Republic Day: કોણ છે હર્ષિતા રાઘવ? પ્રજાસત્તાક દિવસે પરેડમાં RVC દળની આગેવાની કરનાર પ્રથમ મહિલા સેના અધિકારી

Republic Day 2026 Parade: પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પરેડમાં પ્રથમ વાર મહિલા સૈન્ય અધિકારી હર્ષિતા રાઘવે રિમાઉન્ટ અને વેટરનરી કોર્પ્સ (આરવીસી) દળનું નેતૃત્વ કર્યું હતું.

Republic Day 2026 Parade: પ્રજાસત્તાક દિવસે કર્તવ્ય પથ પર પરેડમાં પ્રથમ વાર મહિલા સૈન્ય અધિકારી હર્ષિતા રાઘવે રિમાઉન્ટ અને વેટરનરી કોર્પ્સ (આરવીસી) દળનું નેતૃત્વ કર્યું હતું.

author-image
Ajay Saroya
New Update
harshita raghav | harshita raghav rcv contingent | Republic Day 2026 Parade

Harshita Raghav : હર્ષિતા રાઘવ પ્રજાસત્તાક દિવસ 2026 પરેડમાં RVC દળનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા સેના અધિકારી છે. Photograph: (Express Photo)

Republic Day 2026 Parade: ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની અધ્યક્ષતામાં રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ ખાતે મુખ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ છે. સૈન્ય પરેડ ટુકડીમાં રિમાઉન્ટ અને વેટરનરી કોર્પ્સ (આરવીસી)નું પશુ દળ પણ સામેલ છે, જેની આગેવાની પ્રથમવાર મહિલા અધિકારી કેપ્ટન હર્ષિતા રાઘવ કરશે.

Advertisment

હર્ષિતા રાઘવ ભારતીય વાયુસેનાના નિવૃત્ત ગ્રુપ કેપ્ટનની પુત્રી છે. તેમણે ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે,  "એક સૈનિકના બાળક તરીકે, અમને ઘણી જગ્યાઓની મુલાકાત લેવા મળે છે. નાનપણથી જ તેમણે પશુચિકિત્સક બનવાનું સપનું જોયું હતું. "જ્યારથી મને ખબર પડી કે કોઈ પ્રાણીઓની સારવાર કરી શકે છે, ત્યારથી મેં તે બનવાનું નક્કી કર્યું. દરરોજ તેમના પિતાને ગણવેશમાં જોઈને તેમને આ સપનાને સશસ્ત્ર દળોમાં સેવા સાથે જોડવાની પ્રેરણા મળી. ”

કેપ્ટન હર્ષિતા 2023માં કમિશન મેળવનાર ચાર મહિલાઓની પ્રથમ બેચમાં સામેલ હતા

હર્ષિતા રાઘવ મુંબઈ વેટરનરી કોલેજમાંથી વેટરનરી સાયન્સમાં સ્નાતક થયા. જ્યારે RVCએ 2023માં મહિલા અધિકારીઓની ભરતી કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે આ તકનો લાભ લીધો. તે વર્ષે કમિશન થનારી ચાર મહિલાઓની પ્રથમ બેચ પૈકીના એક હતા. "સશસ્ત્ર દળોમાં રહેવું અને પ્રાણીઓની સેવા કરવી એ મારા માટે સંપૂર્ણ સંયોજન છે." મેરઠમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી અને RVC સેન્ટર એન્ડ કોલેજમાં તેમની તાલીમ દરમિયાન, હર્ષિતાને તેના 20 સાથીદારોની બેચમાં સર્વશ્રેષ્ઠ અધિકારીનો એવોર્ડ મળ્યો હતો.

Advertisment

કેપ્ટન હર્ષિતા રાઘવે કહ્યું, "લશ્કરી તાલીમ બધા માટે સમાન છે, લિંગના આધારે કોઈ ભેદભાવ નથી. તેમાં મૂળભૂત લશ્કરી કુશળતાનો સમાવેશ થાય છે જ્યાં તમને અધિકારી બનવાનું શીખવવામાં આવે છે. શસ્ત્રોની તાલીમ, કવાયત, શારીરિક તંદુરસ્તીના ધોરણો અને સેવામાં રહેલા ઘોડાઓ અને કૂતરાઓ માટે વિશેષ તકનીકી પશુચિકિત્સા સંભાળનો પણ સમાવેશ થાય છે. ”

કપ્ટેન જણાવે છે કે, પ્રાણીઓ બોલી શકતા નથી, આપણે તેમના સંકેતો સમજવા પડે છે અને સક્રિય રહેવું પડે છે." "તેઓ દરેક પ્રાણીને વ્યક્તિગત રીતે જાણે છે, કોઈ બે પ્રાણી સમાન નથી અને તે બધા મારા પ્રિય છે." હર્ષિતા રાઘવ કહે છે કે, પ્રાણીઓને સંભાળવું તેના માટે કોઈ પડકાર નથી કારણ કે પાંચ વર્ષનો પશુચિકિત્સા અભ્યાસક્રમ તેને તમામ પ્રજાતિઓ સાથે વ્યવહાર કરવાનું શીખવે છે અને તેને પૂરતો વ્યવહારુ અનુભવ પણ આપે છે.

સેના એ અગાઉ પણ પ્રજાસત્તાક દિવસની પરેડમાં ભાગ લીધો છે, જેમાં 2016માં ડોગ સ્કવોડ પણ સામેલ હતા, પરંતુ આ વર્ષની દળ - બેક્ટ્રિયન ઊંટ, ઝાંસ્કર ટટ્ટુ, શિકારી પક્ષીઓ અને સ્વદેશી પ્રજાતિ - પ્રથમ વખત કર્તવ્ય પથમાં જોડાઈ રહ્યા છે. "તેમના કાર્યને માન્યતા આપવામાં આવી છે, પરંતુ આ પરેડ તેમની ભૂમિકાને પ્રકાશિત કરે છે. ”

આ પણ વાંચો | પદ્મ પુરસ્કાર 2026 વિજેતાઓની જાહેરાત, આ નાયકોએ જીત્યું દેશનું સન્માન; જુઓ સંપૂર્ણ યાદી

કર્તવ્ય પથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી

ભારત આજે પોતાનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની આગેવાનીમાં રાષ્ટ્રીય રાજધાનીમાં કર્તવ્ય પથ ખાતે મુખ્ય પ્રજાસત્તાક દિવસની ઉજવણી થઇ છે. પ્રજાસત્તાક દિવસની પરેડ રાષ્ટ્રીય એકતાનું એક શક્તિશાળી પ્રતીક છે, જે ભારતની સૈન્ય શક્તિ, સાંસ્કૃતિક વિવિધતા અને રાષ્ટ્રીય એકતાનું પ્રદર્શક છે. યુરોપિયન કાઉન્સિલનના પ્રમુખ એન્ટોનિયો લુઇસ સાન્તોસ દા કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ હતા. 

દેશ Indian army india પ્રજાસત્તાક દિવસ