Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ પર ભારતીય સેના પરેડ શા માટે કરે છે, આ પરંપરા ક્યારે શરૂ થઈ? જાણો ઇતિહાસ

Indian Army Parade On Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ ભારતમાં 26 જાન્યુઆરીએ ઉજવાય છે. આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં ધ્વજ ફરકાવે છે તેમજ આ કાર્યક્રમ દરમિયાન સેનાની ત્રણેય પાંખો પરેડ કરે છે. આ સમારોહમાં ભારતીય નૌકાદળ, જમીન અને વાયુસેનાનો એક ખાસ ટેબ્લો પર હોય છે.

Indian Army Parade On Republic Day 2026: પ્રજાસત્તાક દિવસ ભારતમાં 26 જાન્યુઆરીએ ઉજવાય છે. આ દિવસે ભારતના રાષ્ટ્રપતિ દિલ્હીમાં ધ્વજ ફરકાવે છે તેમજ આ કાર્યક્રમ દરમિયાન સેનાની ત્રણેય પાંખો પરેડ કરે છે. આ સમારોહમાં ભારતીય નૌકાદળ, જમીન અને વાયુસેનાનો એક ખાસ ટેબ્લો પર હોય છે.

author-image
Ajay Saroya
New Update
republic day indian army parade

Republic Day 2026, Indian Army Parade : પ્રજાસત્તાક દિવસે ભારતીય સેના કર્તવ્ય પથ પર પરેડ કરે છે. Photograph: (DD News)

Republic Day 2026: મોટાભાગના ભારતીયો માટે દિલ્હીમાં યોજાતી સૈન્ય પરેડ પ્રજાસત્તાક દિવસનું પ્રતીક છે. ભારતની સેના પરાક્રમ તેમજ તેની વૈવિધ્યસભર સંસ્કૃતિનું અદભૂત પ્રદર્શન, આ પ્રજાસત્તાક દિવસની પરેડ ઘણા ભારતીયોના હૃદયમાં વિશેષ સ્થાન ધરાવે છે. પણ શું તમારા મનમાં ક્યારેય એવો સવાલ થયો છે કે, પ્રજાસત્તાક દિવસના કાર્યક્રમમાં સેનાની પરેડમાં કેમ સામલ કરવામાં આવે છે? સૈન્ય પરેડને બંધારણના અમલીકરણ સાથે શું લેવાદેવા છે? ચાલો જાણીયે રસપ્રદ વિગત

Advertisment

સૈન્ય પરેડનો પ્રાચીન ઇતિહાસ સાથે સંબંધ

સૈનિકો અને શસ્ત્રોના અદભૂત પ્રદર્શન અને રાષ્ટ્રીય ગૌરવ વચ્ચે ઐતિહાસિક જોડાણ છે. મેસોપોટેમીયાની સંસ્કૃતિના સમયથી, સૈનિકોની પરેડ કરવાનો ઉલ્લેખ છે. બેબીલોનના ઇશ્તારના પવિત્ર દરવાજાથી પાછા ફરતા યોદ્ધા રાજાઓ શહેરમાં એક માર્ગ પર પરેડ કરતા હતા. રોમન સામ્રાજ્યના સુવર્ણ કાળમાં વિજેતા સેનાપતિઓ રાજધાનીમાંથી જુલુસ કાઢતા હતા અને ચારે બાજુથી ઉન્મત્ત ટોળાથી ધેરાઇ જતા હતા. પ્રુશિયન સૈન્ય (જેમાંથી મોટાભાગનું પ્રુશિયા આધુનિક જર્મનીનું હતું) આધુનિક લશ્કરી પરેડના પ્રણેતા માનવામાં આવે છે.

ભારતના વસાહતી ભૂતકાળ સાથે જોડાણ

બ્રિટીશ રાજ દરમિયાન શાહી પરેડ અને જુલુસ સામાન્ય હતા. તેઓ માત્ર ભારતીયો માટે જ નહીં પરંતુ બાકીના વિશ્વ માટે, ખાસ કરીને યુરોપિયન વસાહતી સત્તાઓ માટે બ્રિટિશ સત્તાનું પ્રદર્શન હતું. જ્યારે ભારતને આઝાદી મળી ત્યારે તેણે ઘણી જૂની બ્રિટિશ પરંપરાઓ ચાલુ રાખી, પરેડ તેમાંની એક હતી.

ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર સૈન્ય પરેડનું આયોજન

વર્ષ 1950માં ભારતના પ્રથમ પ્રજાસત્તાક દિવસ પર લશ્કરી પરેડ યોજાઈ હતી. તે સમયે, દેશના નેતાઓ આ અવસરને રાષ્ટ્રીય ઉત્સવના દિવસ તરીકે ઉજવવા માંગતા હતા જ્યારે તે દિવસ ભારતના નવા બંધારણની સત્તાવાર ઘોષણાનો દિવસ હતો. નેતાઓએ તેને ભારતીય રાજ્ય અને તેના લોકો માટે વિજયના દિવસ તરીકે જોયો જે સંસ્થાનવાદી શાસન સામેનો વિજય અને એક નવું, સાર્વભૌમ અને મજબૂત પ્રજાસત્તાકનું આગમન હતું. આમ, લશ્કરી પરેડને પ્રજાસત્તાક દિવસની ઉજવણીના અભિન્ન ભાગ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો.

Advertisment

ઇતિહાસકાર રામચંદ્ર ગુહાએ 'ઈન્ડિયા આફ્ટર ગાંધી'માં લખ્યું છે, "1950માં પરેડ ઇરવિન એમ્ફીથિયેટર (હાલના મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ)માં યોજાઈ હતી. આ સમારોહમાં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદની સત્તાવાર શપથ ગ્રહણ અને 3000થી વધુ પુરુષોની માર્ચિંગ ટુકડી સામેલ હતી, જેમાં તોપખાનાએ 21 તોપોની સલામી આપી હતી અને ભારતીય વાયુસેનાના લિબરેટર એરક્રાફ્ટ ઉપર ઉડી રહ્યા હતા.”

પ્રજાસત્તાક દિવસની પરેડમાં સુધારો કરવામાં આવ્યો છે, આ વખતે ત્રણેય સેવાઓ સંયુક્ત ઝાંખી કાઢશે

પ્રજાસત્તાક દિવસ પર સેનાની ભવ્ય પરેડ

જેમ જેમ પરેડ રાજપથ (હવે કર્તવ્ય પથ) પર સ્થાનાંતરિત થઈ, તેમ તેમ તેનો વ્યાપ વધુ ભવ્ય થતો ગયો. હવે પરેડની છબી પણ અલગ હતી. તત્કાલીન વાઈસરોયના આવાસથી લઈને બ્રિટિશ ભારતીય સૈનિકોના સ્મારક સુધી, જેને આજે આપણે ઈન્ડિયા ગેટ તરીકે ઓળખીએ છીએ, સમયની સાથે તેને એક નવો અર્થ આપવામાં આવ્યો. આ ઉપરાંત, પ્રજાસત્તાક દિવસની પરેડમાં ઓછા સમયમાં ઘણા બિન-લશ્કરી તત્વોનો પણ સમાવેશ થવા લાગ્યો. પ્રતિષ્ઠિત ઝાંખી આ કાર્યક્રમનો અભિન્ન ભાગ બની હતી, જે ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિનું પ્રતીક પણ છે.

1950 અને 1960ના દાયકામાં ભારત અને તેના ઘણા રાજ્યો વચ્ચે ઘણો તણાવ હતો, મુખ્યત્વે ભાષાકીય અને સાંસ્કૃતિક મતભેદોને કારણે. આવી સ્થિતિમાં વિવિધ રાજ્યોના ટેબ્લોને ભારતના મતભેદોની ઉજવણી કરવા અને એક સુસંગત રાષ્ટ્રીય ઓળખને પ્રોત્સાહન આપવાના માર્ગ તરીકે રજૂ કરવામાં આવ્યા હતા. 15 ઓગસ્ટે ધ્વજારોહણ થાય છે અને 26 જાન્યુઆરીએ ધ્વજ ફરકાવવામાં આવે છે. જાણો બંને વચ્ચે શું તફાવત છે.

india ભારતીય વાયુસેના Indian army પ્રજાસત્તાક દિવસ