે?
સામાન્ય લોકોના દર્શન અને શ્રદ્ધાંજલિ બાદ તેમની અંતિમ યાત્રા નીકળી, જેમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. રતન ટાટાની અંતિમ યાત્રામાં સૌથી આગળ તેમનો સૌથી યુવા મિત્ર હતો. આ યુવકનું નામ શાંતનુ નાયડુ છે તે રતન ટાટાના આસિસ્ટન્ટ હતા. શાંતનુ નાયડુ બાઇક પર સવાર થઇ રતન ટાટાની અંતિમ યાત્રામાં સૌથી આગળ હતો. તેનો વીડિયો સોશિયલ વાયરલમાં થયો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વીડિયોમાં શાંતનુ નાયડુ બાઈક પર અન્ય વ્યક્તિ સાથે હેલમેટ પહેરીને બેઠેલો જોવા મળી રહ્યો છે. મિત્ર ગુમાવવાની નિરાશા તેના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી છે.
તમને જણાવી દઇયે કે, કોર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરનાર શાંતનુ નાયડુ ટાટાની ઓફિસમાં જનરલ મેનેજર છે અને 2018થી રતન ટાટાની મદદ કરી રહ્યા છે. તે ઘણી વખત રતન ટાટા સાથે જોવા મળ્યો છે. જો કે હવે રતન ટાટાના નિધનથી તે પણ ખુબ જ દુઃખી છે. તેણે રતન ટાટાને યાદ કરીને એક ભાવુક પોસ્ટ પોસ્ટ કરી છે.
શાંતનુ નાયડુના કારણે જ રતન ટાટાએ ધ ગુડ ફેલોઝ નામની સંસ્થામાં રોકાણ કર્યું હતું. આ સંગઠનની શરૂઆત શાંતનુ નાયડુએ નિક્કી ઠાકુર અને ગાર્ગી સંડુ સાથે મળીને કરી હતી.
ગુડફેલોઝ નામની આ સંસ્થા 70 વર્ષથી વધુ વયના વૃદ્ધોને યુવાનો સાથે જોડે છે. અહીં તેમને ઘરથી દૂર ઘરનો અહેસાસ કરાવવામાં આવે છે. આ સાથે વધતી ઉંમરમાં માનસિક અને શારીરિક સમસ્યાઓ દૂર કરવામાં પણ મદદ મળે છે. યુવા સાથી તેમના બધા કામ કરે છે અને તેમને પૌત્ર-પૌત્રીઓને અનુભૂતિ કરાવે છે. આ સંસ્થા મુંબઈ, બેંગલુરુ અને પુણેમાં કામ કરે છે.





