NATO દેશોને પુતિનની ધમકી, પરમાણુ હુમલાને લઇને આપ્યું મોટુ નિવેદન

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું - અમારા મામલામાં કોઈપણ દખલ નહીં કરે. જે કોઈ પણ રશિયા પર હુમલો કરવાનો પ્રયત્ન કરશે, તેણે બીજા વિશ્વ યુદ્ધ કરતા પણ વધારે ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ

Written by Ashish Goyal
February 29, 2024 17:40 IST
NATO દેશોને પુતિનની ધમકી, પરમાણુ હુમલાને લઇને આપ્યું મોટુ નિવેદન
રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન (Photo - @KremlinRussia_E)

russia ukraine war : રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને નાટો દેશોને ધમકી આપી છે. તેમણે ભાર આપીને કહ્યું હતું કે જો યુક્રેનમાં સૈનિકો મોકલવામાં આવશે તો પરમાણુ યુદ્ધ ફાટી નીકળી શકે છે. આ પહેલીવાર નથી જ્યારે પુતિન તરફથી ધમકી આપવામાં આવી હોય. આ પહેલા પણ તેમણે આ પ્રકારના નિવેદનો આપ્યા છે. તેમની તરફથી સમય-સમય પર પશ્ચિમ દેશોને ચેતવણી આપવામાં આવી છે.

રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ થઇ ગયા

જાણકારી માટે જણાવી દઈએ કે રશિયા-યુક્રેન યુદ્ધને બે વર્ષ થઇ ગયા છે. રશિયાએ યુક્રેનના કેટલાક ભાગો પર પણ નિયંત્રણ મેળવી લીધું છે, પરંતુ જમીન પર તણાવ યથાવત્ છે. યુદ્ધ અટક્યું નથી અને યુક્રેન તરફથી આક્રમકતા ઓછી કરવામાં આવી નથી. આ કારણે આગામી દિવસોમાં આ યુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી શકે છે તેમ મનાય છે. આ કડીમાં હવે રશિયાના રાષ્ટ્રપતિએ મોટું નિવેદન આપ્યું છે.

તેમના તરફથી કહેવામાં આવ્યું છે કે અમારા મામલામાં કોઈપણ દખલ નહીં કરે. જે કોઈ પણ રશિયા પર હુમલો કરવાનો પ્રયત્ન કરશે, તેણે બીજા વિશ્વ યુદ્ધ કરતા પણ વધારે ગંભીર પરિણામોનો સામનો કરવા તૈયાર રહેવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે મોટાભાગના રશિયનો માને છે કે એક સ્પેશ્યલ મિલિટ્રી ઓપરેશન થવું જોઈએ.

આ પણ વાંચો – ડોનાલ્ડ ટ્રમ્પે સાઉથ કેરોલિના રિપબ્લિકન પ્રાઇમરી ચૂંટણીમાં જીત મેળવી

પુતિને રશિયન રાષ્ટ્રીય એકતાની પ્રશંસા કરી

પુતિને આગામી મહિને યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા પોતાના સંબોધનમાં રશિયન રાષ્ટ્રીય એકતાની પ્રશંસા કરી હતી. સાસંદો અને ઉચ્ચ અધિકારીઓને સંબોધતા પુતિને કહ્યું કે રશિયા યુક્રેનમાં પોતાની સાર્વભૌમત્વ અને સુરક્ષાની રક્ષા કરી રહ્યું છે. પોતાના હમવતન લોકોની સુરક્ષા કરી રહ્યું છે. તેમણે રશિયન સૈનિકોની પ્રશંસા કરી અને યુદ્ધમાં માર્યા ગયેલા લોકોના સન્માન માટે મૌન પાળ્યું હતું.

પશ્ચિમ રશિયાને અંદરથી નબળું પાડવાનો પ્રયાસ કરી રહ્યું હોવાના તેમના દાવાને પુનરોચ્ચાર કરતા પુતિને એમ પણ કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સ મોસ્કોને વ્યૂહાત્મક રીતે પરાજય આપવાનો પ્રયાસ કરી રહ્યું છે. પુતિને કહ્યું કે અમે સમજીએ છીએ કે પશ્ચિમ અમને હથિયારોની રેસમાં ખેંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેઓ 1980ના દાયકામાં સોવિયેત યુનિયન સાથે સફળ થયેલા યુક્તિને પુનરાવર્તિત કરવા માટે અમને નીચે ઉતારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ