જંગલના ગુફામાંથી મળી આવેલી રશિયાની મહિલાની લવ સ્ટોરી સામે આવી, જાણો દરેક વિગત

Nina Kutina Love Story: કર્ણાટકમાં ગુફાની અંદર એક રશિયન મહિલા તેની બે દીકરીઓ સાથે મળી આવી હતી. આ ત્રણેય ઘણા સમયથી તે ગુફામાં રહેતા હતા. હવે નીના કુટીનાની લવ સ્ટોરી સામે આવી છે

Written by Ashish Goyal
July 18, 2025 16:40 IST
જંગલના ગુફામાંથી મળી આવેલી રશિયાની મહિલાની લવ સ્ટોરી સામે આવી, જાણો દરેક વિગત
કર્ણાટકના રામતીર્થ હિલમાં એક ગુફાની અંદર એક રશિયન મહિલા તેની બે દીકરીઓ સાથે મળી આવી હતી

Nina Kutina Love Story: થોડા દિવસ પહેલા કર્ણાટકના રામતીર્થ હિલમાં એક ગુફાની અંદર એક રશિયન મહિલા તેની બે દીકરીઓ સાથે મળી આવી હતી. આ ત્રણેય ઘણા સમયથી તે ગુફામાં રહેતા હતા, બાદમાં પોલીસે તેમને બચાવી લીધા હતા. આ રશિયન મહિલાનું નામ નીના કુટીના છે અને તેની બે પુત્રીઓ માત્ર 6 અને 4 વર્ષની છે. આ ત્રણેય ઘણા વર્ષોથી છૂપાઇને ગુફામાં પોતાનું જીવન ગુજારતા હતા. હવે આ જ નીના કુટીનાની લવ સ્ટોરી સામે આવી છે, જણાવવામાં આવી રહ્યું છે કે તે ઘણા વર્ષો સુધી ડ્રોર ગોલ્ડસ્ટેઇન સાથે હતી.

નીનાની પ્રેમી સાથે પ્રથમ મુલાકાત 2017માં થઇ હતી

હવે Dror Goldstein ને 14 ડિસેમ્બર 2024ના રોજ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવવામાં આવ્યું હતું કે Dror Goldstein પ્રથમ વખત નીનાને વર્ષ 2017માં ગોવાના અરમ્બોલમાં મળ્યો હતો. ત્યાં બંનેએ અનેક પ્રસંગોએ વાત કરી અને બંને વચ્ચે પ્રેમ થયો હતો. Dror Goldstein એ જણાવ્યું હતું કે બાદમાં બંનેએ સાથે રહેવાનું શરૂ કર્યું હતું, તે સમયે નીનાને પહેલાથી જ બે પુત્રો હતા જે તેના પહેલા પાર્ટનરથી હતા. બધું બરાબર ચાલી રહ્યું હતું ગોલ્ડસ્ટીન અનુસાર નીનાનું વર્તન પાછળથી સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું, તે ખોટી રીતે વાત કરતી હતી, સતત પૈસા માંગતી હતી.

કેવી રીતે સંબંધો બગડવા લાગ્યા?

ગોલ્ડસ્ટેઇને પોતાની ફરિયાદમાં એ પણ ખુલાસો કર્યો હતો કે મે 2018માં તેણે નીના અને તેમના બે બાળકો માટે પ્રવાસની વ્યવસ્થા કરી હતી, જેને ઇઝરાયેલ મોકલવામાં આવશે તેમ માનવામાં આવતું હતું. પરંતુ દસ્તાવેજોમાં થોડી સમસ્યા હતી, પુત્રો પાસે પણ ટ્રાવેલ પરમિટ ન હતી, તેથી ત્રણેયને ઇઝરાઇલને બદલે રશિયા મોકલી દેવામાં આવ્યા હતા. બાદમાં ત્રણેય યુક્રેનમાં રહેતા હતા.

યુક્રેન પહોંચ્યો?

ગોલ્ડસ્ટેઇન કહે છે કે મેં ધીરે ધીરે નીના સાથેનો સંપર્ક ઓછો કર્યો હતો. તેનું વર્તન મારા પ્રત્યે ખૂબ જ ખરાબ હતું. મને એ વાતનો અહેસાસ થવા લાગ્યો કે મારું મહત્ત્વ માત્ર પૈસા પૂરતું જ મર્યાદિત છે. સમય વીતતો ગયો અને જૂન 2018માં નીનાથી ગોલ્ડસ્ટેઇનને એક ઈમેલ આવ્યો. તે મેલમાં તેણે કહ્યું હતું કે, તે ફરી પ્રેગ્નેન્ટ છે અને તેણે એક દીકરીને જન્મ આપ્યો છે. આ સમાચાર સાંભળીને માર્ચ 2019માં ગોલ્ડસ્ટેઇન પોતે પોતાની માંગણી લઇને યુક્રેન ગયો હતો. તે ત્રણેયને મળ્યો પણ હતો. આ પછી ગોલ્ડસ્ટેઇન કેટલાક વ્યક્તિગત કારણોસર ઇઝરાઇલ પરત ફર્યો હતો.

આ પણ વાંચો – જંગલમાંથી મળી આવેલી રશિયન મહિલા નીના કુટીના અને તેના બાળકોનું આગળ શું થશે?

પૈસાની મદદ મળતી હતી તો પછી ગુફા શા માટે?

બીજી તરફ 2020માં નીના અને તેની દીકરી ગોવા પરત ફર્યા હતા. ત્યાં જ ગોલ્ડસ્ટેઇનને ખબર પડી કે નીના ફરીથી ગર્ભવતી છે અને મે 2020 માં તેનું બીજું બાળક થયું હતું. ગોલ્ડસ્ટેઇનના જણાવ્યા અનુસાર તે વર્ષોમાં તેણે પોતાની જવાબદારી નિભાવવાનું ચાલુ રાખ્યું હતું અને માતા અને બાળકને દરેક આર્થિક સહાય આપી રહ્યો હતો. ગોલ્ડસ્ટેઇનના જણાવ્યા અનુસાર, આ તે સમય હતો જ્યારે તે પૈસા દ્વારા ચોક્કસપણે મદદ કરી રહ્યો હતો, પરંતુ ભારત આવ્યો ન હતો. તે દરેક કિંમતે નીના દ્વારા કરવામાં આવી રહેલા દુરૂપયોગથી પોતાને બચાવવા માંગતો હતો. પરંતુ ત્યારબાદ ડિસેમ્બર 2021માં તે માત્ર પોતાની દીકરીઓને મળવા માટે ભારત આવ્યો હતો.

નીનાએ સંપૂર્ણપણે અવગણવાનું શરૂ કર્યું

ગોલ્ડસ્ટીને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે નીના બાળકોના ફોર્મલ એજ્યુકેશન પર ધ્યાન આપતી નથી, તે પોતાના બાળકોને શાળાએ મોકલવાની પણ વિરુદ્ધ છે. જ્યારે પણ હું આ વિશે વાત કરવાનો પ્રયત્ન કરતો ત્યારે તે ફક્ત એટલું જ કહેતી કે તેને આવી કોઇપણ શિક્ષામાં વિશ્વાસ નથી. હવે આ બધું ચાલતું રહ્યું, પરંતુ ગોલ્ડસ્ટેઇનની દીકરીઓને મળવાની ઇચ્છા ઓછી ન થઈ, જેના કારણે તેઓ ઘણી વખત ગોવાની મુલાકાતે આવ્યો હતો. પરંતુ નીનાએ તેને સંપૂર્ણપણે અવગણવાનું શરૂ કર્યું. તેણે પોતાની પુત્રીઓને ગોલ્ડસ્ટેઇનથી પણ દૂર રાખી હતી. ગોલ્ડસ્ટેઇનના જણાવ્યા અનુસાર તેણે ઘણી વખત મળવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નીનાએ ક્યારેય તેને મંજૂરી આપી ન હતી.

નીના કર્ણાટક કેવી રીતે પહોંચી?

ત્યારબાદ ઓક્ટોબર 2024માં એક મોટો ટ્વિસ્ટ આવ્યો અને નીનાનો મોટો પુત્ર એક અકસ્માતમાં મૃત્યુ પામ્યો હતો. આ બાળક તેના પહેલા રિલેશનશિપથી હતો, તે સમયે પણ નીનાની આર્થિક સ્થિતિ બહુ સારી ન હોવાથી ગોલ્ડસ્ટેઇને ફરી નીનાને મદદ કરી હતી. ગોવાના પણજીમાં તેણે એક હોટલ પણ બુક કરાવી હતી. પરંતુ ત્યાં પણ તેમને તેમની દીકરીઓને મળવા દેવામાં આવ્યા ન હતા. 6 નવેમ્બર, 2024 ના રોજ ગોલ્ડસ્ટેઇન નેપાળ જવા રવાના થયો, તેના વિઝા રિન્યુ કર્યા અને ભારત પાછા ફર્યા. 22 નવેમ્બર, 2024નો દિવસ હતો, પરંતુ ત્યાં સુધીમાં નીના ગુમ થઈ ગઈ હતી. ગોલ્ડસ્ટેઇનના જણાવ્યા અનુસાર તેણે નીનાને ઘણી વખત ફોન કર્યો હતો, પરંતુ તેનો કોઈ જવાબ મળ્યો ન હતો. પાછળથી ગોલ્ડસ્ટેઇને પોતે કહ્યું હતું કે તેમને ખબર પડી કે નીના છોકરીઓ સાથે કર્ણાટકના ગોકર્ણમાં ગઈ હતી, તેને કહ્યા વગર ત્યાં જ રહેતી હતી.

નીના પર શું આરોપ હતો?

હવે પોતાની ફરિયાદમાં ગોલ્ડસ્ટેઇને પોતાની પીડા વ્યક્ત કરી છે. તે કહે છે કે તેને ફક્ત તેની પુત્રીઓની જ ચિંતા છે. તેમને ન તો શાળાએ જવાની મંજૂરી છે કે ન તો તેમને કોઈને મળવા દેવામાં આવે છે. છોકરીઓ તેમની માતા અને તેના કેટલાક મિત્રો સાથે જ રહે છે. તેમને તેમની ઉંમરના બાળકો સાથે ભળવાનો મોકો પણ મળી રહ્યો નથી. હું મારી દીકરીઓને સપોર્ટ કરવા માંગુ છું, તેમને આર્થિક અને ભાવનાત્મક રીતે સપોર્ટ કરવા માંગુ છું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ