‘તમે પાકિસ્તાન જતા રહો…’, શરણાર્થી પર હાઈકોર્ટ થઈ ગુસ્સે, કહ્યું – ભારતની ઉદારતાનો વધારે ફાયદો ન ઉઠાવો

Refugee case in Bombay High Court : યમન નાગરીકના ભારતના વિઝા પૂરા થઈ ગયા બાદ લીવ ઈન્ડિયા નોટિસ બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી હતી. હાઈકોર્ટે 15 દિવસની સુરક્ષા આપી.

Written by Kiran Mehta
August 02, 2024 13:13 IST
‘તમે પાકિસ્તાન જતા રહો…’, શરણાર્થી પર હાઈકોર્ટ થઈ ગુસ્સે, કહ્યું – ભારતની ઉદારતાનો વધારે ફાયદો ન ઉઠાવો
બોમ્બે હાઈકોર્ટ શરણાર્થી કેસ

Refugee Case Bombay High Court : બોમ્બે હાઈકોર્ટે એક શરણાર્થીને સખત ઠપકો આપ્યો છે. તે નિર્ધારિત સમયગાળા કરતા વધુ સમય માટે ભારતમાં રહ્યો હતો. કોર્ટે કહ્યું કે, તેણે ભારતની ઉદારતાનો વધારે ફાયદો ઉઠાવવો જોઈએ નહીં. જો તે ઈચ્છે તો તેમને પાડોશી દેશ પાકિસ્તાન અથવા કોઈપણ ગલ્ફ દેશમાં જવાની સલાહ પણ આપી હતી. થોડા સમય પહેલા શરણાર્થીને ‘લીવ ઈન્ડિયા નોટિસ’ આપવામાં આવી હતી. કોર્ટે અરજીકર્તા વતી કહ્યું કે, તે છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહે છે. તેથી તેને અહીંથી બહાર ન મોકલવો જોઈએ.

શું છે મામલો?

યમનનો નાગરિક ખાલિદ ગોમી મોહમ્મદ હસન છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહેતો હતો. તે નિર્ધારિત સમયગાળા કરતાં વધુ સમય સુધી ભારતમાં રોકાયા બાદ પુણે પોલીસે તેને નોટિસ પાઠવી હતી. હાઈકોર્ટમાં જસ્ટિસ રેવતી મોહિત ડેરે અને જસ્ટિસ પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે આ કેસની સુનાવણી કરી હતી. લાઈવ લોના રિપોર્ટ અનુસાર, જજોએ કહ્યું, ‘તમે પાકિસ્તાન જઈ શકો છો, જે પડોશમાં જ છે. અથવા તમે કોઈપણ ગલ્ફ કન્ટ્રીમાં જઈ શકો છો. ભારતના ઉદાર વલણનો ખોટો લાભ ન ​​ઉઠાવો.

તમને જણાવી દઈએ કે, હસન પાસે શરણાર્થી કાર્ડ છે. તે ઓસ્ટ્રેલિયા જવા માંગે છે. ભારત હવે તેને દેશનિકાલ કરવાની તૈયારી કરી રહ્યું છે. તેનાથી બચવા માટે તેણે હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. પોતાની અરજીમાં હસને કહ્યું કે, યમન સૌથી ખરાબ માનવીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે અને તેથી તે છેલ્લા 10 વર્ષથી ભારતમાં રહી રહ્યો છે. તેમણે અરજીમાં જણાવ્યું હતું કે, 45 લાખ નાગરિકો વિસ્થાપિત થયા છે.

આ પણ વાંચો – Gujarati News 2 August 2024 LIVE: નીટ પેપર લીક પર સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે સંભળાવ્યો સુપ્રીમ ફેસલો, કહ્યું આ કોઈ સિસ્ટમેટિક ફેલિયર નહીં

સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો

તમને જણાવી દઈએ કે, હસન માર્ચ 2014 માં સ્ટુડન્ટ વિઝા પર ભારત આવ્યો હતો. આ પછી 2015 માં તેની પત્ની પણ મેડિકલ વિઝા પર અહીં આવી હતી. હસનની પત્નીના વિઝા સપ્ટેમ્બર 2015 માં સમાપ્ત થઈ ગયા હતા, જ્યારે તેના વિઝા ફેબ્રુઆરી 2017 માં સમાપ્ત થઈ ગયા હતા. પોલીસે તેની વિરુદ્ધ લીવ ઈન્ડિયા નોટિસ જાહેર કરી હતી. પોલીસે તેને 14 દિવસમાં ભારત છોડવા કહ્યું. હસને ઓછામાં ઓછા ઓસ્ટ્રેલિયાના વિઝા ન મળે ત્યાં સુધી દેશનિકાલથી રક્ષણ માંગ્યું હતું. કોર્ટે કહ્યું, ‘અમે તમને માત્ર 15 દિવસની સુરક્ષા આપી શકીએ છીએ અને તેનાથી વધુ નહીં.’

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ