Rohan Gupta Refused Contest Congress Candidate For Ahmedabad East Lok sabha Consists : લોકસભા ચૂંટણી 2024 પહેલા જ કોંગ્રેસને એક પછી એક ફટકો લાગી રહ્યા છે. અમદાવાદ પૂર્વના કોંગ્રેસ ઉમેદવાર રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવા ઈનકાર કર્યો છે. રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા ઈન્કાર કર્યો છે. ઉપરાંત રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. આમ બે પિતા અને પુત્રના આ નિર્ણયથી અનેત તર્ક વિતર્ક લગાવવામાં આવી રહ્યા છે.
રોહન ગુપ્તા અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકની ચૂંટણી નહીં લડે
રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ શેર કરી છે. આ ટ્વિટમાં હાથેથી લખેલો એક પત્ર છે. આ પત્રમાં લખ્યું છે – મારા પિતાની અત્યંત અસ્વસ્થ પરિસ્થિતિને કારણે હું અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે મારું નામ પાછું ખેંચુ છે. હું વર્તમાન પરિસ્થિતિમાં નૈતિક રીતે આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ છું. પાર્ટી દ્વારા જે પણ ઉમેદવારને પસંદ કરવામાં આવશે તેમને મારો સંપૂર્ણ સાથે સહકાર આપીશું.
રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાનું પણ કોંગ્રેસમાંથી રાજીનામું
રોહન ગુપ્તાએ અમદાવાદ પૂર્વ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે. તો રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. પિતા અને પુત્રના એકાએક નિર્ણયથી કોંગ્રેસને મોટો આંચકો લાગ્યો છે. રાજકુમાર ગુપ્તા છેલ્લા 40 વર્ષથી કોંગ્રેસના સભ્ય છે. તેઓ કોંગ્રેસમાં મહામંત્રી, ઉપપ્રમુખ અને ખજાનચી પદે રહી ચૂક્યા છે. રોહન ગુ્પ્તાએ પિતા રાજકુમારની તબિયત સારી ન હોવાનું કારણ જણાવી લોકસભા ચૂંટણી લડવા ઇનકાર કર્યો છે.

ગુજરાત લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ ઉમેદવારની યાદી
લોકસભા ચૂંટણી 2024 ની તારીખ જાહેર થઇ ગઇ છે. ગુજરાતની વાત કરીએ તો ભાજપે 26 બેઠકોમાંથી ભાજપે 22 ઉમેદવાર જાહેર કર્યા છે. જ્યારે કોંગ્રેસે 7 ઉમેદવારની જાહેરાત કરી છે. ભાજપની વાત કરીએ તો અમિત શાહ ગાંધીનગરથી, સીઆર પાટીલ નવસારીથી, દેવુસિંહ ચૌહાણ ખેડાથી, મનસુખ વસાવા ભરૂચથી, પૂનમ માડમ જામનગરથી, વિનોદ ચાવડા કચ્છથી, ભરતજી ડાભી પાટણથી, મિતેશ પટેલ આણંદથી, જસવંતસિંહ ભાભોર દાહોદથી, પ્રભુ વસાવા બારડોલીથી ચૂંટણી લડશે.
બેઠક ભાજપ કોંગ્રેસ આપ ગાંધીનગર અમિત શાહ નવસારી સીઆર પાટીલ ખેડા દેવુસિંહ ચૌહાણ ભરુચ મનસુખ વસાવા ચૈતર વસાવા જામનગર પૂનમ માડમ કચ્છ વિનોદ ચાવડા નિતેશ લાલણ પાટણ ભરતજી ડાભી આણંદ મિતેશ પટેલ દાહોદ જસવંતસિંહ ભાભર બારડોલી પ્રભુ વસાવા સિદ્ધાર્થ ચૌધરી પંચમહાલ રાજપાલસિંહ જાધવ છોટા ઉદેપુર જસુભાઇ રાઠવા વલસાડ ધવલ પટેલ અનંત પટેલ સુરત મુકેશ દલાલ સાબરકાંઠા ભીખાજી ઠાકોર અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ — અમદાવાદ પશ્ચિમ દિનેશ મકવાણા ભરત મકવાણા વડોદરા રંજનબેન ભટ્ટ રાજકોટ પુરુષોત્તમ રુપાલા જામનગર મનસુખ માંડવિયા બનાસકાંઠા રેખા ચૌધરી ગેનીબેન ઠાકોર ભાવનગર નિમુબેન બંભાણિયા ઉમેશ મકવાણા પોરબંદર લલિત વસોયા





