નોકરી માટે ગયા હતા મોસ્કો, યુક્રેન સામે જંગ કરવા રશિયાએ મેદાનમાં ઉતાર્યા, ભારતીય યુવાનોની ડરામણી કહાની

Russia-Ukraine war : ઇન્ડિયન એક્સપ્રેસે આ વિદ્યાર્થીઓના પરિવારો સાથે વાત કરી, આ યુવાનો કેવી રીતે ગયા અને હાલ કેવી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે તેના વિશે પરિવારે માહિતી આપી

Written by Ashish Goyal
Updated : March 05, 2024 19:35 IST
નોકરી માટે ગયા હતા મોસ્કો, યુક્રેન સામે જંગ કરવા રશિયાએ મેદાનમાં ઉતાર્યા, ભારતીય યુવાનોની ડરામણી કહાની
નોકરીના બહાને રશિયા ગયેલા કેટલાક ભારતીય યુવાનોની કહાની ખૂબ ડરામણી છે (તસવીર - એક્સપ્રેસ)

Russia-Ukraine war : નોકરીના બહાને રશિયા ગયેલા કેટલાક ભારતીય યુવાનોની કહાની ખૂબ ડરામણી છે. જેમણે રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ દેશના અલગ અલગ રાજ્યોના છે, પરંતુ એક કહાની એવી છે જે તેમને એક સાથે જોડે છે. આ કહાની છે નોકરી ન મળવાની હતાશા, એક યુટ્યુબ ચેનલના જુઠ્ઠાણા સાથે સંબંધિત છે.

ઇન્ડિયન એક્સપ્રેસે આ વિદ્યાર્થીઓના પરિવારો સાથે વાત કરી તે જાણવા માટે કે આ ભારતીય વિદ્યાર્થીઓ કેવી મુશ્કેલીમાંથી પસાર થઇ રહ્યા છે. યુદ્ધની પરિસ્થિતિમાં નોકરીની ખાતરી આપીને તેમને કેવી રીતે જોખમમાં મૂકવામાં આવ્યા છે?

કેવી રીતે પહોંચ્યા રશિયા?

નવેમ્બર અને ડિસેમ્બરમાં હૈદરાબાદના મોહમ્મદ અફસાન (30) અને નારાયણપેટ જિલ્લાના મોહમ્મદ સુફિયાન (23) મોસ્કો ગયા હતા. તેમને એક એજન્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે તેને મોસ્કોમાં વધુ સારી નોકરી અપાવશે, પરંતુ તેના બદલે તેને 15 દિવસની તાલીમ આપવામાં આવી હતી અને યુદ્ધની વચ્ચે યુક્રેનમાં છોડી દીધા હતા. જ્યાં તેમને યુદ્ધ લડી રહેલા રશિયન સૈનિકો સાથે રહેવા માટે મજબૂર કરવામાં આવી રહ્યા છે. આ દાવો તેમના પરિવારે કર્યો છે.

મોહમ્મદ અફસાન કપડાના શોરૂમમાં સેલ્સમેન તરીકે કામ કરતો હતો, પરંતુ જ્યારે તેને મોસ્કોમાં નોકરીની તક મળી તો તે ત્યાં જ રહેવા ચાલ્યો ગયો. શરૂઆતના ત્રણ મહિના માટે તેમને દર મહિને 45,000 રૂપિયા પગાર આપવાનું વચન આપવામાં આવ્યું હતું અને ધીમે ધીમે તે વધીને 1.5 લાખ રૂપિયા થઈ ગયો હતો. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે એક વર્ષ સુધી કામ કર્યા બાદ તે રશિયન પાસપોર્ટ અને નાગરિકતા માટે અરજી કરી શકે છે. અફસાન આ લલચાવનારી ઓફરમાં આવી ગયો અને 9 નવેમ્બરના રોજ મોસ્કો જવા રવાના થયો હતો.

અફસાને રશિયા-યુક્રેન બોર્ડર પરથી છેલ્લો વીડિયો કોલ 31 ડિસેમ્બરના રોજ કર્યો હતો. તે પછી તેની સાથે કોઈ સંપર્ક થયો નથી. આ જાણકારી તેમના પરિવારે આપી છે. પરિવારે સાથે કહ્યું કે તેના પગમાં ઈજા પહોંચી છે અને અમે કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તેને પાછો લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

આ પણ વાંચો – ઇઝરાયેલમાં મિસાઇલ હુમલામાં ભારતીય નાગરિકનું મોત, પરિવારમાં છે પત્ની અને પાંચ વર્ષની પુત્રી

બીજા એક યુવાનનું નામ સુફિયાન છે. તે દુબઈની એક પેકિંગ કંપનીમાં કામ કરતો હતો અને દર મહિને 30,000 રૂપિયા કમાતો હતો. સુફિયાનના ભાઈ સૈયદ સલમાને જણાવ્યું હતું કે સુફિયાન એક યુટ્યુબ ચેનલ ચલાવતા ફૈઝલ ખાન નામના એજન્ટના સંપર્કમાં આવ્યો હતો અને તેણે જ સુફિયાનને મોસ્કોમાં આ કામ માટે અરજી કરવા માટે પ્રેરિત કર્યો હતો. સલમાન જણાવે છે સુફિયાનને કહેવામાં આવ્યું હતું કે આ કામ રશિયાની સરકારી ઓફિસમાં આસિસ્ટન્ટનું સ્થાન છે અને તેને દર મહિને 1 લાખ રૂપિયાથી વધુ મળશે. આ આશ્વાસનમાં તેઓ રશિયા પણ ગયા હતા.

indian students Russia war
તેલંગાણાના નારાયણપેટનો મોહમ્મદ સુફિયાન (ડાબે) અને ગુલબર્ગા (જમણે)નો મોહમ્મદ સમીર અહેમદ. (તસવીર – એક્સપ્રેસ)

શું જાણકારી મળી?

પોતાના ભાઈ સાથેના વીડિયો કોલમાં સુફિયાને જણાવ્યું હતું કે તેને અને અન્ય ભારતીય યુવાનોને સેનાના કેમ્પમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્રણ દિવસ પછી તાલીમ માટે મોકલવામાં આવ્યા હતા. સુફિયાનનો પરિવાર જણાવે છે કે ભારતીય યુવાનોને યુદ્ધમાં મોખરે રાખવામાં આવી રહ્યા છે અને એકવાર સુફિયાનનો જીવ બચી ગયો હતો. હવે સુફિયાનનો પણ સંપર્ક થઈ શકતો નથી.

મોસ્કા ગયેલા અન્ય એક યુવાન સમીરના ભાઈ મુસ્તફાએ જણાવ્યું હતું કે સમીરે તેને ચાર-પાંચ દિવસ પહેલા ફોન કર્યો હતો અને તે ઘણો ડરેલો હતો. તેણે મને વિનંતી કરી કે તેને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અહીંના અધિકારીઓનો સંપર્ક કરો. આવા ઘણા યુવાનો છે જેમની કહાની ઈન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટ કરી છે.

ગત સપ્તાહે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે ભારત રશિયાની સેનામાં સપોર્ટ સ્ટાફ તરીકે કામ કરતા લગભગ 20 ભારતીય નાગરિકોને વહેલી તકે પરત લાવવાના મિશન પર છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે તે અમારી સમજ છે કે લગભગ 20 લોકો (ભારતીયો) છે જે ત્યાં સપોર્ટ સ્ટાફ અથવા પેરામેડિક્સ તરીકે રશિયન સૈન્ય સાથે કામ કરવા ગયા છે. અમે તેમને વહેલી તકે છોડવા માટે અમારા સ્તરનો શ્રેષ્ઠ પ્રયાસ કરી રહ્યા છીએ.

(ઇનપુટ – શ્રીનિવાસ જનયાલા, બશારત મસૂદ)

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ