Republic Day 2026 : પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી? ભારતની આઝાદીના ઇતિહાસમાં આ તારીખ કેમ ખાસ છે?

26 January Republic Day Interesting Facts: પ્રજાસત્તાક દિવસ ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવે છે. આ તારીખે ભારતમાં સંવિધાન લાગુ થયું હતું, જે બધા જાણે છે. આ સિવાય કઇ ખાસ બાબત છે જેના લીધે પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરી તારીખ પસંદ કરવામાં આવી હતી. જાણો રસપ્રદ વિગત

26 January Republic Day Interesting Facts: પ્રજાસત્તાક દિવસ ભારત દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવે છે. આ તારીખે ભારતમાં સંવિધાન લાગુ થયું હતું, જે બધા જાણે છે. આ સિવાય કઇ ખાસ બાબત છે જેના લીધે પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરી તારીખ પસંદ કરવામાં આવી હતી. જાણો રસપ્રદ વિગત

author-image
Ajay Saroya
New Update
Republic Day 2026 | India Republic Day date | 26 January Republic Day

Republic Day At 26 January : ભારતમાં પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ ઉજવાય છે. Photograph: (Freepik)

Republic Day Interesting Facts: પ્રજાસત્તાક દિવસ ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ઉજવાય છે. આપણે બધા જાણીયે છે કે, આઝાદી બાદ ભારતમાં 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશનું સંવિધાન લાગુ થયું હતું, તેથી આ તારીખને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જો કે સંવિધાન સિવાય એવી કઇ ખાસ બાબત છે જેના લીધે પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરી તારીખ પસંદ કરવામાં આવી હતી. આ તારીખ ભારતની આઝાદીની લડતમાં કેમ ખાસ મહત્વ ધરાવે છે? જાણો રસપ્રદ વિગત

Advertisment

2026માં ભારત કેટલામો પ્રજાસત્તાક દિવસ ઉજવશે?

વર્ષ 2026માં ભારત પોતાનો 77મો ગણતંત્ર દિવસ ઉજવશે. આઝાદી બાદ ભારતમાં 26 જાન્યુઆરી, 1950ના રોજ દેશનું સંવિધાન લાગુ થયું હતું, તેથી આ તારીખને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રસપ્રદ બાબત એ છે કે, વર્ષ 1949માં 26 નવેમ્બરના રોજ ભારતની બંધારણ સભાએ ભારતનું બંધારણ અપનાવ્યું હતું, જેથી તે દિવસે ભારતમાં સંવિધાન દિવસ ઉજવાય છે. આ દિવસની ઉજવણીનો હેતુ ભારતના બંધારણનું મહત્વ અને તેના નિર્માણમાં યોગદાન આપનારાઓને સન્માનિત કરવાનો છે.

ભારતમાં 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસની ઉજવણી 

દર વર્ષની જેમ આ વખતે પણ 26 જાન્યુઆરીએ દેશભરમાં પ્રજાસત્તાક દિવસ ઉજવાશે. મુખ્ય કાર્યક્રમ ઐતિહાસિક કર્તવ્ય પથ પર યોજાશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દિવસે બારતે પોતાને એક સાર્વભૌમિક, લોકતાંત્રિક, ધર્મનિરપેક્ષ અને બિનસાંપ્રદાયિકતા દેશ જાહેર કર્યો હતો.

ભારતમાં પ્રજાસત્તાક દિવસ ની પરેડને દુનિયાની સૌથી મોટી સૈન્ય પરેડ માનવામાં આવે છે. આ પરેટમાં હજારો સૈનિકો, ઉંટ સવાર, ઘોડેસવાર, મોટરસાઇકલ ચાલક ખતરનાક કરતબ રજૂ કરે છે. 29 જાન્યુઆરીએ યોજાતી બીટિંગ ધ રિટ્રીટ કાર્યક્રમ સાથે ગણતંત્તર કાર્યકમનું સમાપન થાય છે.

Advertisment

પ્રજાસત્તાક દિવસ માટે 26 જાન્યુઆરી કેમ પસંદ કરવામાં આવી?

26 જાન્યુઆરી તારીખનો ભારતની આઝાદીની લડતમાં બહુ મહત્વ છે. વર્ષ 1930માં આ તારીખે લાહોર અધિવેશનમાં કોંગ્રેસે પૂર્ણ સ્વરાજની ઘોષણા કરી હતી. ડો. ભીમરાવ આંબેડકરની અધ્યક્ષતાવાળી બંધારણ સમિતિએ લગભગ 3 વર્ષની મહેનત બાદ દેશનું બંધારણ તૈયાર કર્યું હતું, જે 26 જાન્યુઆરી 1050ના રોજ સમગ્ર ભારતમાં લાગુ થયું હતું. આ સાથે Government of India Act 1935 નું સ્થાન ભારતીય સંવિધાને લીધું હતું. આ સાથે જ ભારતમાં સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુત્વની સ્થાપના થઇ હતી.

પ્રજાસત્તાક દિવસ india દેશ