Republic Day 2025 Flag Hoisting: ભારતમાં પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ બે મહત્વના રાષ્ટ્રીય પર્વ છે. આ બંને દિવસો ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, અને આ પ્રસંગોએ ભારતના રાષ્ટ્રધ્વજને જુદી જુદી રીતે ફરકાવવામાં આવે છે. પરંતુ આપણામાંના ઘણાને ખબર નહીં હોય કે ધ્વજારોહણ અને ધ્વજા ફરકાવવો બંને વચ્ચે શું તફાવત છે.
ધ્વજારોહણ એટલે શું અને ક્યારે થાય છે?
પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્રતા દિવસ અવસર ભારતનો રાષ્ટ્રધ્વજ ત્રિરંગા અલગ અલગ રીતે ફરકાવવામાં આવે છે. 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ પર ધ્વજારોહણ થાય છે. ધ્વજારોહણ એટલે રાષ્ટધ્વજને દોરી વડે ખેંચીને થાંભલાની નીચેથી ઉપર ટોચ સુધી લઇ જઇ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, જેથી રાષ્ટ્રધ્વજ હવામાં લહેરાઇ શકે.
ધ્વજ ફરકાવવો એટલે શું અને ક્યારે થાય છે?
ભારતમાં 26મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રધ્વજ ફરકાવવાની રીત વિશે વાત કરીયે તો તેમા પહેલાથી જ થાંભલાની ટોચ પર રાષ્ટ્રધ્વજ દોરી વડે બાંધેલો હોય છે, આ દોરી ખેંચીને રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે.
સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર રાષ્ટ્રધ્વજનું સન્માન
ધ્વજારોહણ અને ધ્વજવંદનની પ્રક્રિયા અલગ અલગ હોવા છતાં, આ બંને સમારોહનો હેતુ એક જ છે – ભારતની સ્વતંત્રતા અને લોકશાહી મૂલ્યોનું સન્માન કરવું. સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ એ બંને આપણા ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આ બંને દિવસે આપણા રાષ્ટ્રધ્વજને સલામી આપીયે છીએ અને સ્વતંત્રતા, દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાનું સમ્માન કરીયે છીએ.
આ રાષ્ટ્રીય તહેવારો દરમિયાન ધ્વજારોહણ અને ધ્વજાવંદનની વિવિધ રીતો ભારતની સાંસ્કૃતિક અને લોકશાહી વારસાને જીવંત રાખે છે, અને તે આપણને આપણા દેશના વિકાસ અને સ્વતંત્રતા સંગ્રામની યાદ અપાવે છે.





