Ratan Tata Health Update: બગડતી તબિયતના સમાચાર પર રતન ટાટાનું નિવેદન – ચિંતા કરવાની જરૂર નથી, હું ઠીક છું

Ratan Tata Health Update : રતન ટાટાને ગંભીર હાલતમાં લગભગ 12.30-1 વાગ્યે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હોવાના સમાચાર વચ્ચે ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સ્વાસ્થ્ય સંબંધિત માહિતી હતી.

Written by Ankit Patel
October 07, 2024 14:11 IST
Ratan Tata Health Update: બગડતી તબિયતના સમાચાર પર રતન ટાટાનું નિવેદન – ચિંતા કરવાની જરૂર નથી, હું ઠીક છું
ઉદ્યોગપતિ રતન ટાટા photo - X @RNTata2000

Ratan Tata Health Update: 86 વર્ષીય ઉદ્યોગપતિ અને ટાટા સન્સના પૂર્વ ચેરમેન રતન ટાટાને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર વચ્ચે ઉદ્યોગપતિ રતન ટાટાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર સ્વાસ્થ્ય સંબંધિત માહિતી આપતા કહ્યું કે તેમના સ્વાસ્થ્યને લઈને કેટલાક સમાચાર ચાલી રહ્યા છે. અને તે દરેકને ખાતરી આપવા માંગે છે કે તેની વધતી જતી ઉંમરને કારણે તેનું સ્વાસ્થ્ય તપાસ ચાલુ છે અને તેને સ્વાસ્થ્ય સંબંધિત કેટલીક સમસ્યાઓ છે. રતન ટાટા 86 વર્ષના છે.

‘ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું ‘

તેણે પોતાની પોસ્ટમાં કહ્યું કે ચિંતા કરવાની કોઈ વાત નથી. હું ઠીક છું અને વિનંતી કરું છું કે મીડિયા અને સામાન્ય લોકો કોઈપણ પ્રકારની ખોટી માહિતી ફેલાવવાનું ટાળે.

તમને જણાવી દઈએ કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના ચીફ રતન ટાટાની તબિયત બગડી છે. તેમને મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જાણીતા ઉદ્યોગપતિ, પરોપકારી અને ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન રતન નવલ ટાટાને બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICUમાં રાખવામાં આવ્યા હતા.

સોમવારે (7 ઓક્ટોબર) સવારે તેને ઈમરજન્સીમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. રતન ટાટાને સવારે 12.30 થી 1 વાગ્યાની વચ્ચે ગંભીર સ્થિતિમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમનું બ્લડ પ્રેશર ખૂબ જ ઓછું થઈ ગયું હતું જેના પછી તેમને ICUમાં લઈ જવામાં આવ્યા હતા. જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શારુખ અસ્પી ગોલવાલાના નેતૃત્વમાં નિષ્ણાતોની ટીમ તેમની સ્થિતિ પર નજર રાખી રહી છે. પરંતુ હવે આ સમાચારો પર ખુદ રતન ટાટાએ સ્થિતિ સ્પષ્ટ કરી છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ