રશિયાની કંપનીએ ન્યૂરોપિચ લગાવીને પક્ષીઓને બનાવ્યા સુપર ડ્રોન, માણસ પોતે કરશે કંટ્રોલ

Russian company neiry : રશિયાની એક ન્યુરોટેકનોલોજી કંપની Neiry નો દાવો છે કે બાયોડ્રોન અને ટ્રેઇન કરાયેલા પક્ષી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે તેને તાલીમની જરૂર નથી. તેમનું કહેવું છે કે સર્જરી પછી કોઈપણ પક્ષીને દૂરથી નિયંત્રિત કરી શકાય છે

Written by Ashish Goyal
December 04, 2025 22:26 IST
રશિયાની કંપનીએ ન્યૂરોપિચ લગાવીને પક્ષીઓને બનાવ્યા સુપર ડ્રોન, માણસ પોતે કરશે કંટ્રોલ
રશિયાની કંપનીએ કબૂતરમાં ન્યૂરોચિપ લગાવીને ડ્રોન બનાવી દીધું છે (Image Source: Neiry)

Russian company neiry : રશિયાની એક ન્યુરોટેકનોલોજી કંપની Neiry કબૂતરોને ડ્રોનમાં ફેરવવા પર કામ કરી રહી છે. કંપનીનું કહેવું છે કે તે પક્ષીઓના મગજમાં લગાવવામાં આવેલી ચિપ્સનો ઉપયોગ કરીને આ ‘બાયોડ્રોન કબૂતર’ને ઉડાડવાની વિશેષતાઓનું પરીક્ષણ કરી રહી છે. એક મશીન ટ્રાન્સલેટેડ Neiry બ્લોગ પોસ્ટ અનુસાર તે ન્યૂરોચિપ ઓપરેટરને “પરંપરાગત યુએવીની જેમ પક્ષીને એક ફ્લાઇટ ટાસ્ક સાથે લોડ કરીને કંટ્રોલ કરવાની મંજૂરી આપે છે.

Neiry નો દાવો છે કે બાયોડ્રોન અને ટ્રેઇન કરાયેલા પક્ષી વચ્ચેનો મુખ્ય તફાવત એ છે કે તેને તાલીમની જરૂર નથી. તેમનું કહેવું છે કે સર્જરી પછી કોઈપણ પક્ષીને દૂરથી નિયંત્રિત કરી શકાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર મગજના કેટલાક ભાગોને ઉત્તેજિત કરીને તેઓ પક્ષીમાં તે દિશામાં જવાની ઇચ્છા પેદા કરી શકે છે, જ્યાં તેને લઇ જવાનું છે.

મિકેનિકલ ડ્રોનની સરખામણીમાં વધુ ફાયદાકારક

કંપનીનું કહેવું છે કે બાયોડ઼્રોન ઓપરેટિંગ સમય અને રેન્જ જેવી બાબતોમાં મિકેનિકલ ડ્રોનની સરખામણીમાં વધુ ફાયદાકારક છે. કારણ કે ચિપ ઇન્સ્ટોલ થયા પછી પણ પક્ષી સામાન્ય જીવન જીવે છે. તેમણે ગીચ વસ્તીવાળા શહેરી વિસ્તારોમાં કબૂતરોના ઉપયોગ પર પણ ભાર મૂક્યો હતો, કારણ કે આ પક્ષીઓ કુદરતી રીતે અવરોધો વચ્ચે પોતાનો માર્ગ બનાવવામાં પારંગત છે.

Neiry નું કહેવું છે કે ઉડાન દરમિયાન બાયોડ્રોનના નિષ્ફળ થવાની સંભાવના લગભગ તેટલી જ છે જેટલી પક્ષી પડવાની કુદરતી સંભાવના હોય છે. ટેકનોલોજી વિશે વાત કરતા Neiry એ કહ્યું કે તે ઇલેક્ટ્રોડ્સનો ઉપયોગ કરે છે જે પક્ષીની પીઠ પર લગાવેલા સ્ટિમુલેટર સાથે જોડાયેલા હોય છે. તેમાં એક કંટ્રોલર હોય છે અને તે એવા સંકેતો મોકલે છે જે પક્ષીની ડાબી અથવા જમણી બાજુ વળવાની ઇચ્છાને અસર કરે છે. સિસ્ટમમાં જીપીએસ રીસીવર પણ સામેલ છે જે ઓપરેટરોને રીઅલ ટાઇમમાં પક્ષીના સ્થાનને ટ્રૅક કરવાની મંજૂરી આપે છે.

બાયોડ્રોનના રૂપમાં કબૂતર દિવસમાં 310 માઇલ સુધી ઉડી શકે છે

Neiry નો દાવો છે કે ઓપરેટરો સમગ્ર ટોળાને નિયંત્રિત કરી શકે છે અને ન્યુરલ ઇન્ટરફેસ દ્વારા નવા ફ્લાઇટ રૂટ્સ પણ અપલોડ કરી શકે છે. પ્રદર્શન ડેટા અનુસાર પીજેએન -1 બાયોડ્રોનના રૂપમાં કબૂતર દિવસમાં 310 માઇલ સુધી ઉડી શકે છે. સતત સૂર્યપ્રકાશ મળવા પર કંપનીનો અંદાજ છે કે પક્ષી એક અઠવાડિયામાં લગભગ 1,850 માઇલ સુધી ઉડી શકે છે.

આ પણ વાંચો – રાષ્ટ્રપતિ પુતિનના સ્વાગત પછી પીએમ મોદીએ કહ્યું – ભારત રશિયાની મિત્રતા સમયની કસોટી પર ખરી ઉતરી

Neiry ગ્રુપ ઓફ કંપનીઝના સ્થાપક એલેક્ઝાન્ડર પાનોવે જણાવ્યું હતું કે અત્યારે આ સોલ્યુશન કબૂતરો પર કામ કરે છે, પરંતુ કોઇપણ પક્ષી, કેરિયરના રુપમાં ઉપયોગ થઇ શકે છે. અમે ભારે પેલોડ વહન કરવા માટે કાગડાઓ, દરિયાકાંઠાના વિસ્તારો પર નજર રાખવા માટે ગંગા ગરુડ અને સમુદ્રના વિશાળ વિસ્તારોને આવરી લેવા માટે અલ્બાટ્રોસનો ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છીએ.

બાયોડ્રોનની કિંમત પરંપરાગત ડ્રોનની કિંમત જેટલી છે

Neiry કહે છે કે બાયોડ્રોનની કિંમત પરંપરાગત ડ્રોનની કિંમત જેટલી છે. કંપનીએ એવો દાવો પણ કર્યો છે કે આ પ્રોજેક્ટ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં રિમોટ મોનિટરિંગ માટે તૈનાત કરવામાં આવશે.

જોકે કંપનીએ એ વાતનો ખુલાસો કર્યો નથી કે પરીક્ષણ દરમિયાન કેટલા પક્ષીઓ મૃત્યુ પામ્યા હતા અથવા તેમને કઈ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સર્જિકલ પરિણામોને લગતા પણ કોઈ ડેટાને સાર્વજનિક કર્યો નથી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ