India: ઈઝરાયલ ઇરાન યુદ્ધ વચ્ચે ભારત માટે સારા સમાચાર, રશિયા 95 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ આપશે!

India Imports Russia Curde Oil : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી હોર્મુઝની સમુદ્રધુની માથી ક્રૂડ ઓઇલની સપ્લાય અટકતા ભાવ વધ્યા છે. હાલ ભારત પાસે માત્ર 25 દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો છે.

India Imports Russia Curde Oil : ઈઝરાયલ ઇરાન યુદ્ધથી હોર્મુઝની સમુદ્રધુની માથી ક્રૂડ ઓઇલની સપ્લાય અટકતા ભાવ વધ્યા છે. હાલ ભારત પાસે માત્ર 25 દિવસ ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો છે.

author-image
Ajay Saroya
New Update
Crude oil

ભારત ક્રૂડ ઓઇલનો દુનિયામાં ત્રીજો સૌથી મોટો ગ્રાહક અને ટોચના આયાતકારોમાં એક છે

India Imports Curde Oil For Russia : ઈઝરાયલ ઇરાન યુદ્ધના પગલે ઓઇલ અને ગેસની સપ્લાય અટકતા ક્રૂડના ભાવમાં ભડકો થયો છે. આવી મુશ્કેલ ઘડીમાં ભારત માટે એક રાહતના સમાચાર આવ્યા છે. રશિયા સંભવિત પુરવઠા વિક્ષેપની અસરને ઘટાડવા માટે ભારતને ક્રૂડ ઓઇલ મોકલવા તૈયાર છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, લગભગ 95 લાખ બેરલ રશિયન ક્રૂડ ઓઇલથી ભરેલા જહાજો પહેલાથી જ ભારતીય પાણીની નજીક છે અને થોડા અઠવાડિયામાં રિફાઇનરી સુધી પહોંચી શકે છે.

Advertisment

આ પગલું મહત્વનું માનવામાં આવે છે, કારણ કે ભારતમાં માત્ર 25 દિવસ સુધી ચાલે તેટલો ક્રૂડ ઓઇલનો જથ્થો છે, જ્યારે રિફાઇનરો પાસે ગેસોઇલ, ગેસોલિન અને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસનો મર્યાદિત સ્ટોક છે. રોઇટર્સના એક અહેવાલ અનુસાર, ભારત સરકારના એક સૂત્રએ જણાવ્યું હતું કે નવી દિલ્હી 10-15 દિવસ પછી મધ્ય પૂર્વમાં ચાલી રહેલી લડાઈની તૈયારી માટે હજી પણ અન્ય પુરવઠાની શોધમાં છે.

ભારત ક્રૂડ ઓઇલની સપ્લાયના અન્ય સ્ત્રોત શોધવા સક્રિય

આ અવરોધની બજાર પર તાત્કાલિક અસર પડશે, ભારતની લગભગ 40% ક્રૂડ આયાત વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ નિકાસ માર્ગ હોર્મુઝની સમુદ્રધુનીમાંથી પસાર થશે, અને આ માર્ગ બંધ થવાથી દુનિયાનો ત્રીજો સૌથી મોટો ઓઇલ વપરાશકાર દેશને ક્રૂડ ઓઇલની આયાતના અન્ય વિકલ્પો શોધવાની ફરજ પડી છે.

ભારતીય રિફાઇનરીઓ દરરોજ લગભગ 5.6 મિલિયન બેરલ ક્રૂડની પ્રોસેસ કરે છે. શનિવારે ઇરાન સ્થિત ઠેંકાણા પર યુએસ અને ઇઝરાયલના હુમલા પછી હોર્મુઝની સમુદ્રધુનીમાંથી ક્રૂડ ઓઇલની સપ્લાય અટકી ગઇ છે.

Advertisment

Crude Oil Price | Crude Oil | petrol diesel price hike
Crude Oil : ક્રૂડ ઓઇલ, પ્રતિકાત્મક તસવીર. Photograph: (Freepik)

રોઇટર્સના અહેવાલ અનુસાર, ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે રશિયા ભારતની 40% ક્રૂડ જરૂરિયાતોને પહોંચી વળવામાં મદદ કરવા તૈયાર છે. ઉદ્યોગના ડેટા દર્શાવે છે કે જાન્યુઆરીમાં ભારતની રશિયન ક્રૂડની આયાત ઘટીને લગભગ 1.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે, જે નવેમ્બર 2022 પછી સૌથી ઓછી છે.

નવી દિલ્હીએ યુએસ ટેરિફમાંથી રાહત માંગી હતી, જેનાથી કુલ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો ઘટીને 21.2 ટકા થયો હતો. સૂત્રએ જણાવ્યું હતું કે ફેબ્રુઆરીમાં આ હિસ્સો લગભગ 30% થયો હતો.

બે રિફાઇનિંગ સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારતીય રિફાઇનર્સ રશિયન ક્રૂડ વેચતા વેપારીઓ સાથે નિયમિત સંપર્કમાં છે, પરંતુ અમેરિકા સાથે વેપાર વાટાઘાટો ચાલુ હોવાથી રશિયાથી આયાતમમાં કોઈપણ વધારો સરકારના માર્ગદર્શન પર નિર્ભર રહેશે.

આ પણ વાંચો | અમેરિકાની કોર્ટનો ડોનાલ્ડ ટ્રમ્પને ફટકો, અબજો ડોલરનો ટેરિફ પરત કરવા આદેશ

પુતિને ઈરાન સંકટ વચ્ચે યુરોપમાં ગેસનો પુરવઠો બંધ કરવાની ચેતવણી આપી

રોઇટર્સના એક અહેવાલ અનુસાર, ઇરાન સંકટને કારણે ઇંધણના ભાવમાં તીવ્ર વધારો થયો છે. આવી સ્થિતિમાં, બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી હતી કે રશિયા હમણાં જ યુરોપને ગેસનો પુરવઠો બંધ કરી શકે છે. તેમણે કહ્યું કે આવો નિર્ણય લઈ શકાય છે કારણ કે યુરોપિયન યુનિયન (ઇયુ) રશિયા પાસેથી ગેસ અને એલએનજીની ખરીદી પર પ્રતિબંધ મૂકવાની યોજના બનાવી રહ્યું છે.

ઈરાન ઈઝરાયલ યુદ્ધ રશિયા india