/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Republic-Day.jpg)
Republic Day 2025 : દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે (ફાઇલ ફોટો)
Republic Day 2025, ગણતંત્ર દિવસ : દર વર્ષે 26 જાન્યુઆરીએ દેશભરમાં પૂરા ઉત્સાહ સાથે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે દેશ પોતાનો 76મો ગણતંત્ર દિવસ ઉજવશે. આ ખાસ પ્રસંગે રાજપથ પર ઇન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિ ભવન સુધી દર વર્ષે ભવ્ય પરેડ થાય છે. આ પરેડમાં ભારતીય સેના, એરફોર્સ, નેવીની વિવિધ રેજિમેન્ટ ભાગ લે છે. આવી સ્થિતિમાં, પ્રશ્ન એ આવ્યો હશે કે પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ કેમ ઉજવવામાં આવે છે અને અન્ય કોઈ દિવસે કેમ નહીં? તેની પાછળ એક ખૂબ જ રસપ્રદ ઇતિહાસ છે. આવો જાણીએ દેશના ગણતંત્ર દિવસનો સંપૂર્ણ ઈતિહાસ.
ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીએ મનાવવામાં આવે છે કારણ કે આ દિવસે સમગ્ર દેશમાં સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થવાની સાથે જ ભારતને સંપૂર્ણ પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું હતું. આ જ કારણ છે કે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.
1947માં ભારતની આઝાદી બાદ તેને લોકતાંત્રિક બનાવવા માટે દેશનું બંધારણ બનાવવાની શરૂઆત કરવામાં આવી હતી. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસમાં તૈયાર થયેલું ભારતનું બંધારણ 26 નવેમ્બર, 1949ના રોજ દેશની બંધારણ સભાએ સ્વીકાર્યું હતું. આ પછી બીજા વર્ષે 26 જાન્યુઆરી, 1950 ના રોજ આખા દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું.
26મી જાન્યુઆરીએ જ કેમ લાગુ કરવામાં આવ્યું સંવિધાન?
26મી જાન્યુઆરીએ બંધારણ લાગુ કરવા પાછળનું એક મોટું કારણ એ પણ છે કે 1930માં તે જ દિવસે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ભારતની સંપૂર્ણ સ્વતંત્રતા જાહેર કરી હતી. 26 જાન્યુઆરી 1930ના રોજ કોંગ્રેસે અંગ્રેજોની ગુલામી સામે ભારતને સંપૂર્ણપણે સ્વતંત્ર જાહેર કર્યું હતું.
આવી સ્થિતિમાં પૂર્ણ સ્વરાજની દરખાસ્તના અમલીકરણની આ તારીખના મહત્વને ધ્યાનમાં રાખીને બંધારણના અમલ માટે 26 જાન્યુઆરીનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો. જે બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ થતા દેશને પૂર્ણ ગણતંત્ર જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારથી દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે.
આ પણ વાંચો - ભારતનું પ્રથમ પ્રજાસત્તાક દિવસ ક્યાં ઉજવાયું હતું? 26 જાન્યુઆરી વિશે રસપ્રદ માહિતી
આઝાદી મળ્યા પહેલા 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો. સંપૂર્ણ સ્વતંત્રતાની માંગણી કર્યા બાદ આઝાદી મળ્યા બાદ 26 જાન્યુઆરી 1950ના રોજ બંધારણ લાગુ કરવામાં આવ્યું અને આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરી 1950ના રોજ સવારે 10.18 વાગ્યે ભારત પ્રજાસત્તાક બન્યું હતું. તેના 6 મિનિટ બાદ સવારે 10.24 વાગ્યે ડો.રાજેન્દ્ર પ્રસાદે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
308 સભ્યોએ ભારતનું બંધારણ બનાવ્યું હતું
આજે દેશ જે બંધારણ મુજબ કામ કરી રહ્યો છે તેનો ડ્રાફ્ટ ભારત રત્ન ડો.ભીમરાવ આંબેડકરે તૈયાર કર્યો હતો, જેઓ ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે જાણીતા છે. ઘણા સુધારા અને ફેરફારો પછી સમિતિના 308 સભ્યોએ હસ્તલિખિત કાયદાની બે નકલો પર 24 જાન્યુઆરી 1950ના રોજ હસ્તાક્ષર કર્યા હતા, જે બે દિવસ પછી 26 જાન્યુઆરીએ દેશમાં લાગુ કરવામાં આવ્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us