પુતિનની ભારત યાત્રા દરમિયાન S-400 ડિફેન્સ સિસ્ટમ અને Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટની ડીલ થશે ફાઇનલ? રશિયાએ શું કહ્યું

Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પુષ્ટિ કરી છે કે Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અને એસ -400 એર ડિફેન્સ સિસ્ટમ સહિતના મુખ્ય રક્ષા કરારો પર ચર્ચા થવાની અપેક્ષા છે

Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પુષ્ટિ કરી છે કે Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અને એસ -400 એર ડિફેન્સ સિસ્ટમ સહિતના મુખ્ય રક્ષા કરારો પર ચર્ચા થવાની અપેક્ષા છે

author-image
Ashish Goyal
પર અપડેટ કર્યું
New Update
pm modi, Vladimir putin

Russian President Vladimir Putin India visit Dec 4-5 : પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (ફાઇલ ફોટો)

Vladimir Putin India Visit : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 4 ડિસેમ્બરે બે દિવસીય ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસકોવે પુષ્ટિ કરી છે કે Su-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અને એસ -400 એર ડિફેન્સ સિસ્ટમ સહિતના મુખ્ય રક્ષા કરારો પર ચર્ચા થવાની અપેક્ષા છે. દિમિત્રી પેસકોવે કહ્યું કે મને કોઈ શંકા નથી કે મુલાકાત દરમિયાન તેની ચર્ચા કરવામાં આવશે. તેમણે કહ્યું કે Su-57નો મુદ્દો પુતિનની ભારત યાત્રાના એજન્ડામાં ચોક્કસપણે હશે.

Advertisment

આપણે આપણા સંબંધોને સુરક્ષિત રાખવા પડશે: દિમિત્રી પેસકોવ

દિમિત્રી પેસકોવે બહારી હસ્તક્ષેપથી મુક્ત દ્વિપક્ષીય સંબંધોના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે આપણે આપણા સંબંધોને સુરક્ષિત કરવા પડશે, આપણે આપણા વેપારને સુરક્ષિત કરવો પડશે જેથી બંને દેશોને ફાયદો થાય. ભારત પોતાની એસ-400 એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત કરવા માટે 300 રશિયન મિસાઇલ ખરીદવાની યોજના બનાવી રહ્યું છે અને પાંચ વધારાના S-400 સ્ક્વોડ્રન પણ ખરીદવા માંગે છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભારતે આ મિસાઇલોની ખરીદી માટે મોસ્કોને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (આરએફપી) જારી કરવાની તૈયારી કરી રહ્યું છે. જેને ઓપરેશન સિંદૂર દરમિયાન તૈનાત કરવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની બેઠકમાં 5 ડિસેમ્બરે આ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. ભારત અને રશિયાએ સૌ પ્રથમ 2018માં એસ-400 સિસ્ટમ માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર એડવાન્સ્ડ એર ડિફેન્સ પ્લેટફોર્મના પાંચ યૂનિટ માટે 5 બિલિયન ડોલરનો હતો. અત્યાર સુધીમાં પાંચમાંથી ત્રણ સ્ક્વોડ્રન પહેલાથી જ ડિલીવર થયા છે.

લાલ કિલ્લા નજીક આતંકી હુમલાની નિંદા કરી

સુરક્ષાની ચિંતા પર બોલતા દિમિત્રી પેસકોવે ભારતમાં લાલ કિલ્લા નજીક થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી અને દેશ સાથે એકજુટતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે અમારા દેશે આતંકવાદીઓના હાથે ઘણું સહન કર્યું છે. અમે આતંકવાદમાં લોકોને ગુમાવવાની પીડા જાણીએ છીએ. તેમણે આતંકવાદ વિરોધી પ્રયાસોમાં ભારતને રશિયાના સમર્થનની પુષ્ટિ કરી.

Advertisment

દિમિત્રી પેસકોવે કહ્યું કે રશિયા ભારતીય રોકાણકારો માટે અનુકૂળ પરિસ્થિતિઓ પૂરી પાડવા તૈયાર છે, પછી ભલે વૈશ્વિક પ્રતિબંધો વ્યવસાય માટે પડકાર ઉભો કરી રહ્યા હોય. તમામ પ્રતિબંધો હોવા છતાં ભારતીય બજાર રશિયન બજારમાં પોતાની હાજરી જાળવી રાખે છે.

આ પણ વાંચો - ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન ઇમિગ્રન્ટ્સની ધરપકડ શા માટે કરવામાં આવી રહી છે? ભારતીયો પર શું થશે અસર

દિમિત્રી પેસ્કોવે કહ્યું કે રશિયા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વૈશ્વિક મુદ્દાઓ પર પરસ્પર સમજણ, ભાગીદારી અને સામાન્ય વિચારસરણીના જૂના પાયા પર બનેલા છે. "આ આપણા સંબંધોની ખૂબ જ મહત્વપૂર્ણ વિશેષતા છે. અમને ગર્વ છે કે આપણે આપણા ભારતીય મિત્રોની ઐતિહાસિક વૃદ્ધિ દરમિયાન તેમની સાથે ખભેખભો મિલાવીને ઊભા રહ્યા છીએ. આ દિવસોમાં આપણા દેશ પ્રત્યે ખૂબ જ મૈત્રીપૂર્ણ વલણ માટે અમે ભારતના ખૂબ આભારી છીએ.

અમે વડા પ્રધાન મોદીના સ્ટેન્ડનું સન્માન કરીએ છીએ

દિમિત્રી પેસકોવે કહ્યું કે અમે યુક્રેન સંઘર્ષ પર ભારતના વલણની પ્રશંસા કરીએ છીએ. અમે પ્રધાનમંત્રી મોદીના સ્ટેન્ડનો આદર કરીએ છીએ અને તેમની અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચેની માહિતીના આદાનપ્રદાનને મહત્વ આપીએ છીએ. પ્રધાનમંત્રી મોદી અને તેમના ભારતીય સમકક્ષ અમારી વાત સાંભળવા તૈયાર છે, જે પરસ્પર સમજણ તરફ દોરી જાય છે. કમનસીબે, યુરોપિયનો સાથે અમારી આવી વાતચીત નથી, જો તમે વાત નહીં કરો, તો તમે કોઈને કેવી રીતે સમજશો? ભારત અમારી વાત સાંભળે છે અને અમે ખરેખર તેમની પ્રશંસા કરીએ છીએ. અમે ભારત પાસેથી ખરીદીએ છીએ તેના કરતાં વધુ વેચીએ છીએ. અમે જાણીએ છીએ કે અમારા ભારતીય મિત્રો આ વિશે ચિંતિત છે. અમે સાથે મળીને ભારતથી રશિયામાં આયાત વધારવાની શક્યતાઓ શોધી રહ્યા છીએ. તેથી અમે ભારત પાસેથી વધુ ખરીદવા માંગીએ છીએ.

india રશિયા દેશ PM Narendra Modi