દિલ્હી બ્લાસ્ટ કેસ : NIA એ કાશ્મીરમાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા, વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલથી છે કનેક્શન

Red Fort Blast Case : રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સોમવારે દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટમાં સામેલ વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલના સંબંધમાં કાશ્મીરના પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા

Written by Ashish Goyal
Updated : December 01, 2025 16:28 IST
દિલ્હી બ્લાસ્ટ કેસ : NIA એ કાશ્મીરમાં આઠ સ્થળો પર દરોડા પાડ્યા, વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલથી છે કનેક્શન
NIA એ લાલ કિલ્લા વિસ્ફોટની તપાસના ભાગરૂપે દક્ષિણ કાશ્મીરના વિવિધ ભાગોમાં એક સાથે દરોડા પાડ્યા (ફાઇલ ફોટો)

Red Fort Blast Case : નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ગયા મહિને લાલ કિલ્લા વિસ્ફોટની તપાસના ભાગરૂપે કાશ્મીર ખીણમાં એક સાથે દરોડા પાડી રહી છે. કેન્દ્રીય એજન્સીએ પુષ્ટિ કરી છે કે તેણે નવી દિલ્હીમાં નોંધાયેલા કેસના સંદર્ભમાં આઠ સ્થળોએ દરોડા પાડ્યા છે અને શોધખોળ કરી છે, સૂત્રોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે એનઆઈએના તપાસકર્તાઓએ દક્ષિણ કાશ્મીરના વિવિધ ભાગોમાં એક સાથે દરોડા પાડ્યા હતા.

પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ સોમવારે દિલ્હીના લાલ કિલ્લા નજીક કાર વિસ્ફોટમાં સામેલ વ્હાઇટ કોલર આતંકી મોડ્યુલના સંબંધમાં કાશ્મીરના પુલવામા, શોપિયાં અને કુલગામ જિલ્લામાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે એનઆઈએની ટીમોએ શોપિયાંમાં મૌલવી ઇરફાન અહમદ વાગેના નિવાસસ્થાને દરોડા પાડ્યા હતા.

અહમદ વાગેનું નામ કટ્ટરપંથને પ્રોત્સાહન આપવા અને હાલમાં સામે આવેલા વ્હાઇટ કોલર ટેરર મોડ્યુલમાં લોકોને સામેલ કરવા માટે મુખ્ય ષડયંત્રકાર તરીકે ઉભરી આવ્યું છે. ગયા મહિને કાર વિસ્ફોટ કેસની તપાસ એનઆઈએએ સંભાળ્યા બાદ ઓક્ટોબરમાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને કસ્ટડીમાં લીધો હતો. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા અને ઘણા ઇજાગ્રસ્ત થયા હતા.

દક્ષિણ કાશ્મીરમાં એનઆઈએએ દરોડા પાડ્યા

કેન્દ્રીય તપાસ એજન્સીની અલગ-અલગ ટીમોએ દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ડો.આદિલ અહમદ રાઠેર અને પુલવામાના કોઇલ ગામમાં ડો.મુઝમ્મિલ શકીલ ગનાઈના ઘરે દરોડા પાડ્યા હતા. કેન્દ્રીય એજન્સીએ શોપિયાંમાં મૌલવી મુફ્તી ઇરફાન અહમદ વાગે અને પુલવામાના સંબુરા ગામમાં આમિર રશીદના ઘેર પણ દરોડા પાડ્યા હતા.

આ પણ વાંચો – બિહારમાં હાર બાદ મહાગઠબંધનમાં તિરાડ પડી

જમ્મુ-કાશ્મીર પોલીસે ગયા મહિને અંસાર ગઝવતુલ હિંદ આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરવા બદલ ચારેયની ધરપકડ કરી હતી. આ મોડ્યુલમાં ડો.ઉમર નબી સહિત ચાર ડોકટરો સામેલ હતા, જેમાંથી ત્રણ ડો.અદીલ, ડો.મુઝમ્મિલ અને લખનઉના રહેવાસી ડો.શાહીન શાહિદની લાલ કિલ્લા વિસ્ફોટ પહેલા ફરીદાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે તેમની પાસેથી 350 કિલોથી વધુ એમોનિયમ નાઇટ્રેટ સહિત વિસ્ફોટક બનાવતી સામગ્રી જપ્ત કરી હતી.

વિસ્ફોટ બાદ પોલીસે આમિર રશીદની ધરપકડ કરી હતી. બાદમાં જમ્મુ-કાશ્મીર પોલીસે ચારેય આરોપીઓને એનઆઈએને સોંપી દીધા હતા, જેણે વિસ્ફોટનો મામલો સંભાળ્યા બાદ ઔપચારિક રીતે તેમની ધરપકડ કરી હતી.

અધિકારીઓએ જણાવ્યું કે પુલવામા જિલ્લાના કોઇલ, ચાંદગામ, મલંગપોરા અને સંબુરા વિસ્તારોમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. આ સ્થાન દિલ્હી કાર બ્લાસ્ટ કેસ સાથે જોડાયેલા લોકોથી સંબંધિત છે. આ સિવાય તપાસ એજન્સીએ ડો.અદીલ અહમદ રાઠેરના ઘરે શોધખોળ કરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ