Russia Moscow Terrorist Attack : રશિયાના મોસ્કોમાં શુક્રવારે મોડી રાત્રે મોટો આતંકી હુમલો થયો હતો. કોન્સર્ટ દરમિયાન, કેટલાક શંકાસ્પદ લોકોએ અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો અને થોડી જ વારમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યો. આ આતંકી હુમલામાં રોઈટર્સના અહેવાલ અનુસાર, અત્યાર સુધીમાં 143 લોકોના મોત થઈ ચુક્યા છે. મોટી સંખ્યામાં ઘાયલોની પણ માહિતી છે. આ હુમલા બાદ રાષ્ટ્રપતિ પુતિન પરેશાન અને ચિંતિત અને ગુસ્સે છે. રાષ્ટ્રપતિ પુતિન દ્વારા, સમગ્ર દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે.
રશિયાના મોસ્કોમાં આતંકી હુમલામાં 143 ના મોત
રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિ પુતિને આક્રોશ સાથે કહ્યું હતું કે, આતંકી હુમલામાં ઘણા નિર્દોષ લોકોને શિકાર બનાવવામાં આવ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે, પીડિતોને બચાવવા માટે ડોક્ટરો શક્ય તમામ પ્રયાસો કરશે. અત્યાર સુધી 143ના મોત થયા
રાષ્ટ્રપતિ પુતિને કસમ ખાધી, આરોપીઓને છોડીશ નહી
હવે, એક તરફ રાષ્ટ્રપતિ પુતિને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી તો, બીજી તરફ આતંકવાદી હુમલાને અંજામ આપનારાઓને કડક ચેતવણી પણ આપી છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, હું કસમ ખાઉં છું કે, કોઈ પણ આરોપીને બક્ષવામાં આવશે નહીં.
ISIS એ હુમલાની લીધી જવાબદારી
તેમના કહેવા પ્રમાણે, હુમલા બાદ બંદૂકધારી આરોપીઓ યુક્રેન ભાગી ગયા હતા. અત્યારે સમજવા જેવી વાત એ છે કે, આ આત્મઘાતી હુમલાની જવાબદારી ISIS એ લીધી છે. તેણે જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, અમારા લડવૈયાઓએ મોસ્કોની બહારના કોન્સર્ટ હોલ પર હુમલો કર્યો છે. તમામ હુમલાખોરો હવે સુરક્ષિત રીતે તેમના ઠેકાણા પર પાછા પહોંચી ગયા છે.
યુક્રેને કહ્યું – આ હુમલામાં અમારે કોઈ લેવા-દેવા નથી, અમે સામેના યુદ્ધમાં માનીએ છીએ
જો કે રશિયાના કેટલાક મોટા નેતાઓ દ્વારા એવા દાવા પણ કરવામાં આવી રહ્યા છે કે, આતંકવાદી હુમલામાં યુક્રેનનો હાથ હોઈ શકે છે. આ કારણથી ખુદ યુક્રેનના રાષ્ટ્રપતિ આગળ આવ્યા છે અને કહ્યું છે કે, આ હુમલા સાથે યુક્રેનને કોઈ લેવાદેવા નથી. તેઓએ સ્પષ્ટ કર્યું છે કે, તેમનું રશિયા સાથે યુદ્ધ ચાલી રહ્યું છે અને એક દેશ તરીકે અમે તે યુદ્ધ પૂરી તાકાતથી લડી રહ્યા છીએ.
જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ક્રોકસ સિટી હોલ વર્ષ 2009માં ક્રાસ્નોગોર્સ્કીમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં ત્રણ અલગ-અલગ ઓડિટોરિયમ છે. તેમાંથી એક 7 હજાર લોકોની ક્ષમતા ધરાવે છે અને બીજામાં 4 હજારથી વધુ લોકોની ક્ષમતા છે. એટલું જ નહીં, લોકોની સુવિધા માટે તેમાં થિયેટર પણ છે. અહીં ત્રણ હજારથી વધુ લોકો બેસી શકે છે. ક્રોકસ સિટી હોલમાં વર્ષ 2013માં મિસ યુનિવર્સ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.