Ramnath Goenka Memorial Lecture 2025 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી થોડીવારમાં છઠ્ઠુ રામનાથ ગોએન્કા લેક્ચર આપશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠા રામનાથ ગોએન્કા લેક્ચર માટે મંચ પર આવશે, ત્યારે આ માત્ર એક ભાષણ નહીં પરંતુ વિચારોની ક્રાંતિ શરૂ થવાની છે. Express Groupની આ પ્રતિષ્ઠિત શ્રેણી એવા વક્તાઓને આમંત્રિત કરે છે જેમણે સમાજમાં પરિવર્તન લાવ્યું છે, અને આ વખતે દેશના વડા પ્રધાન સમકાલીન પડકારો પર પોતાની દૃષ્ટિ રજૂ કરશે.
આ ક્ષણ માત્ર રાજકીય નહીં, પરંતુ ભારતના ભવિષ્ય માટે માર્ગદર્શક બની શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 8-00 કલાકે રામનાથ ગોએન્કા વ્યાખ્યાનમાળા અંતર્ગત પોતાના વિચારો રજૂ કરવાના છે. જેની સૌ દેશવાસીઓની નજર છે.
એક્સપ્રેસ ગ્રુપના સ્થાપક રામનાથ ગોએન્કાના શ્રેષ્ઠ વિચારોની યાદગીરીમાં શરૂ કરાયેલ રામનાથ ગોએન્કા લેક્ચર સીરીઝમાં એવા વક્તાઓને આમંત્રિત કરવામાં આવે છે. જેમણે પરિવર્તન લાવ્યું છે અને સમકાલીન પડકારો પર વિવેચનાત્મક અને વિવેચનાત્મક વિચારસરણીને પ્રેરણા આપી છે. પ્રતિષ્ઠિત એવી આ વ્યાખ્યાનમાળામા અત્યાર સુધી શ્રેષ્ઠ વ્યક્તિઓ પોતાના વિચાર રજૂ કર્યા છે અને એક નવી દિશા આપી છે.
એક્સપ્રેસ ગ્રુપના ચેરમેન વિવેક ગોએન્કાએ જણાવ્યું કે, “આ લેક્ચર કોઈ સમારોહ નથી, પરંતુ સત્ય કહેવા, જવાબદારી અને વિચારોની શક્તિના મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધતા છે.
વધુમાં તેમણે કહ્યું કે, “આ એક એવો સમય છે જ્યારે વિશ્વમાં શક્તિનું સંતુલન બદલાઈ રહ્યું છે, જ્યારે દેશો તેમની ભૂમિકા અને હેતુને ફરીથી વ્યાખ્યાયિત કરી રહ્યા છે, અને જ્યારે અનિશ્ચિતતા અને અસ્થિરતા આપણા સમયના સૌથી મહત્વપૂર્ણ શબ્દો બની ગયા છે. વિશ્વની સૌથી મોટી લોકશાહીના સર્વોચ્ચ ચૂંટાયેલા કાર્યાલયનું પ્રતિનિધિત્વ કરતા પ્રધાનમંત્રીની વાત સાંભળવી વધુ મહત્વપૂર્ણ બની જાય છે.





