/indian-express-gujarati/media/media_files/2025/12/23/crime-news-2025-12-23-16-55-19.jpg)
ક્રાઈમ ન્યૂઝ- પ્રતિકાત્મક તસવીર Photograph: (freepik)
Russia's Knife Attack On Imdian Students : રશિયાની એક યુનિવર્સિટીમાં શનિવારે છરીના હુમલાની ઘટનામાં ઓછામાં ઓછા આઠ લોકો ઘાયલ થયા છે. આ ઘાયલોમાં ચાર ભારતીય મેડિકલ વિદ્યાર્થી અને બે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર, શનિવારે રશિયાના ઉફામાં છરીના હુમલામાં ચાર ભારતીય મેડિકલ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.
મોસ્કોમાં ભારતીય દૂતાવાસના એક નિવેદન મુજબ, લગભગ 400 કિમી દૂર આવેલા કાઝાનમાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓ અસરગ્રસ્તોને સહાય આપવા માટે જઈ રહ્યા હતા. રેન ટીવીએ ઘાયલોને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાના વીડિયો બતાવ્યા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ જણાવ્યું હતું કે "ચારે બાજુ લોહી" હતું.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મેડિકલ યુનિવર્સિટીના વિદેશી વિદ્યાર્થીઓ માટે એક કિશોરે હોસ્ટેલમાં પ્રવેશ કર્યો હતો અને વિદ્યાર્થીઓ પર છરીથી હુમલો કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના રશિયાના રિપબ્લિક ઓફ બશકોર્તોસ્તાનની એક મેડિકલ યુનિવર્સિટીમાં બની હતી.
હુમલાખોરે પોતાને પણ ઘાયલ કર્યો
રશિયાના ગૃહ મંત્રાલયના પ્રવક્તા મેજર જનરલ ઇરિના વોલ્કે RTVI.com વેબ પોર્ટલને જણાવ્યું હતું કે, "હુમલાખોરે ધરપકડ દરમિયાન બે પોલીસ અધિકારીઓને છરીના ઘા માર્યા હતા." આ ઉપરાંત તેણે પોતાને પણ ઈજા પહોંચાડી હતી. વિદ્યાર્થી ક્યાંનો છે તેના વિશે ખુલાસો કરવામાં આવ્યો નથી.
An unfortunate incident of attack has occurred in Ufa. Several persons including four Indian students have been injured. The Embassy is in touch with the authorities and the officials from the Consulate in Kazan are on their way to Ufa to provide assistance to the injured…
— India in Russia (@IndEmbMoscow) February 7, 2026
ટેલિગ્રામ ચેનલ '112' એ સાક્ષીઓને ટાંકીને જણાવ્યું હતું કે પીડિતોમાંથી ઓછામાં ઓછો એક ભારતીય હતો અને હુમલાખોરો બે હતા. આ ઘટનાની એક સમિતિએ તપાસ શરૂ કરી છે.
અન્ય ટેલિગ્રામ ચેનલના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ 15 વર્ષીય ટીનેજ બાળક તરીકે થઈ છે, જેને ગંભીર હાલતમાં સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યારે ચાર વિદ્યાર્થીઓ અને બે પોલીસ અધિકારીઓની પણ સારવાર ચાલી રહી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us