RSS Meeting In Kerala: આરએસએસ બેઠકનો આજે બીજો દિવસ છે, ભાજપ વાર્ષિક અહેવાલ રજૂ કરશે, આ મુદ્દાઓ પર ચર્ચા થશે

RSS Meeting In Kerala: આરએસએસ બેઠક લોકસભા ચૂંટણી પરિણામો બાદ પ્રથમવાર યોજાઇ રહી હોવાથી ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સંઘને લઈ ઘણી જ નિવેદનબાજી થઈ હતી.

Written by Ajay Saroya
September 01, 2024 12:45 IST
RSS Meeting In Kerala: આરએસએસ બેઠકનો આજે બીજો દિવસ છે, ભાજપ વાર્ષિક અહેવાલ રજૂ કરશે, આ મુદ્દાઓ પર ચર્ચા થશે
RSS Meeting In Kerala: આરએસએસ અખિલ ભારતીય સમન્વય બેઠકમાં સંઘના વડા મોહન ભાગવત. (Photo: @RSSorg)

RSS Meeting In Kerala: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) કેરળના પલક્કડમાં અખિલ ભારતીય સમન્વય બેઠકનું આયોજન કરી રહ્યું છે. રવિવારે આરએસએસ બેઠકનો બીજો દિવસ છે. આ બેઠક ત્રણ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન રવિવારે સંગઠન મહામંત્રી બીએલ સંતોષ ભાજપ વતી વાર્ષિક અહેવાલ રજૂ કરશે. શનિવારે થયેલી આ બેઠકમાં બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ અને તેમની સુરક્ષા અંગે એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આરએસએસ બેઠક : ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે

આરએસએસ બેઠકના બીજા દિવસ આજે ભાજપ દ્વારા વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય મુદ્દાઓની સાથે પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોના અનેક મુદ્દાઓને પણ ચર્ચામાં સામેલ કરવામાં આવ્યા છે. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ આરએસએસની આ પહેલી મહત્વપૂર્ણ બેઠક છે. આ બેઠકમાં આરએસએસ સાથે જોડાયેલા 32 સંગઠનોના 320થી વધુ પદાધિકારીઓ ભાગ લઈ રહ્યા છે.

આ બેઠક એટલા માટે ઘણી મહત્વની માનવામાં આવે છે કારણ કે લોકસભા ચૂંટણી બાદ પહેલીવાર સંઘની મોટી બેઠક યોજાઈ રહી છે. લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન સંઘને લઈને ઘણી જ નિવેદનબાજી થઈ હતી. આવી સ્થિતિમાં, આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ છે.

આરએસએસ આગામી વર્ષે શતાબ્દી વર્ષ ઉજવશે

આરએસએસ બેઠકમાં બાંગ્લાદેશમાં થઈ રહેલા ઘટનાક્રમ પર પણ ચર્ચા થશે. આવતા વર્ષે, 2025 માં, આરએસએસ તેના શતાબ્દી વર્ષની ઉજવણી કરશે. આ સમય દરમિયાન સંઘ પાંચ નવી પહેલ પણ શરૂ કરશે. જેમાં સામાજિક સમરસતા, પરિવાર જાગૃતિ, પર્યાવરણનું રક્ષણ, આત્મનિર્ભરતા અને નાગરિક જવાબદારીનો સમાવેશ થાય છે. આરએસએસના એક નેતાએ કહ્યું કે, સામાજિક સમરસતાના ભાગરૂપે સંઘ સમાજમાં એકતા અને સદભાવ વધારવાનો પ્રયાસ કરશે. પારિવારિક જાગૃતિ હેઠળ સંઘ એ જોશે કે કેવી રીતે પરિવારોને મજબૂત બનાવી શકાય છે અને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી શકાય છે, એમ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો | મોહન ભાગવતને PM મોદી અને શાહની જેમ મળશે સુરક્ષા, હવે RSS ચીફ ASLના કવરમાં રહેશે

આ વર્ષના અંતમાં મહારાષ્ટ્ર, ઝારખંડ, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. જમ્મુ-કાશ્મીર અને હરિયાણામાં પણ ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. સાથે જ ભાજપે વર્ષના અંત સુધીમાં પોતાના નવા અધ્યક્ષની પસંદગી કરવાની છે. આવી સ્થિતિમાં બેઠકમાં આ મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ