Padma Awards 2025: ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી છે. એક તરફ આ લિસ્ટમાં ઘણા મોટા ચહેરા છે તો બીજી તરફ ઘણા સામાન્ય નાગરિકો પણ છે, જે પોત-પોતાના ક્ષેત્રમાં વિશેષ કામ કરીને ખાસ બન્યા છે. કુલ 139 લોકોને પદ્મ પુરુસ્કાર આપવાની જાહેરાત કરી છે. જેમાં 7 ને પદ્મ વિભૂષણ, 19 ને પદ્મ ભૂષણ અને 113 હસ્તીઓને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવશે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પદ્મ પુરુસ્કારના લિસ્ટમાં કુવૈતની યોગ ટ્રેનર અને સેબ સમ્રાટ હરિમાનનું નામ પણ સામેલ છે. દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંથી એક પદ્મ પુરસ્કારો ત્રણ કેટેગરીમાં આપવામાં આવે છે. જેમાં પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મ શ્રીનો સમાવેશ થાય છે. આ પુરસ્કારોમાં કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વ્યવસાય, ઉદ્યોગ, ચિકિત્સા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત અને નાગરિક સેવા જેવા વૈવિધ્યસભર ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતાને માન્યતા આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ 7 હસ્તીઓને પદ્મ વિભૂષણ
- દુવ્વુર નાગેશ્વર રેડ્ડી (મેડિસિન)
- જસ્ટિસ (રિટાયર્ડ) જગદીશ સિંહ ખેહર (પબ્લિક અફેર્સ)
- કુમુદિની રજનીકાંત લાખિયા (કલા)
- લક્ષ્મીનારાયણ સુબ્રમણ્યમ (કલા)
- એમ.ટી.વાસુદેવન નાયર (સાહિત્ય અને શિક્ષણ) મરણોપરાંત
- ઓસામુ સુઝુકી (વેપાર અને ઉદ્યોગ) મરણોપરાંત
- શારદા સિંહા (કલા)મરણોપરાંત
આ 19 હસ્તીઓને પદ્મ ભૂષણ
- એ સૂર્ય પ્રકાશ (સાહિત્ય અને શિક્ષણ – પત્રકારત્વ)
- અનંત નાગ (કલા)
- બિબેક દેબરોય (મરણોત્તર) સાહિત્ય અને શિક્ષણ
- જતીન ગોસ્વામી (કલા)
- જોસ ચાકો પેરિયાપ્પુરમ (મેડિસિન)
- કૈલાશ નાથ દીક્ષિત (પુરાતત્ત્વીય)
- મનોહર જોશી (મરણોપરાંત) સાર્વજનિક બાબત
- નલ્લી કુપ્પુસ્વામી ચેટ્ટી (વેપાર અને ઉદ્યોગ)
- નંદમૂરી બાલકૃષ્ણ (કલા)
- પીઆર શ્રીજેશ (રમતગમત)
- પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ)
- પંકજ ઉધાસ (મરણોપરાંત) કલા
- રામ બહાદુર રાય (સાહિત્ય અને શિક્ષણ પત્રકારત્વ)
- સાધ્વી ઋતંભરા (સામાજિક કાર્ય)
- એસ અજિત કુમાર (કલા)
- શેખર કપૂર (કલા)
- સુશીલ કુમાર મોદી (મરણોપરાંત) સાર્વજનિક બાબત
ગુજરાતની 8 હસ્તીઓને પદ્મ શ્રી એવોર્ડ
પદ્મ વિભૂષણ
કુમુદિની રજનીકાંત લાખિયા (કલા, ગુજરાત)
પદ્મ ભૂષણ
પંકજ પટેલ (વેપાર અને ઉદ્યોગ, ગુજરાત)
પદ્મ શ્રી
- ચંદ્રકાંત શેઠ (મરણોત્તર) (સાહિત્ય અને શિક્ષણ)
- ચંદ્રકાંત સોમપુરા (સ્થાપત્ય)
- પરમાર લવજીભાઈ નાગજીભાઈ (કલા)
- રતન કુમાર પરીમુ (કલા)
- સુરેશ હરિલાલ સોની (સમાજ સેવા)
- તુષાર દુર્ગેશભાઈ શુક્લા (સાહિત્ય અને શિક્ષણ)





