ગુફામાં રહેતી રશિયાની મહિલાએ કહ્યું – પ્રાણીઓએ અમારા પર હુમલો કર્યો નથી, અમે માણસોથી ડરતા હતા

કર્ણાટકના ગાઢ જંગલમાં એક રશિયન મહિલા પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં રહેતી હતી. તે જ્યાં રહેતી હતી તે વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવના ખૂબ જ વધારે હતી અને ત્યાં ઝેરી સાપ પણ હતા

Written by Ashish Goyal
Updated : July 14, 2025 17:15 IST
ગુફામાં રહેતી રશિયાની મહિલાએ કહ્યું – પ્રાણીઓએ અમારા પર હુમલો કર્યો નથી, અમે માણસોથી ડરતા હતા
કર્ણાટકના ગાઢ જંગલમાં એક રશિયન મહિલા પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં રહેતી હતી (Express photo)

Russian woman found with kids in Karnataka cave : કર્ણાટકના ગાઢ જંગલમાં એક રશિયન મહિલા પોતાની બે દીકરીઓ સાથે ગુફામાં રહેતી હતી. રવિવારે તેણે પોતાના મિત્રને એક ઈમોશનલ મેસેજ મોકલ્યો હતો. તેમાં તેણે કહ્યું હતું કે જંગલમાં તેનું જીવન વેરવિખેર થઇ ગયું છે. પોલીસે કુટીનાને શહેર પરત ફરવા માટે મનાવી લીધી હતી. પોલીસે જણાવ્યું હતું કે તે જ્યાં રહેતી હતી તે વિસ્તારમાં ભૂસ્ખલનની સંભાવના ખૂબ જ વધારે હતી અને ત્યાં ઝેરી સાપ પણ હતા. અધિકારીઓએ મહિલા અને સગીર બાળકોને દેશનિકાલ કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે.

ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે વોટ્સએપ પર પોતાના મિત્ર અને એક પોલીસ અધિકારીને મોકલેલા ભાવુક સંદેશમાં કુટીનાએ રશિયન ભાષામાં લખ્યું કે ગુફામાં તેનું જીવન સમાપ્ત થઈ ગયું છે. મેસેજમાં લખ્યું કે અમને આકાશ વગરના, ઘાસ વગરના, ઝરણા વગરની જેલમાં રાખવામાં આવ્યા હતા, જ્યાં બર્ફીલા સખત ફ્લોર પર હવે અમે વરસાદ અને સાપથી સુરક્ષા માટે ઊંઘીએ છીએ. હું તમારી સાથે જંગલમાં, ખુલ્લા આકાશ નીચે, પ્રકૃતિ સાથે સુમેળ સાધીને વર્ષોના વાસ્તવિક અનુભવના આધારે જ્ઞાન શેર કરવા માંગું છું. અમારા પુરા જીવનમાં એક પણ વાર સાપે અમને નુકસાન પહોંચાડ્યું નથી. એક પણ પ્રાણીએ અમારા પર હુમલો કર્યો નથી. ઘણાં વર્ષો સુધી, અમે ફક્ત માણસોથી ડરતા હતા.

કુટીનાએ ભાવુક પોસ્ટ લખી

જંગલમાં પોતાના જીવન વિશે વાત કરતાં તેણે કહ્યું કે હું ઘરની દીવાલમાંથી વહેતા વરસાદી પાણીનો અવાજ સાંભળી શકું છું. જો લાંબા સમય સુધી વરસાદ ચાલુ રહેશે તો દીવાલમાંથી પાણી ટપકવા માંડશે. તે ગુફા જેવું જ છે, ફક્ત એ કે ત્યાંનું પાણી નરમ, તાજું અને આરામદાયક હોય છે. તથાકથિત બાળ સંરક્ષણ પુરી રીતે બકવાસ છે. તે હાસ્યાસ્પદ છે કે તેઓ જંગલમાં સાપની કલ્પના કેવી રીતે કરે છે. જોકે તે સર્વવિદિત છે કે સાપ ઘણીવાર ઘરોમાં ઘૂસી જાય છે. શું તેઓ ખરેખર વિચારે છે કે આપણે તેમના ઘરની બહાર સાપને વધુ વાર જોઈએ છીએ? શું તેઓ કલ્પના કરે છે કે સાપ ટોળામાં માં ફરે છે અને ઢગલામાં એકઠા થાય છે? આ તો તદ્દન મૂર્ખતા છે. સાપ વરસાદમાં પણ હલતા નથી.

આ પણ વાંચો – સિદ્ધારમૈયાએ કહ્યું – હું કર્ણાટકનો મુખ્યમંત્રી છું, હું અહીં બેઠો છું, સીએમ પદ પર કોઇ વેકેન્સી નથી

કુટીના બિઝનેસ વિઝા પર ગોવા આવી હતી

કુટિનાના સંદેશ વિશે બોલતા એસપી નારાયણ એમએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન રેકોર્ડ્સમાં બહાર આવ્યું છે કે તે 18 ઓક્ટોબર 2016 થી 17 એપ્રિલ 2017 સુધી માન્ય બિઝનેસ વિઝા પર ગોવા આવી હતી. તે તે સમય કરતા વધારી રોકાઇ અને 19 એપ્રિલ 2018ના રોજ ગોવાના પણજીમાં એફઆરઆરઓ તરફથી એક્ઝિટ પરમિટ વિઝા આપવામાં આવ્યા હતા. એસપીએ આગળ કહ્યું કે ત્યારબાદ તે નેપાળ ભાગી ગઈ હતી અને 8 સપ્ટેમ્બર 2018 ના રોજ ભારત પરત ફરી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ