રશિયા પર હુમલો : મોસ્કો હુમલા પાછળ ISIS નો હાથ, અમેરિકન ગપ્તચર એજન્સીઓએ રશિયાને આપી હતી જાણકારી

Russia Moscow crocs city hall attak, રશિયા પર હુમલો : રશિયા પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો થયો છે. કેટલાક લોકોએ હોલમાં અંધાધૂધ ફાયરિંગ કર્યું હતું. અને વિસ્ફોટકો પણ ફેંકા હતા. આ ઘટનામાં 60 લોકોના મોત થયા છે.

Written by Ankit Patel
Updated : March 23, 2024 09:19 IST
રશિયા પર હુમલો : મોસ્કો હુમલા પાછળ ISIS નો હાથ, અમેરિકન ગપ્તચર એજન્સીઓએ રશિયાને આપી હતી જાણકારી
રશિયાના મોસ્કોમાં આતંકવાદી હુમલો - photo - social media

Moscow Concert Attack, રશિયા પર હુમલો : રશિયાની રાજધાની મોસ્કો નજીક એક ક્રોકસ હોલમાં વિસ્ફોટ અને ગોળીબાર થયો છે. શુક્રવારે થયેલા હુમલામાં 60 લોકો માર્યા ગયા હતા અને 100થી વધુ ઘાયલ થયા હતા. કેટલાક બંદૂકધારીઓ મોસ્કોના કિનારે આવેલા ક્રોકસ હોલમાં ઘૂસી ગયા હતા અને લોકો પર ગોળીબાર કર્યો હતો.આ હુમલા બાદ ક્રોકસ હોલની છત તૂટી પડી હતી.

રશિયા પર હુમલો થયો એ અંગે રશિયન સમાચાર અહેવાલો અનુસાર હુમલાખોરોએ વિસ્ફોટકો પણ ફેંક્યા હતા. આ પછી ક્રોકસ સિટી હોલમાં જોરદાર આગ ફાટી નીકળી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે બિલ્ડિંગની ઉપર કાળા ધુમાડાના વાદળો ઉછળી રહ્યાં છે. આ હુમલો ત્યારે થયો જ્યારે હોલમાં ક્રોકસ માટે ભીડ એકઠી થઈ હતી. તેમાં 7000 થી વધુ લોકો બેસી શકે છે.

મોસ્કો હુમલા પાછળ ISIS નો હાથ

ISISએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટ દ્વારા હુમલાની જવાબદારી લીધી છે. યુએસ ગુપ્તચર અધિકારીએ એસોસિએટેડ પ્રેસને જણાવ્યું હતું કે યુએસ ગુપ્તચર એજન્સીઓને જાણ થઈ હતી કે અફઘાનિસ્તાનમાં ISISની શાખા મોસ્કોમાં હુમલાની યોજના બનાવી રહી છે અને તે માહિતી રશિયન અધિકારીઓ સાથે શેર કરવામાં આવી હતી

રશિયાના વિદેશ મંત્રાલયે તેને આતંકવાદી હુમલો જાહેર કર્યો હતો

રશિયાએ ફાયરિંગની ઘટનાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે. રશિયા પર હુમલો થયા એ અંગે રશિયાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ આ ઘટનાની ટીકા કરતા તેને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આવા હુમલાઓની સખત નિંદા કરવી જોઈએ. મોસ્કોના મેયરે મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હુમલા બાદ મોસ્કોમાં તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાને ભયાનક ગણાવ્યો હતો. જો કે, તેઓએ કહ્યું કે આ હુમલો યુક્રેન યુદ્ધ સાથે સંબંધિત હોવાના કોઈ તાત્કાલિક સંકેત નથી.

આ પણ વાંચો – રશિયન રાષ્ટ્રપતિ ચૂંટણી પરિણામ: વ્લાદિમીર પુતિન 5મી વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા, 88 ટકા વોટ સાથે તોડ્યો આ રેકોર્ડ

સ્પેશિયલ ટાસ્ક ફોર્સે એન્ટ્રી લીધી હતી

રશિયા પર હુમલો કરનાર હુમલાખોરોમાં પાંચ લોકો હોવાનું કહેવાય છે. હાલમાં કોઈ સંગઠને આ આતંકી હુમલાની જવાબદારી લીધી નથી. રશિયન વિશેષ દળો હોલમાં પ્રવેશ્યા છે. કોઈ આતંકવાદી પકડાયા કે માર્યા ગયા હોવાની કોઈ માહિતી મળી નથી. હોલમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ અને રમખાણ નિયંત્રણ એકમ સહિત દળના વિવિધ એકમો સ્થળ પર તૈનાત છે. હેલિકોપ્ટરની મદદથી હોલની ઉપર લાગેલી આગને ઓલવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આ હોલનું નિર્માણ 2009માં થયું હતું

ક્રોકસ સિટી હોલ 2009 માં ક્રાસ્નોગોર્સ્કીમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં ત્રણ અલગ-અલગ ઓડિટોરિયમ છે. તેમાંથી એક 7 હજાર લોકોની ક્ષમતા ધરાવે છે અને બીજામાં 4 હજારથી વધુ લોકોની ક્ષમતા છે. એટલું જ નહીં, લોકોની સુવિધા માટે તેમાં થિયેટર પણ છે. અહીં ત્રણ હજારથી વધુ લોકો બેસી શકે છે. ક્રોકસ સિટી હોલમાં વર્ષ 2013માં મિસ યુનિવર્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ